________________
ચિત્ર કૃત્ય નાટય અને સંગીત
૫૪૩ ૩ નાધ્યક્ષા અને પગભૂમિ
ઓગણીસમી સદીમાં ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં રંગભૂમિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની રંગભૂમિનો ઈતિહાસ ભાતીગળ છે. એને જન્મ ક્યારે ક્યાં અને કયા સંગમાં થયો એની ચર્ચા એક યા બીજા સ્વરૂપમાં નાટસંમેલને અને શતાબ્દી તેમજ સવા શતાબ્દીની ઉજવણી પ્રસંગે કરવામાં આવી છે. એક હકીકત સ્પષ્ટ છે કે બાંધેલી નાટકશાળાઓ ન • હતી તે અગાઉ ગુજરાતનાં ગામડાંઓમાં ભવાઈ મંડળીઓ ફરતી હતી અને મને રંજન દ્વારા સામાન્ય જનતામાં શિક્ષણ આપવાનું કામ કરતી હતી. ભવાઈ
એના અસલ સ્વરૂપમાં આદ્ય શક્તિનું ભાવી હતી અને એ મંદિરના આંગણામાં - રમાતી હતી. સમય જતાં ભજવનારાઓમાં વિકૃતિ આવી અને એમાં સંગીતનૃત્યને બદલે અભિનયમાં અશ્લીલપણું પ્રવેશ્ય. પરિણામે શિક્ષિત વર્ગ માં ભવાઈ પ્રત્યે એક પ્રકારની સૂગ ઊભી થઈ. શ્રી રણછોડભાઈ ઉદયરામ જેવા સાક્ષરને પિતાના વતન મહુધામાં કજોડાનો વેશ જોઈને ભારે ખેદ થયો હતો, આ વેશ જોયા પછી તેઓ પોતે જાણે ભરતમુનિ હોય એવી લાગણી ઉશ્કેરાઈ આવી હતી. ભવૈયાઓની સ્થિતિ સુધારવા માટે એમણે પ્રયત્ન કર્યા અને નાટયપ્રવૃત્તિને આરંભ કર્યો. ભવાઈ પ્રત્યે સૂગ હોવા છતાં મહીપતરામ રૂપરામ નીલકંઠ જેવાને એ સંગ્રહ કરવા જેવી લાગી હતી. ઘણા નાટયલેખકે અને કલાવિવેચકો માને છે કે ભવાઈમાંથી અર્વાચીન ગુજરાતી નાટકને જન્મ થયો. આ હકીકત સાવ પાયા વિનાની છે. ભવાઈ અને અર્વાચીન ગુજરાતી નાટકને સ્નાન–મૃતકને પણ સંબંધો નથી. આ બાબતમાં શ્રી ચંદ્રવદન મહેતા શ્રી નરસિંહરાવ દિવેટિયાના મતને - સમર્થન આપતાં કહે છેઃ “શ્રી નરસિંહરાવ દિવેટિયા લખી ગયા છે કે આપણું - નાટક ભવાઈમાંથી આવ્યા નથી. વિદ્વાન ગુરુવર્ય સાથે સહમત છું. ભવાઈઓ
સ્વતંત્ર રીતે વિકસી હતી, વંઠી પણ હતી. ભવાઈમાંથી થોડા નટે નાટકમાં સામેલ થયા હતા, નાટકોનું મૂળ ભવાઈ જ છે એ વાત બરાબર બેસતી નથી.” શ્રી ચંદ્રવદન મહેતાના આ વિધાનમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભવાઈ કરનાર ત્રાગાળાનાયક ભેજક કામમાંથી થોડાક નટે ગુજરાતની રંગભૂમિને મળ્યા. ઓગણીસમા સૈકામાં જે નાટક મંડળીઓ મુંબઈ સુરત અમદાવાદ અને કચ્છસૌરાષ્ટ્રમાં જન્મી તેને ઈતિહાસ તપાસતાં જણાય છે કે થોડાક નહિ પણ વધારે પ્રમાણમાં નટો નાયક-ભોજક કમમાંથી રંગભૂમિને મળ્યા છે. અભિનય સંગીત -અને નૃત્યના ક્ષેત્રમાં આ નટએ નેંધપાત્ર પ્રદાન કર્યું છે. એમણે શિક્ષણ ઓછું લીધું હોવા છતાં એમની સમજ અને તર્કશક્તિને કારણે અભિનય દ્વારા ભજવાતાં