________________
આઝાદી પહેલાં અને પછી
પુરસ્કર્તા બન્યા અને ૧૯૩૦ પછી આ વિરોધની માત્રામાં ઉમેરે થયે.૪૩ ૧૯૩૦ માં ગોળમેજી પરિષદને કેંગ્રેસે વિરોધ કર્યો ત્યારે મહમદઅલી ઝીણાએ એને બિનશરતી ટેકો આપ્યો. બે કેમ વચ્ચે એકતા ન સધાય ત્યાંસુધી રાજકીય સત્તા હિંદને આપવામાં આગળ ન વધવાની બ્રિટિશ નીતિ અને કોંગ્રેસ અને વિનીત પક્ષની મુસ્લિમેની આળપંપાળ કરવાની નીતિને કારણે મુસ્લિમ કોમવાદને ઉત્તેજન મળ્યું અને વી જેવી સત્તા પ્રાપ્ત થઈ ૧૯૩૦ માં ઈકબાલ વગેરે નેતાઓએ અલાહાબાદની મુસ્લિમ લીગની મીટિંગમાં પાકિસ્તાનને ખ્યાલ રજૂ કર્યો૪૪ અને અંગ્રેજોની ‘ભાગલા પાડે અને રાજ્ય કરો'ની કુટિલ નીતિએ આમ કેમવાદના વિષવૃક્ષને જળ-સિંચન કર્યું. પરિણામે ભારતમાં અને ગુજરાતમાં ઠેરઠેર હુલ્લડ થયાં. ૧૯૩૭ માં કેંગ્રેસ પક્ષ જે પ્રાંતમાં સત્તારૂઢ થયે ત્યાં મુસ્લિમ લીગને સહભાગી ન બનાવતાં એણે છંછેડાઈને કેંગ્રેસ વિરોધી પ્રચાર જલદ બનાવ્યો અને હિંદુ-જુલ્મની બાંગ પિકારી ઇસ્લામ ખતરામાં છે એવો પ્રચાર કરી મુસ્લિમોને ઉશ્કેર્યા.૪૫
ગુજરાતમાં મુસ્લિમ લીગની અસર અમદાવાદ સુરત ભરુચ વડોદરા ખેડા અમરેલી ગોધરા દાહોદ જેવાં મુસ્લિમોની વસ્તીવાળાં શહેરમાં જ મુખ્યત્વે હતી, પણ અંગ્રેજ નોકરશાહીના ટેકાને લીધે એ અમદાવાદ વિજાપુર ભાવનગર વગેરે શહેરોમાં કોમી હુલ્લડો કરાવી શક્યા હતા. અમદાવાદમાં ૧૯૪૧ અને ૧૯૪૬માં કોમી હુલ્લડ થયેલ તેમાં મુસ્લિમોને ગોરી નોકરશાહીએ છૂટો દોર આગે હતે. એમ કહેવાય છે. ૧૯૪૬માં વસંત-રજબને ભોગ લેવાયેલ હતો. આઝાદી પૂર્વે વિજાપુરમાં કોમી તોફાનો થયાં હતાં અને ગામની બજાર બાળી નખાઈ હતી. સિદ્ધપુરમાં હિંદુ-મુસલમાને વચ્ચે છમકલાં અવારનવાર થતાં હતાં જૂનાગઢમાં નવાબી શાસન દરમ્યાન કોમવાદને છૂટો દોર મળ્યું હતું. પ્રભાસપાટણ ને વેરાવળમાં કેમી તે ફાન થયાં હતાં. ૧૯૪૨ની ચળવળ દરમ્યાન મુસ્લિમ પ્રાયઃ લડતમાં ભાગ લેવાથી અલગ રહ્યા હતા અને તેઓએ રાષ્ટ્રવિરોધી વલણ દાખવ્યું હતું.૪૭ અંતે ભાગલાને સ્વીકાર કરાતાં દેશને આઝાદી મળી અને મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવ્યું, પણ એ માટે ભારે રક્તપાત થયા અને હિંદુ-મુસ્લિમોને મેટા પાયા ઉપર સ્થળાંતર કરવું પડયું હતું. ગુજરાતમાં જૂનાગઢના શાસકોએ પાકિસ્તાન સાથે જોડાણ કરવા ઇચ્છા વ્યક્ત કરતાં આરઝી હકૂમતે લડત આપી જૂનાગઢને નવાબના શાસનમાંથી મુકત કર્યું હતું. હિંદુ મહાસભા
| હિદુ મહાસભાને જન્મ મુસ્લિમ કોમવાદી રાજકારણના પ્રત્યાઘાતરૂપે થયો હતો. એ ઉપરાંત હિંદુ ધર્મમાં પેસી ગયેલાં કેટલાંક અનિષ્ટને દૂર કરી