________________
સાધન-સામગ્રી
of India શરૂ થયું, જે સરકારમાં તથા અમલદારોમાં માનીતું બન્યું. આ કાલખંડના અંતે એ ઉપરાંત The Bomaby Gazette અને Advocate of India ચાલુ હતાં ને The Bombay Chronicle શરૂ થયું હતું. ૧૯૦૧ થી The Illustrated Weekly of India પણ પ્રકાશિત થતું. વિવિધ વૃત્તના પ્રકાશનમાં તથા વિવેચનમાં આ અંગ્રેજી વર્તમાનપત્રો તથા સામયિકોએ ઘણી પ્રગતિ સાધી હાઈ ઇતિહાસના સમકાલીન સાધન તરીકે હવે એ વધુ ઉપયોગિતા ધરાવે છે.
૧૮૮૦ માં શ્રી ઈરછારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપણું નીચે મુંબઈમાં ગુજરાતી' નામે સાપ્તાહિક નીકળ્યું ત્યારે ગુજરાતી પત્રકારત્વને નવો તબક્કો શરૂ થયું. એમાં રાજકીય તથા સામાજિક એ બંને પ્રકારના વિષય હિંદુ વગેરે સર્વ કામોને લક્ષમાં રાખી શુદ્ધ ભાષામાં ચર્ચાતા. ભાષાશુદ્ધિ માટે પોતાનું મુદ્રણાલય કાઢી બધા જોડાક્ષરોના ટાઈપ વસાવવામાં આવ્યા હતા. ૧૮૮૫ માં કોંગ્રેસ સ્થપાતાં “ગુજરાતી એને સક્રિય સાથ આપવા લાગ્યું હતું. એ સમયે અગ્રગણ્ય ગુજરાતી વર્તમાનપત્રોમાં અંગ્રેજી વિભાગ અપાતે ને એમાંનાં કેટલાંકમાં તંત્રી–ોંધ અંગ્રેજીમાં અપાતી, જેથી અંગ્રેજ તથા બિન-ગુજરાતી ભારતીય અમલદારો એમાં દર્શાવેલાં વૃત્તો તથા વિચારોથી વાકેફ થાય. “ગુજરાતી'નું પહેલું પાનું અંગ્રેજીમાં અપાતું, પછી ગુજરાતીમાં તાજા સમાચાર, અગ્રલેખ, ચાલુ વાર્તા, રમૂજી વિભાગ, વિશિષ્ટ લેખે, ચર્ચાપત્ર, વીણેલા વર્તમાન અને સામાન્ય સમા ચાર–આવે એને વિવિધરંગી ઘાટ ઘડાયે. વળી એની ભાષા શુદ્ધ છતાં સાદી સરળ અને સંબંધ રખાતી. ગુજરાતીના આ ઘાટની તથા એની ભાષા અને શિલીની અસર અન્ય સાપ્તાહિક વર્તમાનપત્રો પર પડી.૮૮ હવે પછીનાં વર્તમાનપત્ર તથા સામયિકોમાંથી રાજકીય સામાજિક સાહિત્યિક વગેરે અનેક પ્રકારની સમકાલીન માહિતી સાંપડે છે.
દરમ્યાન તળ-ગુજરાતમાં કેટલાંક વર્તમાનપત્ર તથા સામયિક નીકળ્યાં, જેમાંથી એ કાલના ગુજરાત વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)એ ૧૮૪૯ માં શરૂ કરેલું “વરતમાન” (“વર્તમાન) સાપ્તાહિક અને એના પ્રતીકારરૂપે શરૂ થયેલું “શમશેર બહાદુર’ વિરુદ્ધ હિતા વચ્ચેનો સંઘર્ષ પ્રતિબિંબિત કરે છે. ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ ૧૮૫૫ માં પિતાને હસ્તક લીધેલું બુદ્ધિપ્રકાશ' માસિક આ સમસ્ત કાલખંડની સામાજિક ધાર્મિક આર્થિક શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઠીક ઠીક માહિતી પૂરી પાડે છે.