________________
૫૧૭
સ્થાપત્ય
ગોધરા રેલવે લાઇન પર આવેલું દેવળ ઈ.સ. ૧૮૯૮ માં બધાયુ` હેાવાનુ` એના લેખ પરથી નક્કી થાય છે. આ દેવળ એના મૂળ સ્વરૂપે આજે પણ હયાત છે.૪૫
આ કાલ દરમ્યાન ગુજરાતમાં બંધાયેલાં પ્રોટેસ્ટન્ટ સ`પ્રદાયનાં દેવળામાં સૌથી જૂનાં દેવળ ઈ. સ. ૧૮૨૫ ની સાલનાં છે. વડાદરાનું સેન્ટ જેમ્સનું દેવળ, ખેડાનુ સેન્ટ જ્યા નું દેવળ અને સુરતનુ ક્રાઇસ્ટ ચ↑ નામનું દેવળ, ઈ.સ. ૧૮૨૫ ની સાલમાં બંધાયાં છે. આ ત્રણે દેવળાની પ્રતિષ્ઠા બિશપ ડેબરે એ વર્ષમાં કરી હતી. આમાંથી ખેડા અને સુરતનાં દેવળાનું બાંધકામ જ્યોર્જિયન શૈલીને અનુસરે છે, જ્યારે વડાદરાનું સેન્ટ જેમ્સનું દેવળ ૧૯ મી સદીની શરૂઆતની ગાથિક શૈલીએ બધાયેલું છે. ઈ.સ. ૧૮૩૨ માં ડીસામાં રામન કૅથેલિક અને ઍપ્લિકન દેવળા બધાયાં હતાં, પરંતુ ઈ.સ. ૧૮૪૦ માં લશ્કરી સત્તાએ એ બંને દેવળ બંધ કર્યા હતાં. સુરતમાં મુઘલસરાઈ વિસ્તારમાં આવેલું દેવળ લન્ડન મિશન સેાસાયટીએ ઈ.સ. ૧૮૪૦ માં બંધાવ્યું હતુ;૪૬ જ્યાયન શૈલીનું આ ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં મિરજાપુર રાડ પર રેટિયાવાડી પાસે આવેલા ‘ક્રાઇસ્ટ ચ’ (આ. ૨૨) નામના દેવળના નિર્માણુકાલ ઈ.સ. ૧૮૪૮ છે. ૬ જાન્યુઆરી. ૧૮૪૮ ના રાજ બિશપ કૅરે આ દેવળની પ્રતિષ્ઠા કરી હતી. અમદાવાદમાં અસ્તિત્વ ધરાવતાં બધાં જ દેવળામાં જૂનામાં જૂનું આ દેવળ છે. રાજકોટના ‘ક્રાઇસ્ટ ચર્ચ'ની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૮૪૮ માં થઈ હતી. ભરૂચનું ઈ.સ. ૧૮૫૬ માં બંધાયેલું ‘સેન્ટ માથિયાસ’તું દેવળ ગાથિક શૈલીનું છે.૪૭ ઈ.સ ૧૮૬૦ માં લન્ડન મિશન સેાસાયટીએ બારસદમાં એક દેવળ બધાવ્યું હતું. ઈ.સ. ૧૯૦૭માં આ દેવળના વિસ્તાર વધારવામાં આવ્યો ત્યારે એનું બાંધકામ ગોથિક શૈલીએ કરવામાં આવ્યુ હતું; મૂળ દેવળ જ્યોર્જિયન શૈલીમાં હતું. ઈ.સ. ૧૮૭૮ માં આણંદમાં આઈ. પી. મિશનનું દેવળ બંધાયું. ખેરવાડાના દેવળના બાંધકામના સમય ઈ.સ. ૧૮૮૦ નૈ છે.૪૮ અમદાવાદના ફૅન્ટોનમેન્ટ વિસ્તારના ખ્રિસ્તી લેકાની જરૂરિયાતને અનુલક્ષીને એ વિસ્તારમાં ઈ.સ. ૧૮૮૨માં સેન્ટ જ્યા નું દેવળ ખાંધવામાં આવ્યું હતુ;૪ આ દેવળ એના મૂળ સ્વરૂપે આજે પણ ઊભુ` છે. દેવળના મુખભાગની સંમુખ પ્રવેશચેાકી આવેલી છે. પ્રવેશદ્વારની ડાખી બાજુએ મઁપ્ટિસ્ટ્રી(જ્યાં ઍપ્લિઝમના વિધિ કરવામાં આવે છે તે જગ્યા) આવેલી છે; એના પરનુ શિલ્પકામ સુંદર છે. પ્રવેશ પશ્ચિમ દિશાએ છે, જ્યારે આલ્ટર પૂર્વ દિશામાં છે. આલ્ટરની પાછળની દીવાલ ચાપાકારે છે અને એ દીવાલમાં રંગીન કાચની બારીની રચના કરી છે. બારીના કાચમાં ઈસુની આકૃતિ રજૂ કરવામાં આવી છે. બહારના પ્રકાશ આ રંગીન કાચમાંથી ગળાઈને દેવળની અંદર આવે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.
33