________________
'બ્રિટિશ કા. વાડી, મગનભાઈની વાડી, ડાહ્યાભાઈની વાડી, બ્રહ્મચારીની વાડી અને ગેસાંઈજીની વાડી મુખ્ય હતી, નાટક જોવા માટે પ્રેક્ષકોને બેસવા માટે ખાડે દવામાં આવતા અને ખાડાની માટી ઉપર નાટક ભજવવા માટે લાકડાનું કામચલાઉ પીઠ ઊભું કરવામાં આવતું હતું. આવા માંડવાના થિયેટરની દીવાલ કંતાન કે પતરાંથી તૈયાર કરવામાં આવતી. અમદાવાદની આવી એક નગરશેઠના વંડાની વાડીમાં શ્રી કેશવલાલ અધ્યાપકનું “સંગીત લીલાવતી' નાટક ઈ,સ, ૧૮૮૮માં ભજવાયું હતું. મળતી માહિતી પ્રમાણે ઈ.સ. ૧૮૮૪ માં ઘીકાંટા રેડ ઉપર “આનંદભવન થિયેટર બાંધવામાં આવ્યું. આ થિયેટરમાં અમદાવાદના દેશી નાટક સમાજના ઉપક્રમે સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ “સંગીત લીલાવતી' નાટક ભજવ્યું હતું. આ સ્થળે આજે નોવેલ્ટી સિનેમાનું થિયેટર છે. આ પછી ઈ.સ. ૧૮૮૮માં બ્રહ્મચારી વાડીમાં ‘શાંતિભુવન થિયેટર’ બાંધવામાં આવ્યું. અહીં પણ ગુજરાતી મંડળીઓ નાટક ભજવતી હતી. આ સ્થળે આજે અશોક ટોકીઝનું થિયેટર આવેલું છે. આ પછી ઘીકાંટા ઉપર ભારતભુવન થિયેટર” અને “માસ્તર થિયેટર બાંધવામાં આવ્યાં. ચલચિત્રોનું આગમન થયું તે પહેલાં આ થિયેટરોમાં અનેક નાટકમંડળી આવતી અને પિતાનાં જૂનનવાં નાટક રજૂ કરતી હતી, અત્યારે માન્યામાં ન આવે કે આ થિયેટરે નાટયરસિક પ્રેક્ષકોથી ઊભરાતાં હતાં અને પિતાનાં મનગમતાં ગીતના અનેક “વન્સ મોર” માણે પ્રેક્ષકે મોડી રાત્રે ઘેર પાછાં ફરતાં હતાં. આ સમયગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોએ માંડવા બાંધી નાટક રજૂ કરવામાં આવતાં હતાં.
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્ય હતાં તેઓના રાજવીઓ નાટકના શેખીન હતા. કેટલાક રાજવીઓના મહેલમાં પિતાની નાની નાટકશાળા અને સંગીતશાળા હતી. આ રાજવીઓ મુંબઈ સુરત અને અમદાવાદની નાટક મંડળીઓના નટને પિતાના રાજદરબારમાં બોલાવી એમનું આદરપૂર્વક સ્વાગત કરતા હતા અને એમનાં બધપ્રધાન નાટક માણતા હતા. લીંબડીના ઠાકોરને પિતાની આગવી નાટકશાળા હતી. આ નાટકશાળા આજે હાઈસ્કૂલમાં ફેરવાઈ ગઈ છે. જૂનાગઢના છેલ્લા નવાબ મહાબતખાનજી ત્રીજા પણ રંગભૂમિના ભારે રસિયા હતા. પ્રાપ્ત થતી વિશ્વસનીય માહિતી પ્રમાણે તેઓ જાતે નાટકમાં ઊતરતા હતા અને નાની મોટી ભૂમિકા ભજવતા હતા. આ નાટક જોવાની માત્ર રાજકુટુંબના સભ્યોને જ છૂટ હતી! એમના દરબારમાં નાટક અને સંગીતને ઘણું કલાકારને આશ્રય આપવામાં આવતું હતું. ભજવાતાં નાટકોમાં અભિનય અને સંગીતથી ખુશ થઈને કલાકારોનું તેઓ પોતાના દરબારમાં જાહેર સંમાન પણ કરતા હતા,