________________
રચનાત્મક પ્રવૃત્તિઓ
૯૯
વર્ગ અને વર્ગ'ભેદ મિટાવી જૂની નેતાગીરી સામે લડી લેવા હાકલ કરી હતી. યુવક સંધના મ ંત્રી તરીકે નીરુ દેસાઈ, કે. ટી. દેસાઈ ને ઇશ્વરલાલ દેસાઈ ચૂંટાયા હતા.૧૭ ૧૯૪૬ ના અત-ભાગમાં ગણદેવીમાં યુવક સંમેલન થયું હતું તેમાં ઇંદુલાલ યાજ્ઞિકે હાળીપ્રથાની ભીષણતા અંગે તથા સાનાનીદુદ શા અંગે અંગુલિ-નિર્દેશ કર્યાં હતા. ગુજરાત યુવક પરિષદ પછી વિસનગરમાં ઉત્તર ગુજરાત યુવક પરિષદ ભરાઈ હતી. દિનકર મહેતા પ્રમુખ હતા. સ્વાગત પ્રમુખ ડૉ. સુમંત મહેતા હતા. ૧૮
પંચમહાલના દાહોદ તથા ગોધરામાં ૨૮-૮-૩૮ તથા ૧૧-૨-૩૮ ના રાજ કમળાશંકર પંડવા, સામાલાલ શિરોયા, રાશનઅલી વારા, યાહ્યાભાઈ લોખંડવાળા વગેરેએ યુવકમંડળની સ્થાપના કરી લશ્કરી ભરતીને વિરોધ તથા હિંદુ-મુસ્લિમ એકતા અંગે ઠરાવ કર્યાં હતા. ૨૩-૧-૩૯ ના રાજ કમળાશંકર પંડયાની આગેવાની નીચે પંચમહાલ વાકાંઠા યુવક પરિષદમાં યુવકો અને શહેરીઓની લુણાવાડામાં મળેલી સભામાં દેશી રાજ્યાની ઝારશાહી નીતિની ઝાટકણી કાઢવામાં આવી હતી અને લુણાવાડા પ્રજામંડળની સ્થાપના કરાઈ હતી. વિવિધ યુવકમ`ડળાની ર૯-૪-૩૯ ના રાજ ગોધરામાં મળેલી સ ંયુક્ત સભાએ દાહેાદમાં યુવકપરિષદ ભરવા ઠરાવ કર્યાં હતે.૧૯ અમરેલી રાણપુર વગેરે સ્થળોએ અભ્યાસવર્તુળની તથા ગ્રીષ્મવર્ગોની પ્રવૃત્તિ ઇંદુલાલ, દિનકર મહેતા તથા કમળાશંકર પડવા વગેરે કરી હતી.૨૦ છેટુભાઈ પુરાણી અને એમના સાથીઓ તથા સરદાર પૃથ્વીસિંહે ગ્રીષ્મ-વ્યાયામ વગની પ્રવૃત્તિ કરી હતી.
૧૯૪૨ ની ‘ભારત છેડો' ચળવળમાં યુવકોએ ભૂગભ'માં રહીને હિંસકઅહિંસક પ્રવૃત્તિ કરી હતી. જ્યંતી ઠાકોર, છેાટુભાઈ પુરાણી, ગુણવંતરાય પુરાહિત, ભરૂચના અને કરાડી-મટવાડના યુવકે એના આગેવાન હતા.
ગાંધીજીએ શાળા અને કૉલેજોના બહિષ્કાર કરવા ૧૯૨૧ ની અસહકારની ચળવળ દરમ્યાન જણાવ્યુ` હતુ`. એ દરમ્યાન સરધસ કાઢવાં, પત્રિકાઓ વહેંચવી, અને શાળા કૉલેજો બંધ કરાવવા જેવી પ્રવૃત્તિએ વિદ્યાથી એની વાનરસેનાએ હાથ ધરી હતી. અખાડા તથા પુસ્તકાલયની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાથી એમાં રાષ્ટ્રભાવનાના પ્રચાર થતા હતા. ગુજરાત કૅૉલેજના પ્રિન્સિપાલ ફ્રિલે શિરાઝની જોહુકમી સામે ઉમાશ કર, રાહિત મહેતા વગેરેએ ચળવળ ચલાવી હતી.૨૧ અમદાવાદનુ વિદ્યાથી’–મંડળ ‘પડકાર' નામનુ અઠવાડિક પ્રસિદ્ધ કરતું હતું, જેના સંચાલક જશવંત સુતરિયા હતા. સુરતમાં જશવંત ઠાકર વિદ્યાથી એમાં અભ્યાસપ્રવૃત્તિ ચલાવતા હતા અને સમાજવાદના પ્રચાર કરતા હતા. નલિની મહેતા આ પ્રવૃત્તિમાં રસ લેતાં હતાં. રાજકોટ રાજ્ય સામેની લડતમાં ભાવનગરના વિદ્યાથી –મ`ડળના