________________
નવા રાજકીય પક્ષ
હિંદુ સંસ્કૃતિનું જતન કરવાને પણ એને હેતુ હતું. ૧૯૦૭માં પંજાબમાં હિંદુએનાં હિતેની રક્ષા માટે હિંદુ પરિષદ શરૂ થઈ હતી અને અખિલ હિંદના ધરણે એનું સંગઠન કરવા ૧૯૧૦ પછી પ્રયાસ શરૂ થયા હતા ૧૯૫૫ માં એનું પ્રથમ અધિવેશન થયું હતું. ૧૯૨૩ માં હિંદુ મહાસભાની સ્થાપના થઈ હતી.
૧૯૩૦ પછી કોંગ્રેસે કોમવાદી પક્ષના સભ્ય થવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતે. ૧૯૩૮ માં વીર સાવરકર હિંદુ મહાસભાના પ્રમુખ થતાં મુસ્લિમ લીગ ઉપરાંત રાષ્ટ્રિય કોંગ્રેસ પણ એની ટીકાઓનું લક્ષ્ય બની હતી. એનું વલણ મોટે ભાગે મૂતિ પૂજા જ્ઞાતિવાદ બાળલગ્ન અને માંસાહારવિરોધી રહેવા ઉપરાંત હિંદુ ધર્મની અને સમાજની સુધારણા એ મુખ્ય ધ્યેય રહેલ છે. ૧૯૪૬ પછી એની રાજકીય પક્ષ તરીકે ગણના બ્રિટિશ સરકારે શરૂ કરી હતી. ગુજરાતમાં સિદ્ધપુર વિરમગામ અમરેલી જેવાં નાનાં શહેરમાં આ મહાસભાને કંઈક પ્રભાવ વરતાય છે.૪૦ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના પ્રણેતા ડે. હેડગેવાર આંધ્રના બ્રાહ્મણ હતા. એઓ થોડો વખત જર્મનીમાં રહ્યા હતા અને ત્યાંના લેકેની શિસ્તની એના ઉપર પ્રબળ અસર પડી હતી. એમના જેવા કેટલાક નેતાઓની પ્રેરણાથી હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવની ભાવના જગાવવા અને હિંદુ-મુસ્લિમેનાં રમખાણોને પ્રસંગે એમનું રક્ષણ કરવા આ સંસ્થા ૧૯૨૫ માં રચાઈ હતી.૪૮
હિંદુ મહાસભા સાથે શરૂઆતમાં એ સક્રિય રીતે જોડાઈ હતી. બંને સંસ્થાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ પ્રવતતે હતો. હિંદુ મહાસભાના સ્વયંસેવક દળ તરીકે પણ આ સંસ્થા કામ કરતી હતી. આમ છતાં બંને સંસ્થા વચ્ચે સંગઠન અંગે મૂળભૂત તાત્વિક ભેદ પ્રવતતે હતે. હિંદુ મહાસભાનું સંગઠન એસોસિએશન પ્રકારનું સુગ્રથિત ન હતું, જ્યારે રાષ્ટ્રિય સેવક સંઘના સભ્ય શિસ્ત વગેરે નિયમનું ચુસ્ત રીતે પાલન કરતા હતા. પાછળથી હિંદુ જતિના સંગઠન અને પુનર્જીવન અને હિંદુ સંસ્કૃતિના સંરક્ષણ માટેના રાષ્ટ્રિય પક્ષ તરીકે એને વિકાસ થયો હતો. ૧૯૩૦ થી હિંદુ મહાસભાએ રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કરેલ, જ્યારે આર. એસ. એસ. અલગ રહીને રાષ્ટ્ર અને વ્યકિતના ચારિત્ર્યનિર્માણનું અને હિંદુઓને આઝાદી માટે તૈયાર કરવાનું કાર્ય ઉપાડયું હતું.પ૦ ૧૯૪૦ માં ગોળવેલકરજીએ એમના સભ્યોને રાજકારણથી દૂર રહેવા જણાવ્યું હતું. ૧૯૪૨ની ચળવળ વખતે કોંગ્રેસી નેતાએ જેલમાં હતા અને મુસ્લિમ લીગ