________________
બ્રિટિશ કાલ. લીધે મલબાર જેટલા દૂરના પ્રાંતમાંથી પણ સ્થાનિક માંગને સંતોષવા ઇમારતી લાકડાંની આયાત કરવામાં આવતી. બાંધકામમાં ઈમારતી પદ્ધતિનો ઉપયોગ હવા, છતાં પ્રભાવશાળી મકાનના બાંધકામમાં લાકડાંની કતરણ વધુ કરવામાં આવતી. આપણે જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્રમાં બાંધકામ માટે સામાન્ય રીતે પથ્થરને જ વપરાશ છે. એમ છતાં હળવદ જામનગર અને રાજકોટના મહેલેમાં સુશોભનાત્મક અસરે નિપજાવવામાં લાકડાને ઉપગ વધુ થયે છે.
આ કાલના સ્થાપત્ય વિશેનું સામાન્ય અવલોકન આપ્યા બાદ હવે આપણે એ સમયનાં નગર, રાજમહેલ, ધાર્મિક ઇમારતે, બજારો, હવેલીઓ વગેરેનું અવેલેકન કરીશું. (ક) નગરે
અમદાવાદ : મોટા પાયા પરના પુનનિર્માણના આયોજનને લીધે અમદાવાદે મોટે ભાગે એનું મધ્યકાલીન સ્વરૂપ ગુમાવ્યું હતું. આમ છતાં જે કંઈ બચવા પામ્યું છે તેમાં ખડકીઓ અને પળે છે. ૧૮૧૭ માં અમદાવાદમાં બ્રિટિશ સત્તા સ્થપાઈ ત્યારે એ ભગ્ન સ્થિતિમાં હતું, જેનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. ૧૮૩૩ માં શહેરના બધા જ વેપારીઓ પર એક ખાસ વેરી નાખવામાં આવ્યો હતો અને એ રકમમાંથી શહેરના કેટનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. રોજ રાત્રે નગરવાસીઓને લૂંટવા ટોળીમાં આવતા ઉપદ્રવી કેળીઓને પ્રતીકાર કરવા આની તાત્કાલિક જરૂર હતી. સંરક્ષણની ભાવનાને લીધે પુનનિર્માણની પ્રવૃત્તિને વેગ મળ્યો. મગનલાલ વખતચંદ લખે છે કે “બીજી ઉજડ. જમીન મુસલમાન જેમ જેમ વેચતા જાએ છે તેમ તેમ લેકે લઈને ઘર બાંધી. ભાડે આપે છે.”૪
અમદાવાદની વસ્તી જેમ જેમ વધતી ગઈ અને સમૃદ્ધિ ફરી સ્થાપાતી ગઈ તેમ તેમ અનેક વાડી બંધાઈ. આમાંની કેટલીક વાડીઓ તે હજાર વ્યક્તિઓની સગવડ. સાચવી શકે તેવી હતી. ૧૮૭૦ માં આવી લગભગ ૬૪ વાડી હતી. આ એતિહાસિક વાડીઓ લગભગ નાશ પામી છે. તે સમયની હવેલીઓ(મોટાં ઘર) અગ્રગણ્ય નાગરિક દ્વારા બંધાઈ હતી, જે આજે પણ હયાત છે. આ હવેલીઓ, તે સમયના રહેણાક સ્થાપત્યના ઉત્તમ નમૂના છે, જેનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે. આમાંની કેટલીક હવેલીઓને ઉલ્લેખ પૂરતું છે, જેમ કે, શાહપુરમાં, લલ્લુ બહાદુરની હવેલી, દેશીવાડાની પળ અને તાશા પળમાં હઠીસિંહ કુટુંબની, હવેલી, હાજાપટેલની પિળમાં ટંકશાળની હવેલી, સાંકડીશેરીમાં દીવેટિયાની હવેલી..