________________
‘ચિત્ર નુત્ય નાટય અને સંગીત રંગભૂમિના ઈતિહાસનું એક સેંધાયેલ ઉદાહરણ આપું. ભાવનગરમાં દેશી નાટક સમાજ લઈને શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી નાટકો ભજવવા ગયા હતા. કોઈ આકસ્મિક કારણસર માંડવામાં આગ લાગી, નાટક કંપનીને બધે સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, કમ્પનીના માલિક શ્રી ડાહ્યાભાઈ ઘણું હતાશ થઈ ગયા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ડાહ્યાભાઈનાં નાટકોના અનન્ય ચાહક અને પ્રશંસક હતા. એમણે ડાહ્યાભાઈની કમ્પનીને બેઠી કરવા મોટી રકમ ઉદાર ભાવે આપી. પરિણામે દેશી નાટક સમાજ જીવંત બને. રંગમંચની ઉપરની ઝાલર ઉપર લખવામાં આવતું “સેનાનાસખેલ સમશેર બહાદુર મહારાજા સયાજીરાવ ગાયકવાડ આશ્રિત.” નાટકમંડળીઓ
આપણે જોયું કે ગુજરાતી રંગભૂમિની શરૂઆતની કારકિર્દી માં પારસીઓએ બેંધપાત્ર પ્રદાન કર્યું છે. મુંબઈમાં ઈ.સ. ૧૮૫૩ માં પારસી નાટક મંડળીની સ્થાપનામાં દાદાભાઈ નવરોજી, ખુરશેદજી નશરવાની કામા, ધનજીભાઈ નસરવાનજી કામાં, અરદેશર ફરામજી મુસ, સોરાબશાહ ફરામજી મુસ, જહાંગીરજી બરજોરજી વાચ્છા, ડોકટર ભાઉ દાજી વગેરે અગ્રગણ્ય નાગરિકે હતા. ઈ.સ. ૧૮૬૧ માં કુંવરજી સોરાબજી નાઝરે એલ્ફિન્સ્ટન ડ્રામેટિક કલબની સ્થાપના કરી. ડે. ધનજી ભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ મંડળમાં મુંબઈના પારસી જજે, બૅરિસ્ટર, ઈન્કમટેકસ કલેકટર, ડિરેકટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશન વગેરે હતા. ૧૪ એમણે મુંબઈમાં બેરીબંદર સ્ટેશન પાસે જગ્યા મેળવી “ગેઈટી” થિયેટર બંધાવ્યું હતું. શરૂઆતમાં એમાં અંગ્રેજી નાટકોના અનુવાદ ગુજરાતીમાં કરી ભજવાતા હતા. “અલાદીન અને જાદુઈ ફાનસ” તથા “ઈન્કસભા” નાટકમાં ઘણી યાંત્રિક કરામત રજૂ કરીને પ્રેક્ષકોને આંજી દીધા હતા. એ પછી દાદાભાઈ રતનજી યૂથીએ નાટક મંડળી સ્થાપી હતી, જે કલકત્તામાં ગુજરાતી અને ઉર્દૂ નાટકે રજૂ કરતી હતી. આ સમયગાળામાં મુંબઈમાં સ્થાપવામાં આવેલ એલ્ફિન્સ્ટનિયન મંડળ અને ટુડન્ટ એમેચ્યોર કલબ દ્વારા અંગ્રેજીમાં શેકસપિયરનાં નાટક રજૂ કરવામાં આવતાં હતાં. ઈ.સ. ૧૮૫૩ થી ૧૮૬૦ના ગાળામાં ૨૦ થી ૨૫ જેટલી ગુજરાતી નાટક મંડળી અસ્તિત્વમાં આવી, જેના માલિક પારસી હતા. આવા માલિકોમાં દાદાભાઈ રતનજી થૂથી, સોરાબજી ઓગરા, કાવસજી ખટાઉ,ખુરશેદજી બાલીવાલા વગેરે મુખ્ય હતા. આ પછી આર્ય સુબોધ નાટક મંડળી, મરબી આર્ય સુબોધ નાટક મંડળી, વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક મંડળ, મુંબઈ ગુજરાતી નાટક મંડળી, સુબેધ ગુજરાતી નાટક મંડળી, વાંકાનેર