________________
ચિત્ર કૃત્ય નાટય અને સંગીત નૃત્ય નાર્ય સંગીત વગેરે કલાઓના ખેડાણ દ્વારા ચાલુ રહ્યા હતા. આ સમયે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્ય હતાં તેઓમાં ચિત્રકારે નૃત્યકાર ગાયક અને વાદકોને તેમજ ભાટ-ચારણેને રાજ્યાશ્રય આપવામાં આવતો હતો, જેથી કલાને પ્રોત્સાહન મળતું હતું. કેટલાક કલાપ્રેમી રાજવીઓએ સંગીત નૃત્ય અને નાટય જેવી કલાને રાજદરબારમાંથી પ્રજાની વચમાં જાહેરમાં મૂકી દીધી હતી. પરિણામે કલાના સ્પર્શ દ્વારા સામાન્ય જનતાની સંસ્કારની ભૂખ સંતોષાતી હતી. રાજદરબારમાં અને શ્રેષ્ઠીઓની હવેલીઓમાં તવાયફા અને વારાંગનાઓના નૃત્યના જલસા શુભ પ્રસંગોએ યોજવામાં આવતા હતા. આ નૃત્ય મોટે ભાગે કથકશેલીનું રહેતું.
'ગુજરાતના ગામેગામ ભવાઈ મંડળીઓ ફરતી હતી અને લેકનૃત્ય-નાટય , દ્વારા મનોરંજન કરી પ્રજને સંસ્કાર અને શિક્ષણ આપવાનું કાર્ય કરતી હતી.. ભવાઈ રમનારાઓમાં કેટલાકમાં વિકૃતિઓ પ્રવેશી ગઈ હોવાથી ભવાઈ પ્રત્યે શિક્ષિત વર્ગમાં એક પ્રકારની સૂગ પેદા થઈ હતી. આ સમયગાળામાં જે ભવાઈઓ ભજવાતી હતી તેમાં નૃત્ય અને સંગીતની અવનતિ થઈ હતી અને અભિનયમાં અમલીલપણું પ્રવેણ્યું હતું. નાટય અને રંગસૂમિના વિભાગમાં આ અંગે વિગતે ચર્ચા કરી છે. ભવાઈ નૃત્ય ઉપરાંત નગરોમાં અને ગામડાઓમાં ગરબા ગરબી અને રાસને નૃત્યપ્રકાર કપ્રિય હતો. ગુજરાતની આદિમ જાતિઓ પણ ઋતુઓ અને ઉત્સવ પ્રમાણે નૃત્ય કરતી હતી. આ જાતિઓનાં નૃત્યમાં લાકડીનૃત્ય ઢોલનૃત્ય હમલીનૃત્ય ભાલાનૃત્ય ઇત્યાદિ પ્રચારમાં હતાં. સુરત ભરૂચ રાજપીપળા અને પંચમહાલની આદિમ જાતિઓને પિતાનાં આવાં વિશિષ્ટ લેકનૃત્ય છે. ગુજરાતને વિશાળ સાગરકાંઠે હોવાથી ત્યાં વસતા માછીમારો પણ પિતાની વિશિષ્ટ શૈલીમાં નૃત્ય કરે છે અને આબવાણી ગાય છે. સૌરાષ્ટ્રમાં ભાલકાંઠાના પઢારેનું પઢારનૃત્ય પણ ઉલ્લેખપાત્ર છે. ગીરના જંગલમાં જે સીદીઓ વસે છે તેમના સીદીનૃત્યને પણ ઉલ્લેખ કરવો જોઈએ. સીદીઓની વસ્તી ગિરનારના જંબુર ગામે છે. તેઓ ધાર્મિક અને સામાજિક ઉત્સવ પ્રસંગે આ પ્રકારનું નૃત્ય કરે છે. આ સીદીએ મુસ્લિમ હોવા છતાં હિંદુ દેવદેવીઓની ઉપાસના કરે છે અને નૃત્ય કરતી વખતે એમનાં નામોનું ઉચ્ચારણ પણ કરે છે! નૃત્ય કરતી, વખતે સીદીઓ વર્તુલાકારે એકત્ર થાય છે અને એમની વચમાં એક સીદી કૂદકા સાથે નૃત્ય કરતો હોય છે. એમનું નાનું ઢલક અને તુંબડાવાળું અંતર આ વખતે સતત વગાડવામાં આવે છે.
સૌરાષ્ટ્રનાં અત્યંત લોકપ્રિય એવાં ટીપણ ગેગુંથન દાંડિયારાસ વગેરેને : પણ ઘણે પ્રચાર આ સમયમાં હતું,