________________
• ૫ર
બ્રિટિશ કાલ
આ સમયગાળામાં ગુજરાતી રંગભૂમિને જન્મ થયો. ગુજરાતી નાટકની . એક વિશેષતા એને ગરબા હતી. નાટકમાં ગવાતા અને નૃત્યમાં રજૂ થતા
ગરબાએ પ્રેક્ષકની લેકચાહના મેળવી હતી. નાના કિશોરવયના છોકરા કન્યાઓને • વેશ ધારણ કરતા હતા અને ગુજરાતણના જેવી હલકથી ગરબા રજૂ કરતા હતા.
આ સમયમાં જે હસ્તપ્રતો અને ધાર્મિક પટોનું આલેખન કરવામાં આવ્યું : તેઓમાં પણ નૃત્યના પ્રસંગ જોવા મળે છે. જૈન અને જૈનેતર હસ્તપ્રતોમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ રજૂ થતાં નૃત્ય વૈયક્તિક અને સામૂહિક જેવા મળે છે. વૈયક્તિક નૃત્યમાં ખાસ કરીને નૃત્યકાર તરીકે વારાંગનાનું આલેખન જોવા મળે છે, જ્યારે સમૂહનૃત્યમાં ક્યારેક એકલી સ્ત્રીઓનું તે ક્યારેક સ્ત્રી-પુરુષોનું
આલેખન જોવા મળે છે. આ સમયના સૌરાષ્ટ્રમાં ચિત્રિત કરાયેલા એક હિંદુ - ધાર્મિક પટમાં નટનર્તકીનું દૃશ્ય આલેખવામાં આવ્યું છે, આ દશ્યમાં નૃત્ય કરતાં કરતાં નર્તકી હાથ અને માથું નીચું રાખી પગથી તીર છોડતી બતાવાઈ છે (આ. ૫૫). એક બીજા ચિત્રમાં નર્તકીને માથા ઉપર બેડું મૂકીને ગતિમાં - નૃત્ય કરતી બતાવાઈ છે. તેની પાછળ વાદ્યકારે છે (આ. પ૬). આ બંને ચિત્રોમાં ગુજરાત-સૌરાષ્ટ્રની વિશિષ્ટ કૃત્યકલાનાં દર્શન થાય છે.
આ સમયગાળામાં જે જૈન અને હિંદુ મંદિર બાંધવામાં આવ્યાં તેઓમાં પણ મંદિરનાં જંધા મંડોવર અને થાંભલાઓમાં નૃત્ય કરતી નૃત્યાંગનાઓ અસરાઓ અને વાદ્ય વગાડતા ગાંધર્વોનાં કલાત્મક શિલ્પ છે. અમદાવાદમાં આવેલ હઠીસિંહનાં દહેરાની કલાત્મક નૃત્યાંગનાઓ વિશેષ ઉલ્લેખપાત્ર છે. આ મંદિરના પ્રત્યેક વિભાગમાં નૃત્યમાં રત એવી અપ્સરાઓ અને નર્તકીઓ જેવા મળે છે. નર્તકીઓની અંગભંગી અને મુખના ભાવ અત્યંત કલાત્મક છે. પગમાં ઘૂઘરા બાંધતી કે અળતો લગાડતી નર્તકીઓનાં શિલ્પ ઘણું મોહક છે. અહીં કંડારાયેલી એકેએક નૃત્યાંગનાની અંગભંગી કલાત્મક અને લયબદ્ધ છે. આ સમયગાળામાં બાંધવામાં આવેલ અમદાવાદ જેતલપુર મૂળી જૂનાગઢ વઢવાણ ગઢડા બોચાસણ વડતાલ ઇત્યાદિ સ્થળોનાં સ્વામિનારાયણ મંદિરમાં પણ ગાયન વાદન અને નર્તનનાં કલાત્મક શિલ્પ લાકડામાં અને પથ્થરમાં કંડારેલાં જોવા મળે છે.
આ સમયમાં ગુજરાતમાં બાંધવામાં આવેલી હવેલીઓની કાષ્ટકલામાં પણ કલાત્મક . નૃત્યાંગનાઓ જોવા મળે છે. અમદાવાદ પાલનપુર સિદ્ધપુર પાટણ સુરત ભરૂચ ખંભાત ઇત્યાદિ સ્થળોની હવેલીઓનાં કાષ્ઠશિલ્પ આ વાતની સાક્ષી પૂરે છે.
આ બધા ઉલ્લેખ પરથી કહી શકાય કે આ સમયમાં લેકજીવનને ધબકારવંતું - કરાખવામાં નૃત્યકલાએ અગત્યને ભાગ ભજવ્યો હતો.