________________
બ્રિટિશ કાય
વહીવટી કેંદ્ર મુંબઈમાં હતું. ત્યારે ત્યાં The Bombay Courier અને The Bombay Gazette જેવાં અંગ્રેજી વર્તમાનપત્ર નીકળતાં હતા. જેમાં મુખ્ય સમાચાર મુંબઈના અને થડા સમાચાર ગુજરાત મહારાષ્ટ્ર વગેરે પ્રદેશનો પણ આપવામાં આવતા હતા. આથી ગુજરાતના ઇતિહાસના આ કાલખંડની કેટલીક માહિતી મુંબઈના એ અંગ્રેજી વર્તમાનપત્રમાંથી મળે છે. ગુજરાતી મુદ્રણકલા તથા ગુજરાતી પત્રકારત્વના આરંભિક ઇતિહાસને કેટલાક વૃત્તાંત પણ એમાંથી જાણવા મળે છે.
૧૮૨૨ માં મુંબઈમાં શ્રી મુમબઈનાં સમાચાર' (હાલનું “મુંબઈ સમાચાર”) નામે પહેલું ગુજરાતી વર્તમાનપત્ર નીકળ્યું ત્યારથી ૧૮૫૦ સુધીમાં ત્યાં કુલ પાંચ ગુજરાતી વર્તમાનપત્ર બહાર પડતાં હતાં, જેમાં જામે જમશેદી પણ જાણીતું છે. આ બધાં પારસી માલિકીનાં હતાં. એમાં મુખ્ય સમાચાર મુંબઈનાં વેપાર વહીવટ આબોહવા વગેરેના તેમજ પારસી સમાજનાં જન્મ લગ્ન મરણ વગેરેના અપાતા, ઉપરાંત ગુજરાત કલકત્તા યુરેપ વગેરે દેશદેશાવરના મહત્વના સમાચાર પણ અપાતા. એનાં લખાણ પારસી શૈલીમાં લખાતાં ને એના તંત્રીઓ જુનવાણી વિચારસરણીની હિમાયત કરતા. ૧૮૫૦ પછી “રાસ્તા ગોફતાર' (સત્યવક્તા), અને સ્ત્રીબેધ' જેવાં વર્તમાનપત્ર નીકળ્યાં તેમાં સુધારક વિચારસરણીની હિમાયત કરવામાં આવી. રાસ્તા ગાતારમાં રાજકીય વિષયની પણ ચર્ચા કરવામાં આવતી.
શ્રી કરશનદાસ મૂળજીનું “સત્યપ્રકાશ” વૈષ્ણવ મહારાજેની જુનવાણી દૃષ્ટિ સામે નીડરતાથી ઝઝૂમ્યું ને અદાલતના મુકદ્દમાની કપરી કસેટીમાં પાર ઊતરી વધુ લોકપ્રિય થયું. એની ભાષા પણ પારસી વર્તમાનપત્રોની ભાષા જેવી હતી. મુંબઈના આ ગુજરાતી વર્તમાનપત્ર પહેલેથી ટાઈપમાં છપાતાં, પરંતુ એ ગુજરાતી ટાઈપમાં જોડાક્ષર જૂજ હોવાથી ઘણું જોડાક્ષર છૂટા પાડીને છાપવા પડતા. આ સમયની ભાષાશૈલી અને વિચારસરણીના નમૂના તરીકે “સત્યપ્રકાશમાંથી એક વાક્ય લઈએઃ હમો જદુનાથજી મહારાજને પૂછીએ છ કે કહા વેદમાં, કહા પુરાણમાં, કહા શાસ્ત્રમાં અને કહી સમૃતીમાં લખીઉં છ કે માહારાજને અથવા ધરમગુરુને પિતાની પરણેલી સ્ત્રી ભોગવે આ પહેલાં સોંપવી ?
૧૮૫૧ થી ૧૮૭૫ ની પચીસી દરમ્યાન મુંબઈમાં બીજાં અનેક વર્તમાનપત્ર નીકળ્યાં હતાં તેમાંનાં ઘણું પત્ર પણ થોડાં થોડાં વર્ષ ચાલી બંધ પડી ગયાં હતાં, અંગ્રેજીમાં ૧૮૩૮ માં The Bombay Times અને હવે The Bombay Gardian અને The Bombay Standard જેવાં વર્તમાનપત્ર ઉમેરાયાં હતાં. કેટલાંક ચાલુ અંગ્રેજી વર્તમાનપત્રોના સંયોજનથી ૧૮૬૧ માં ત્યાં The Times