________________
સાધન-સામગ્રી
વચ્ચેને સંઘર્ષ આબેહૂબ નજરે પડે છે. તળ-ગુજરાતનાં કેટલાંક વર્તમાનપત્ર પણ પારસીઓએ કાઢેલાં તે સામાન્ય કક્ષાનાં હતાં, પરંતુ હવે ઉચ્ચ ધેરણનાં વર્તમાનપત્ર તથા સાહિત્યિક પ્રકારનાં સામયિક પણ વિકસ્યાં હતાં. અન્ય સામયિકમાં જેને ને લગતાં તથા વિજ્ઞાન અને વૈદકને લગતાં સામયિક શરૂ થયાં હતાં.૯૧
૨૦મી સદીના આરંભમાં ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ઘટી, પણ નીવડેલાં વર્તમાનપત્રને ફેલાવો વધતે ગયે. એમાં અમદાવાદનું ગુજરાતી પંચ', મુંબઈનું “સાંજ વર્તમાન', અમદાવાદનાં “સુંદરી સુબોધ” તથા “વસંત', અને મુંબઈનું હિન્દુસ્તાન તથા “સાહિત્ય” નેધપાત્ર છે. આ ગાળામાં ગુર્જર-બ્રાહ્મણ તપોધન ટળક દશાલાડ પટેલ મોઢ વહેરા વગેરે જ્ઞાતિઓ તથા કામોને લગતાં સામયિક પણ નીકળ્યાં. અમદાવાદમાંથી ભારત ફિવાવર નામે એક સંસ્કૃત-ગુજરાતી માસિક પણ નીકળતું. ૧૯૧૩–૧૪ માં ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૧૯ ની હતી, તેમાં ગુજરાતી “સાંજ વર્તમાન” “જામે જમશેદ' મુંબઈ સમાચાર” અને “પારસીને ફેલાવે સાર હતા.૩
ગુજરાતના વર્તમાનપત્રોમાં. બધાં જઅગ્રગણ્ય વર્તમાનપત્ર ગુજરાતી ભાષાનાં છે. ઇતર ભાષાઓમાં બહાર પડ્યાં હોય તે સંખ્યામાં જૂજ અને અસરમાં નવાં હતાં. કેટલાંક વર્તમાનપત્ર અંગ્રેજી નામ ધરાવતાં, છતાં એ ગુજરાતી ભાષામાં જ હતાં. ૯૪ સામયિકોમાં ઘણું માસિક હતાં, ડાંક ત્રિમાસિક, કેઈ સામયિક વેદક ધર્મ સાહિત્ય શિક્ષણ હાસ્ય સ્ત્રી જ્ઞાતિ ઈત્યાદિ અમુક વિષયોને લગતાં હતાં; ઘણાં સમસ્ત સમાજને રસ પડે તેવાં સામાન્ય વિષયનાં હતાં. કોઈ હિંદી સંસ્કૃત અંગ્રેજી-ગુજરાતી સંસ્કૃત-અંગ્રેજી કે સંસ્કૃત-ગુજરાતીમાંય નીકળતાં. ૧૯૧૪માં મુંબઈ ગુજરાત અને કરાંચીમાં એકદરે લગભગ ૪૩ જેટલાં ગુજરાતી સામયિક નીકળતાં હતાં.૯૫
આ બધાં ગુજરાતી વર્તમાનપત્રો તથા સામયિકને તે તે સમયના રાજકીય સામાજિક આર્થિક ધાર્મિક અને સાહિત્યિક ઇતિહાસના સાધન તરીકે અભ્યાસ કરવામાં આવે તે એ પરથી એને લગતી ઠીક ઠીક માહિતી પ્રાપ્ત થાય એમ છે.
૮. ઇતિહાસપોગી સાહિત્ય ઈ.સ. ૧૮૧૮ થી ઈ.સ. ૧૯૧૪ દરમ્યાન ગુજરાતના ઇતિહાસ-આલેખન માટેની જે સાધન-સામગ્રી ઉપલબ્ધ છે તેમાં અતિહાસિક ઘટનાઓને પ્રસ્તુત કરતાં ઉપલબ્ધ સાહિત્યિક સાધનોમાં સંસ્કૃત સાહિત્યની કૃતિઓનું પ્રમાણ થોડુંક અને ગુજરાતી સાહિત્યની કૃતિઓનું પ્રમાણ વિશેષ છે.