________________
સ્થાપત્ય
૪૯૦
આ સમયનાં મંદિરોનું વર્ણન પણ આગળ કરવામાં આવશે. આ સમયનાં પ્રસિદ્ધ બે મંદિર છેઃ હઠીસિંહનું મંદિર અને એના થોડા સમય પછી દરિયાપુરમાં બંધાયેલું સ્વામિનારાયણનું મંદિર. આ સમયે મોટી સંખ્યામાં હિંદુ તથા જૈન મંદિરનું પુનર્નિર્માણ થયું અને તેઓને છદ્ધાર કરવામાં આવ્યો. આ મંદિરે આજે પણ પૂજા માટે વપરાય છે.
સુરત : ૧૮૩૭ની આગમાં લગભગ સમગ્ર સુરત નાશ પામ્યું હતું. આ પછી મૂળ સ્થિતિએ પહોંચતાં સુરતને દશકા લાગ્યા. આ આગ પછી બંધાયેલાં મકાનના બાંધકામની શૈલી મુંબઈ-શૈલી હતી. આ શૈલીનાં લક્ષણ આ પ્રમાણે હતાં: લાકડાની સીડીને બદલે ચણેલી સીડી, મોટી બારીઓ, ચેરસ સ્તંભેને બદલે ગોળ સ્તંભો અને સામાન્ય રીતે ઓછી કાષ્ઠ-તરણ. અહીંની અનેક ઇમારતે સંપૂર્ણ રીતે નીઓ–ગથિક શૈલીની નકલમાં બાંધવામાં આવી હતી, જેમ કે ગોપીપુરા વૈર્ડની ઈમારતે.
આગ વખતે પ્રસિદ્ધ મુઘલ સરાઈ અને જૂની બ્રિટિશ કોઠીને કોઈ નુકસાન થયું ન હતું. પાછળથી ચેડાં વર્ષો અગાઉ કમનસીબે આ બંને ઇમારતે તેડી પાડવામાં આવી,
૧૮૩૭ પૂર્વેની સમૃદ્ધ ઇમારતમાં વહેારાઓની ઇમારતોની ગણના કરવી જોઈએ. એમણે હવે મુંબઈને પિતાનું વડું મથક બનાવ્યું હતું. એમના લત્તા (વર્ડ) ઝાંપા' તરીકે ઓળખાય છે. આ ઝાંપા આજે પણ ઊભા છે. ઘણું પારસી કુટુંબેએ પણ સુંદર રહેઠાણો અને ધર્માદા મકાને બંધાવ્યાં. એમની મુખ્ય અગિયારી ૧૮૨૩ ને સમયની છે.
વડોદરા : ગાયકવાડની રાજધાની હોવાથી એ મરાઠાઓની લૂંટફાટને ભોગ બન્યું નહિ તેથી નુકસાનમાંથી એ બચી ગયું. વિકાસના અભાવે શહેરના આંતરિક વિભાગ તેઓના મૂળ સ્વરૂપે રહ્યા. ગાયકવાડી શાસને જાણતા શરાફ, વેપારીઓ અને લશ્કરી સરદારને એમની રીતે વિશાળ ઇમારતે બાંધવા માટે આકર્ષ્યા. એને પરિણામે જે ઇમારતો બંધાઈ તેમાંની કેટલીક આજે પણ ઊભી છે.
શાહી ઈમારતમાં જના સરકારી વાડા ચાલુ રહ્યા, પરંતુ શાંતિ અને સમૃદ્ધિને લીધે સાંસ્થાનિક શૈલીમાં મોટા કદના અને પ્રભાવશાળી અનેક નવા મહેલ બંધાયા. આ રીતે મકરપુરાને મહેલ ૧૮૫૬–૭૦ માં ખંડેરાવ બંધાવ્યું. હતું. પાછળથી મલ્હારરાવે એ તેડી નખાવ્યું હતું. એને બદલે એણે ૧૮૭૦-૭૫માં નઝરબાગ મહેલ બંધાવ્યું. આ મહેલનું બાંધકામ રેનેસાં શૈલીનું હતું,
૩૨