________________
૪૫
ધાર્મિક સ્થિતિ
નાગરિક સંરક્ષણ અને સ્થાપત્ય વચ્ચેના આ સંબંધને બીજો પુરાવો સુરત અને ભરૂચના ગેઝેટિયર(ઈ.સ. ૧૮૭૭)માંથી મળે છે. “મુસ્લિમેના શાસન હેઠળ...સમૃદ્ધ હિંદુઓ પણ જોરજુલમ અને લૂંટફાટની બીકે, કંગાળ દેખાતાં નાનાં ઘરમાં રહેતા, પરંતુ સુરતમાં ઈ.સ. ૧૭૫૯ માં બ્રિટિશ સત્તાની સ્થાપના થતાં સુરક્ષા આવી. હિંદુઓએ વિશાળ અને સુંદર મકાન બાંધવાની શરૂઆત કરી, એટલું જ નહિ, પણ તેઓ એમનાં ઘરોની આગળના ભાગને લાકડાંની કતરણીવાળા સ્તંભે અને કારનિસ વડે અલંકૃત કરવામાં પુષ્કળ નાણું વાપરતા હતા.૩ આ૫ણી અનેક જાણીતી હવેલીઓ, હવેલી-મંદિર અને દરબારગઢ આજ દિન સુધી કેમ ઊભાં છે એ ઉપર્યુક્ત લખાણ પરથી સમજી શકાય છે.
બ્રિટિશ સત્તાની સ્થાપના થતાં ગથિક રેનેસાં તથા નીઓ–ગોથિક શૈલીનાં તથી સભર એવા યુરોપીય સ્થાપત્યની અસર ગુજરાતી સ્થાપત્યમાં સાકાર થવા લાગી.
પ્રજાને જે વર્ગો માટે પાયે યુરોપીય સ્થાપત્યની નકલ કરી તેઓ સ્થાનિક ઉપરીઓ(ઠાકોરે નવાબે વગેરે) હતા. આ ઉપરીઓને હવે બ્રિટિશ રક્ષણ મળ્યું અને એમણે સમગ્ર ગુજરાતમાં સાંસ્થાનિક શૈલીએ ખર્ચાળ દરબારગઢ બાંધવાનું શરૂ કર્યું. શ્રીમંત વેપારીઓએ અને શરાફએ આ શિલીનું અનુકરણ કર્યું અને ત્યાર બાદ થોડા જ વખતમાં સામાન્ય નગરજને માટે આ શૈલી આદર્શ બની ગઈ, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ શૈલીનાં તત્વ અલંકરણ પૂરતાં જ મર્યાદિત રહ્યાં, પરંપરાગત ગુજરાતી મકાનના પ્લેનને કઈ જ અસર થઈ ન હતી.
સિદ્ધપુર કપડવંજ અને સુરતમાં રહેતા વહેરાઓનાં મકાનને આમાં અપવાદ તરીકે ગણવાં જોઈએ. એમનાં મકાને અને ગલીઓની રચનામાં યુરોપીય અસર જોવા મળે છે. આનું કારણ એ છે કે મુંબઈ સાથે એમને ગાઢ સંપર્ક હત અને વિદેશી ખ્યાલને સ્વીકારવાની એમની તૈયારી હતી.
સાંસ્થાનિક અસર હોવા છતાં બહેળા પ્રમાણમાં લાકડાના ઉપયોગની બાબતમાં ગુજરાતી સ્થાપત્ય પરંપરાગત જ રહ્યું. ગુજરાત લાકડાના ઉપયોગની બાબતમાં અજોડ છે. લાકડાના વપરાશની પરંપરા મધ્યકાલ સુધી પાછળ જાય છે. સૌથી અસાધારણ બાબત તે એ છે કે લાકડાની સ્થાનિક પ્રાપ્તિની અછત રહી હતી છતાં એને વપરાશ ચાલુ રહ્યો હતે.
ગુજરાતમાં સક્રિય વેપારી જાતિ હોવાથી અનેક દેશે સાથેના ગાઢ સંપાને