________________
સાધન-સામગ્રી
ઈ. સ. ૧૮૬૮ના જાન્યુઆરીની ૧૬મી તારીખે ઈડરના રાઠોડ રાજા જુવાનસિંહજી(ઈ. સ. ૧૮૫૫-૧૮૬૮)ને સરકારે “સ્ટાર ઑફ ઈન્ડિયા”ઈલકાબ આપે તે સમયે રાજાની પ્રશસ્તિરૂપે “ઈડરના મહારાજા જુવાનસિંહ વિષે’૧૦૧ એ કાવ્યની રચના કવિ દલપતરામે કરી. લીંબડીને ઝાલાવંશી રાણું જશવંતસિંહજી(ઈ. સ. ૧૮૬૨-૧૯૦૮)એ સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૩-૭૪)માં કચ્છના જાડેજા કુળની બે કન્યાઓ સાથે લગ્ન કર્યું તે સમયે દલપતરામે “મહારાણું જશવંતસિંહજી વિષે૧૦૨ કવિત રચ્યું. સન ૧૮૮૪ને ડિસેમ્બરમાં ગવર્નર જનરલ રિપન સાહેબ અમદાવાદમાં આવ્યા એ વિશે પણ એમણે કવિતા રચી છે.૧૦૩ હિન્દુસ્તાન પર હુન્નરખાનની ચઢાઈ૧૦૪ કાવ્યમાં કવિએ બ્રિટિશ સંપર્કના પરિણામે અવતરી રહેલા યંત્રવિજ્ઞાનના પરિણામે આવનારી આબાદીની સાથે કારીગરીને પહેચેલી હાનિનું પણ વર્ણન કરેલું છે.
આ ઉપરાંત દલપતરામની ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓ' એ કૃતિ છેક ૧૯૩૩ માં પ્રસિદ્ધ થઈ હેવા છતાં એમાંથી ઈડર રાજ્યના રાઠોડ રાજાઓને તેમજ ભાવનગરના હિલ રાજાઓને સમકાલીન વૃત્તાંત જાણવા મળે છે.
ઈ. સ. ૧૮૫૯ માં બેટ દ્વારકામાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા અને ત્યાં મંદિરે લૂટ્યાં એ સમાચાર જાણી કવિ નર્મદે “સ્વતંત્રતા કાવ્ય રચ્યું. એમાં બ્રિટિશ અમલની ભારત પરત્વેની ફરજો વિશે નર્મદની મુખ્ય મુખ્ય અપેક્ષાઓ અહીં શબ્દબદ્ધ થયેલી છે. આ અપેક્ષાઓ બેટ દ્વારકા પરના અંગ્રેજોના હુમલાના પ્રસંગમાં ફલિતાર્થ થઈ નથી એવું સૂચિત કરેલું છે. ૧૦૫ આ ઉપરાંત કવિ નર્મદે ઈ. સ. ૧૮૬૪ માં રચેલા “હિન્દુઓની પડતી' નામના કાવ્યમાંથી રૂઢિ અને વહેમનું જડમૂળમાંથી ખંડન જેવા સમાજસુધારણને લગતા વિષયેની સાથે કેટલીક એતિહાસિક ઘટનાઓ વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે.૧૦
આ સમય દરમ્યાન દેશી રાજાઓની પ્રશસ્તિને લગતાં બીજાં ઘણાં કાવ્ય રચાયાં છે. જામનગરના રાજા વિભાજીની આજ્ઞાથી એમને ચારણ કવિ વજમાલ પરબતજી મહેડુએ જામવંશનો કમબદ્ધ ઇતિહાસ ચારણું કવિતામાં વિ. સં. ૧૯૩૧ સુધીને તૈયાર કર્યો તે “વીભા-વિલાસ' નામથી ઈ. સ. ૧૮૯૩ માં પ્રકાશિત થશે. એમાં જામનગરના રાજવંશ વિશે વિપુલ માહિતી મળે છે. કવિ શિવલાલ ધનેશ્વરે (ઈ. સ. ૧૮૫૦-૧૮૯૯) “કચછ ભૂપતિવિવાહવર્ણન” ઈ. સ. ૧૮૮૮ માં રચ્યું, જેમાં કચ્છના જાડેજા મહારાણ ખેંગારજી ૩ (ઈ. સ. ૧૮૭૬-૧૯૪૨)ના વિવાહપ્રસંગને વિગતવાર ઇતિહાસ આલેખે છે. કાવ્ય પ્રાસંગિક અને વ્યક્તિ