________________
૩૦
બ્રિટિશ કહ
સસ્કૃત
કૃતિ
આ સમયની સ ંસ્કૃતમાં રચાયેલી ઇતિહાસેાપયેાગી માહિતીવાળી ઉપલબ્ધ નહિવત્ છે. એમાં ગુજરાતના કવિશ્રી શંકરલાલ મહેશ્વર(ઈ. સ. ૧૮૪૪-૧૯૧૬)ની રાવનીવિલ્ટાસમ્ કૃતિ નેધપાત્ર છે.૯૬ આ મહ!કાવ્યમાં જાડેજા રાજાઓના રિતનું આલેખન કરેલુ છે. કવિને શીઘ્ર કવિનું બિરુદ આપનાર મહારાજા રાવજીરાવ પ્રાયઃ મેારખીના જાડેજા વશના રવેાજી ૨ જા (ઈ.સ. ૧૮૪૬-ઈ.સ ૧૮૭૦) છે. આ પરથી કૃતિમાં જેમનુ ચરિત આલેખાયુ છે તે જાડેન રાજાએ મારખીના ઢાવા જોઈએ.૯૭
ગુજરાતી
આ કાલના ગુજરાતી ભાષામાં રચાયેલ અતિહાસિક સાહિત્યમાં કવીશ્વર દલપતરામ(ઈ.સ. ૧૮૨૦ થી ૧૮૯૮)ની કૃતિએ નોંધપાત્ર છે. એ કૃતિના વિષય મુખ્યત્વે લોકહિત, સામાજિક માન્યતાએ, સમાજસુધારા અને યંત્રવિજ્ઞાનની દેશ પર પડેલી અસરાને લગતા છે. અમદાવાદની ગુજરાત વર્નાકયુલર સાસાયટીના સ્થાપક અને કવિના પરમ સ્નેહી ઍલેકઝાંડર કિન્લાક ફોર્બ્સને મુખ્ય પાત્ર તરીકે કેંદ્રમાં રાખીતે રચાયેલા ફાસ-વિલાસ(૧૨ અંક)'માં તત્કાલીન સામાજિક માન્યતા અને સાહિત્યિક પ્રવાહ વિશેનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે.૯૮
કવિ દલપતરામનુ' ‘ક્રૂા’સવિરહ'૯૯ કાવ્ય એ શાકપ્રશસ્તિકાવ્ય છે. એમાં અમદાવાદ સુરત મહીકાંઠા અને કાઠિયાવાડમાં અમલદાર તરીકે સેવા આપનાર મિત્ર ફોર્બ્સના મૃત્યુથી અત્યંત દુઃખી થયેલા કવિએ અહીં મિત્રના ગુણ્ણાની પ્રશસ્તિ કરી છે. ફ્રૉબ્સ જેવા પરોપકારી અને દેશના લેાકેાનું હિત ચાહનાર અ ંગ્રેજ અમલદારાની કીર્તિ આ દેશમાં અમર રહેશે એવા વિના સદ્દેશ છે.
',
મનઃસુખરામ ત્રિપાઠીએ સ્વા" અને કામના વિના કલ્યાણ કરનાર ફોર્બ્સના જીવનનું ચરિત્ર ઈ.સ. ૧૮૬૯માં લખ્યું, 'વિજયવિનેદ૧૦૦ કાવ્યમાં દલપતરામે ભાવનગરના રાજા વિજયસિ’હ(ગુહિલ રાજા વજેસિંહજી-ઈ.સ. ૧૮૧૬ થી ૧૮૫૨)ની સભાને સંવાદ કમ્પ્યા છે. એમાંથી તત્કાલીન જમાનામાં રાજદરબારમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસી હતી અને પરિચય મળે છે. એ ઉપરાંત પીલ સાહેબ, જે આ સમય દરમ્યાન કાઠિયાવાડમાં પાલિટિકલ એજન્ટ હતા, તેમના પણ ઉલ્લેખ કરેલા છે; કાવ્યના અંતે ચારણી કવિતામાં ધ્રોળના જાડેજા હરધેાળજી ૧ લા(ઈ.સ. ૧૫૩૯થી ૧૫૫૦)થી માંડી દેાલતસિંહજી (ઈ.સ. ૧૯૧૪ થી ૧૯૩૯) સુધીના રાજાઓની નામાવલિ ગણાવી છે.