________________
બ્રિટિશ કાલે
૧૮૫૧થી ૧૮૮૦ગ્ન ગાળા દરમ્યાન અમદાવાદમાં અમદાવાદ સમાચાર' અને ગુજરાત શાળાપત્ર, ખેડામાં ખેડા વર્તમાન', સુરતમાં સુરત સમાચાર' “જ્ઞાનદીપક “સત્યોદય વિદ્યાવિલાસ ડાંડિયો' ગુજરાત મિત્ર' દેશીમિત્ર” અને સ્વતંત્રતા”, ભરૂચમાં “ભરૂચ વર્તમાન’, જૂનાગઢમાં સૌરાષ્ટ્ર દર્પણ' અને રાજકોટમાં કાઠિયાવાડ સમાચાર' તથા વિજ્ઞાન વિલાસ' જેવાં વર્તમાનપત્ર તથા સામયિક નીકળ્યાં. મુંબઈમાં
બુદ્ધિવર્ધક “આર્યમિત્ર' અને “જ્ઞાનવર્ધક' જેવાં તેમજ “અખબારે સેદાગર' “સતીએ મીતર” (“સત્યમિત્ર') અને પારસી પંચ' જેવાં નવાં વર્તમાનપત્ર–સામયિક નીકળ્યાં. ૧૮૭૧-૭૨ માં મુંબઈમાંથી ૧૩, ગુજરાતમાંથી ૧૨ અને કરાંચીમાંથી ૧ મળી કુલ ૨૬ ગુજરાતી વર્તમાનપત્ર નીકળતાં હતાં.૮૯ એ પૈકી “ખેડા વર્તમાન' ત્યારે ત્યાંની પ્રજાને દેશ-વિદેશના સમાચાર મેળવવામાં ઉપયોગી થતું; એ આપણને હાલના ખેડા જિલ્લાના એ સમયના સમાચાર જાણવા માટે પણ ઉપયોગી નીવડે છે. “ડાંડિયે” એ સમયના ગુજરાતના સામાજિક-રાજકીય પ્રશ્નો અંગે વિપુલ માહિતી પૂરી પાડે છે. ગુજરાત મિત્ર' પ્રજાના હક માટે લડતું ને દેશી રાજાઓની જાહેર ટીકા કરતું, દેશમિત્ર' ગંભીર બનાવાય રમૂજી શૈલીમાં રજૂ કરતું ને કટાક્ષ દ્વારા પ્રજાની સુધારક પ્રવૃતિઓને ટકે આપતું. “સ્વતંત્રતા' માસિકે વર્તમાનપત્રના અધિકાર માટે ચલાવેલી ઝુંબેશ ધપાત્ર છે.
૧૮૮૧ થી ૧૯૦૦ ની વીસી દરમ્યાન તળ-ગુજરાતમાં “સુદર્શન' “ગુજરાત ગેઝેટ' “જ્ઞાનસુધા“ભરૂચમિત્ર” “ગુજરાત દર્પણ” કાઠિયાવાડ ટાઈમ્સ' “મહાકાલ બે ઘડી મેજ' “સયાછવિજય “જ્ઞાનસુધા' “નવસારી પ્રકાશ” અને “પ્રજાબંધુ' જેવાં વર્તમાનપત્ર-સામયિક નીકળ્યાં હતાં. વડોદરામાં “વવા વત્સસ્ટ' નામે મરાઠી અને વડોદરા વત્સલ” નામે ગુજરાતી સાપ્તાહિક નીકળેલું. એ બંધ પડયા બાદ સયાજી વિજય’ મરાઠીમાં અને ગુજરાતમાં નીકળતું ને આગળ જતાં એ આખું ગુજરાતીમાં નીકળતું થયેલું. સુરતમાં ગુજરાતી દર્પણ” સુધરાઈ અને લોકલ બેડના કામકાજને વિગતવાર અહેવાલ આપતું. આગળ જતાં એ “ગુજરાત મિત્ર'માં ભળી ગયું. અમદાવાદમાં “હિતેચ્છું” પ્રજાના પ્રશ્નોની છણાવટ કરવામાં મે ખરે હતું. ૧૮૯૮ માં નીકળેલા “પ્રજાબંધુ'એ મુંબઈના “ગુજરાતીની જેમ વિવિધ ક્ષેત્રોમાં પ્રજાની સંગીન સેવા સાધી.
૧૯મી સદીના અંતભાગમાં ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૪૦ ની હતી. એમાંનાં ઘણાં સાપ્તાહિક કે અર્ધસાપ્તાહિક હતાં. થોડાં વર્તમાનપત્ર દૈનિક હતાં તે મુંબઈનાં હતાં. મુંબઈનાં પારસી વર્તમાનપત્રમાં “સત્યમિત્ર' અને “કસરે હિન્દી કપ્રિય હતાં. એમાં પારસી સમાજમાં પ્રવર્તતાં જુનવટ અને સુધારા