________________
સ્થાપત્ય
૫૧ (૩) સ્વામિનારાયણ મંદિરના સ્થાપત્યની એક વિશેષતા એ છે કે મંદિરનાં ત્રણ ગર્ભગૃહની બહાર અંતરાલમાં એક ઓરડે તૈયાર કરી એમાં “સુખશયા'ની રચના કરવામાં આવે છે, જેમાં એક કલાત્મક પલંગ પર ગાદલાં વગેરે પાથરી તેના પર શ્રી સહજાનંદ સ્વામીની ચિત્રપ્રતિમા, ચાખડીઓ તથા છે તથા તેમની પ્રસાદીની ચીજવસ્તુઓ પધરાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરની વિશાળ જગતી ઉપર કે મંદિરના પ્રાંગણમાં શ્રી સહજાનંદ સ્વામીનાં પગલાંથી યુક્ત પથ્થરની કલાત્મક છત્રીની પણ રચના કરેલી જોવા મળે છે. આમ સુખશયા અને પગલાંની છત્રી એ સ્વામિનારાયણ મંદિરના સ્થાપત્યનાં અગત્યનાં અંગ છે.
(૪) વિશેષ, સ્વામિનારાયણ સંપ્રદાય એ સાધુઓને સંપ્રદાય હેવાથી એમાં સાધુઓના નિવાસની પણ રચના કરવામાં આવેલી છે. સંપ્રદાયમાં ત્રણ કક્ષાના સાધુઓ–બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ(પાળા)ની પરંપરા જોવા મળે છે અને ત્રણેય પ્રકારના સાધુઓ માટે તથા સાંખ્યયેગી બાઈએ માટે પ્રાંગણમાં જ રહેવાની અને જમવાની વ્યવસ્થા જુદી જુદી કરવામાં આવેલી છે. સંપ્રદાયના આચાર્ય માટે પણ સપરિવાર રહેવાની વ્યવસ્થા મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવેલી છે. એને માટે બેથી ચાર માળ સુધીની વિશાળ, ઉત્તમ કાષ્ઠકેતરણીથી યુત હવેલીની રચના ઉપરનાં બધાં જ મંદિરમાં જોવા મળે છે. આ મંદિરનું - હવેલી–સ્થાપત્ય એ સ્વતંત્ર અભ્યાસને વિષય છે.
(૫) આ સમગ્ર મંદિર સંકુલ – મુખ્ય મંદિર અને આવાસોને આવરી લેતા ફરતે વિશાળ કેટ પણ મંદિરના સ્થાપત્યનું અંગ છે. મંદિરની વ્યવસ્થા અને - સમૃદ્ધિની સુરક્ષાની દૃષ્ટિએ આ કેટ બહુ અગત્યનું છે. કેટનાં મુખ્ય પ્રવેશદ્વારને - સુંદર શિલ્પ અને અર્ધશિથી તથા ભૌમિતિક અને ફૂલવેલની આકૃતિઓથી અલંકૃત કરેલાં જોવા મળે છે, જેમાં અમદાવાદ ગઢડા અને મૂળીનાં મંદિરોના દરવાજા કલાની દૃષ્ટિએ દર્શનીય છે. એના પરની શિલ્પકૃતિઓ પરંપરિત કલા ઉપરાંત મુઘલ રાજસ્થાની મરાઠા અને બ્રિટિશ કલા તથા સ્થાનિક લોકકલાને અભિવ્યક્ત કરે છે.
(૬) મંદિરના ઘૂમટ અને કોટની દીવાલે પણ સુંદર ભીંતચિત્રોથી અલંકૃત કરેલી જોવા મળે છે.
એમાં પણ ગુજરાતના રીતરિવાજે ઉત્સવો માન્યતાઓ લેકોના પહેરવેશ અને અલંકારો, એમ લોકજીવનનાં વિવિધ પાસાંઓની ઝાંખી થાય છે. આ દષ્ટિએ ગઢડા અમદાવાદ અને વડતાલનાં મંદિરનાં ભીંતચિત્ર અત્યંત મહત્વનાં છે.