________________
નવા રાજકીય પક્ષ
પક્ષી આગેવાને વજુભાઈ શુક્લ અને ઈસ્માઈલ હિરાણીએ સક્રિય રસ લીધે હતે. ભાવનગરમાં યુદ્ધની જાહેરાત બાદ સરદાર પૃથ્વીસિંહની ભાવનગરમાંથી ધરપકડ થઈ હતી. દિનકર મહેતાએ શ્રમજીવીમાગ” નામની સામ્યવાદના સિદ્ધાંત સમજાવતી પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. સામ્યવાદી પક્ષ રશિયા ઉપર હિટલરે હુમલો કર્યો નહિ ત્યાંસુધી સામુદાયિક સત્યાગ્રહ અંગે ઝુંબેશ ચલાવતે હતા.
૧૯૪રમાં બ્રિટન અમેરિકા અને સામ્યવાદીઓ વચ્ચે ફેસિઝમ અને નાઝિઝમ વિરુદ્ધ સંયુક્ત મરચો રચાતાં કોમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલનું વિસર્જન થયું. સામ્યવાદી પક્ષ બ્રિટનવિધી મટી એને તરફેણ કરનાર પક્ષ બન્યા હતા અને યુદ્ધને જનતાયુદ્ધ તરીકે એ ખપાવતું હતું. આ નીતિને કારણે સામ્યવાદીઓ અપ્રિય થઈ પડ્યા હતા.૪૦ ૧૯૪૩ ની શરૂઆતમાં ગુજરાતમાં સામ્યવાદી પક્ષનું અસ્તિત્વ વડોદરા અમદાવાદ જેવાં શહેર પૂરતું મર્યાદિત થઈ ગયું. સામ્યવાદીઓ-સમાજવાદીઓને સાંસ્કૃતિક ફાળે
રાજકીય દષ્ટિએ સામ્યવાદીઓ લોકેથી અળગા થયા હતા, પણ એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલુ હતી. ૧૯૩૬ ના ઓકટોબર પછી “નવી દુનિયા કાર્યાલય' નામની પ્રકાશનસંસ્થા શરૂ કરી હતી. સમાજવાદી પક્ષમાં ભંગાણ પડયું એ પહેલાં ૧૯૩૯ માં પ્રગતિશીલ લેખક મંડળની સ્થાપના હિંદના અને ગુજરાતના ધોરણે કરાઈ હતી. ગુજરાતમાંથી ઉમાશંકર જોશી, સુન્દરમ, જયંતી લાલ, ધનવંત ઓઝા, ચંદ્રભાઈ ભટ્ટ, ભોગીલાલ ગાંધી વગેરે એમાં જોડાયા હતા. કાકાસાહેબ કાલેલકર જેવાને પણ સાથ એમને મળ્યા હતા. ૧૯૪૩ પછી અખિલ હિંદ તથા અમદાવાદના ધોરણે “લેકનાટય સંઘ'ની પ્રવૃત્તિ શરૂ કરાઈ હતી. જશવંત ઠાકર, દીના ગાંધી, નલિની, કૈલાસ પંડયા વગેરે લેકનાટય સંધનાં કાર્યકર્તા હતાં. લોકનાટય સંઘનાં નાટકોએ નવી ભાત પાડી હતી. અખિલ હિંદ લેકનાટય સંઘની પરિષદ ૧૯૪૬ માં અમદાવાદમાં મળી હતી.૪૧ મુસ્લિમ લીગ
૧૯૬૦ માં મુસ્લિમ લીગને જન્મ થયે હતે.૪૨ બંગાળના ભાગલા લોડ કઝને પાડવા એમાં પણ હિંદુ-મુસ્લિમને લડાવવાની નીતિ હતી. ૧૨૬ થી મહમદઅલી ઝીણાને ભારતના રાજકારણમાં ઉદય થયે. શરૂઆતમાં એમણે સહકારભર્યું વલણ દાખવી અંગ્રેજો સામેની લડતમાં બંધારણીય રીતે ભાગ લીધે, પણ ગાંધીજીની સવિનય ભંગની અસહકારની ચળવળની નીતિ એને પસંદ ન હતી અને એ ધીમે ધીમે મુસ્લિમ-હિંદુ એક્તાના પ્રતીક મટી જઈને કેમવાદના