________________
પ૪૮
બ્રિટિશ કા વિદ્યાવર્ધક નાટક મંડળી, શ્રી અમદાવાદ ગુજરાતી નાટક મંડળી, શ્રી દેશી નાટક સમાજ, શ્રી રાજનગર નાટક સમાજ, શ્રી આર્યનૈતિક નાટક સમાજ વગેરે પ્રચારમાં આવી. ઈ.સ. ૧૮૬૦ થી ઈ.સ. ૧૯૧૪ સુધીના ગાળામાં ગુજરાd -સૌરાષ્ટ્રમાં લગભગ સવા બસે જેટલી નાટક મંડળી હતી, જે મોટાં નગરોમાં પૌરાણિક એતિહાસિક અને સામાજિક નાટક ભજવીને પ્રજાનું મનોરંજન દ્વારા સંસ્કાર-સિંચન કરતી હતી, આ નાટક મંડળીઓને વ્યવસાયી કે ધંધાદારી ઠેરવીને એઓનું મૂલ્યાંકન ગુજરાતની રંગભૂમિના ઈતિહાસમાં ઓછું આંકવું એ વાત બરાબર નથી. શરૂઆતમાં આ નાટક મંડળીઓના માલિકેના રંગભૂમિ અંગેના ખ્યાલ ઘણા ઉચ્ચ અને આદર્શવાદી હતા. એમની નાટક મંડળીમાં દાખલ થનાર નટની ઘણી કાળજી લેવાતી. નટોને અભિનય નૃત્ય અને સંગીતની પદ્ધતિસરની તાલીમ. આપવામાં આવતી. એમની તંદુરસ્તીની પણ ઘણી કાળજી લેવાતી. મંડળીઓમાં નટને કેવી તાલીમ આપવામાં આવતી હતી એની વિગતો શ્રી જયશંકર સુંદરીએ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨ મા વિલેપારલે અધિવેશન વખતે કલાવિભાગના પ્રમુખ તરીકેના ભાષણમાં આપી છે. આ ઉપરાંત એમની આત્મકથા “ડાંક આંસુ : થેડાંક ફૂલ”માં પણ વિગત આપી છે. શ્રી અમૃત જાનીએ પોતાના “અભિનયપંથે” માં પણ વિગત આપી છે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટે પિતાની આત્મકથા “સ્મરણમજરી”માં પણ આ અંગે કેટલીક રસિક વિગતો નોંધી છે. શ્રી પ્રાગજી ડોસાએ “તખત બોલે છે, ભાગ ૧ અને ૨”માં પણ નાટક કમ્પનીના માલિંકા દિગ્દર્શક અને કલાકારની વિગતો આપી છે. આ સમયગાળાની નાટક મંડળીઓને કેટલાક ઈતિહાસ ગુજરાતી નાટયના જુદા જુદા અંકામાં શ્રી જયંતીલાલ ત્રિવેદીએ “ઈતિહાસની દષ્ટિએ” વિભાગમાં આપવા પ્રયત્ન કર્યો છે.
- આ નાટક મંડળીઓ ગુજરાત બહાર કલકત્તા હૈદરાબાદ કરાંચી દિલ્હી અને રંગૂન સુધી પિતાનાં નાટક ભજવતી અને અજબ લોકચાહના મેળવતી હતી. શ્રી ચંદ્રવદન મહેતા “નક્કર હકીકતોના ટૂંકસાર”માં નેધે છેઃ ૧૮૮૫ માં બાલી વાલાએ હિંદ બહાર બર્મા જાવા અને સિયામ સુધી નાટક કરી નામના મેળવી હતી, આખરે બિરાણે ખુશ થતાં, એણે પિતાને હિસાબે સ્ટીમર ચાર્ટર કરી બાલીવાલાને લન્ડનમાં નાટક કરવા ઈંગ્લેન્ડ મોકલ્યા હતા. પાછા ફરતાં કેન્સ્ટન્ટિનેપલ એડન વગેરે સ્થળોએ નાટક કર્યા હતાં, જેમાં “હરિશ્ચંદ્રનું ગુજરાતી અને
હરિશ્ચંદ્રને હિંદુસ્તાની અનુવાદ ખાસ નાટક હતું, ૧૫ પ્રાપ્ત થતી વિગતો પરથી. કહી શકાય કે ગુજરાતી રંગભૂમિને આ સમય એની સમૃદ્ધિની પરાકાષ્ઠાને હતો.'