________________
પાર
બ્રિટિશ કાલ આમ સ્વામિનારાયણ સંપ્રદાયે ગુજરાતની શિલ્પ-સ્થાપત્યકલા કાષ્ઠકલા, અને ચિત્રકલાના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે, એના સાક્ષીરૂપ ઉપર જણાવેલાં શિખરબંધ મંદિર, એ પછી પણ બંધાયેલાં અનેક શિખરમંદિર તથા હરિમંદિરે આજે પણ ઊભાં છે.
ખ્રિસ્તી દેવળે આ કાલ દરમ્યાન ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ એમ બંને સંપ્રદાયનાં દેવળ ગુજરાતમાં બંધાયાં હતાં.
રોમન કેથલિક સંપ્રદાયનું આ કાલનું સૌ પ્રથમ દેવળ ભૂજનું “અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ' નામનું દેવળ છે. એને નિર્માણકાલ ઈ.સ. ૧૮૩૬ છે. આ દેવળના બાંધકામમાં પી. એ. કેલીએ ઘણી મોટી સખાવત કરી હતી. અમદાવાદમાં મીરજાપુર રોડ પર આવેલું (હાલ જ્યાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે એજગ્યાએ) “અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ નામનું દેવળ ઈ.સ. ૧૮૪ર માં બંધાયું હતું. ઈ.સ. ૧૮૬૪ માં એને વિસ્તાર વધારવામાં આવ્યા. આ દેવળનું મૂળ સ્વરૂપ ઈ.સ. ૧૯૭૦ સુધી અસ્તિત્વમાં હતું. આ મૂળ દેવળ તેડીને એ જગ્યાએ હાલનું વર્તમાન દેવળ બાંધવામાં આવ્યું છે. “મદ્રાસ કેથલિક ડિરેકટરી" પ્રમાણે ઈ.સ ૧૮૫૧માં સુરતમાં એક દેવળ હતું. અમદાવાદના કેમ્પ વિસ્તારમાં ઈ.સ. ૧૮૫૬ માં એક નાનું દેવળ શરૂ કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૬૬ માં ત્યાં “ચર્ચ ઑફ ઇમૈયુલિટ કન્સેશન” નામનું દેવળ બાંધવામાં આવ્યું. આ દેવળ. હાલ પણ એ જગ્યાએ એના મૂળ સ્વરૂપે ઊભું છે. દેવળના મુખભાગમાં પ્રવેશચકીને અભાવ છે. એની છત ત્રિકેણાકારે છે. દેવળનું બાંધકામ સ્તંભરહિત છે. પ્રવેશ પશ્ચિમ દિશાએ છે. પ્રવેશની સામે દેવળને છેડો ચાપાકાર છે. અહીં (ટર જ્યાં ધાર્મિક વિધિ કરવામાં આવે છે તે વિભાગ) આવેલ છે. મયમંડ૫માં ભક્તજનેને બેસવા લાકડાની પાટલીઓ ગોઠવેલી છે. રાજકોટમાં ઈ.સ. ૧૮૫૯માં નાનું દેવળ શરૂ કરવામાં આવ્યું અને ઈ.સ. ૧૮૬૩ માં “ચર્ચ ઑફ ઇમેકેલિટ કન્સેપ્શન' નામનું દેવળ નિર્માણ પામ્યું. ભરૂચનું “અવર લેડી એફ હેલ્પ' નામનું દેવળ ઈ.સ. ૧૮૧૪માં બંધાયું હતું, જે ઈ.સ. ૧૮૬૦માં નાશ પામ્યું. ઈ.સ. ૧૮૬૧ માં એનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૮૭ માં એને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. જામનગરનું દેવળ ઈ.સ. ૧૮૭ માં રાજ્યના ખર્ચે બંધાયું હતું. અમદાવાદમાં સાબરમતીમાં ઈ.સ. ૧૮૮૨માં નાનું દેવળ શરૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન દેવળ ઈ.સ. ૧૯૦૪ માં બાંધવામાં આવ્યું હતું. આણંદમાં