________________
પટ
બ્રિટિશ કાવ્ય
ભગુભાઈ કારભારી પાસેથી ઠાકોરલાલ ઠારે આ વૃત્તપરા ખરીદી એનું તંત્રીપદ પિતે સ્વીકાર્યું ખરું, પરંતુ પછીથી પિતે સંચાલક તરીકેની વ્યવસ્થાનું કામ ઉપાડી તંત્રી સ્થાન જેઠાલાલ ઉમેદરામ મેવાડાને સંપ્યું, જેમના તંત્રી-પદે એ આશરે આઠ વર્ષ રહ્યું. એ પછી એક વર્ષ અંબાશંકર કેશવજી શુકલ એ. સ્થાને આવી ગયા, એમના પછી લગભગ અગિયાર વર્ષ જગજીવનદાસ શિવશંકર ત્રિવેદી તંત્રીપદે આવ્યા.
૧૯૦૮ના ત્યારની અંગ્રેજ સરકારના અહેવાલ મુજબ, મુંબઈના ગુજરાતી ભેગું બેવફા પત્રનું બિરુદ પામનાર સાપ્તાહિક “ગુજરાતી પંચ” અમદાવાદથી સોમાલાલ મંગળદાસ શાહે તા. ૨૦-૫-૧૯૦૧થી શરૂ કરેલું. શરૂમાં એમાં વ્યંગચિત્ર પણ અપાતાં; એ બંધ પડતાં એને સ્થાને એમાં રમૂજી લેખ આવવા લાગ્યા. એવા લેખ લખવામાં ગુજરાતીના બીરબલ' યાને ખરશેદજી બમનજી ફરામરેજ મુખ્ય હતા. ત્યારની પ્રથાને અનુસરી એમાં અંગ્રેજી વિભાગ હતો. એને ગુજરાતી વિભાગમાં બીરબલ ઉપરાંત ચતુર્ભુજ ભટ્ટ, ડાહ્યાભાઈ લક્ષમણભાઈ પટેલ, ચુનીલાલ વર્ધમાન શાહ, સીતારામ જે. શર્મા, કેશવ હ. શેઠ, ધનશંકર હીરાશંકર ત્રિપાઠી, ચિમનલાલ મોતીલાલ મુનશી વગેરે જાણીતા લેખક મુખ્યત્વે લખતા. દર સમવારે પ્રગટ થતા. આ પગે ગુજરાતમાં ચાલુ વાર્તા આપવાની પ્રથા ('ગુજરાતી'ને મુંબઈનું પરા, ગણતાં) શરૂ કરી. ગ્રાહકેને ભેટ–પુસ્તક પ્રતિવર્ષ આપવાની શરૂઆત ગુજરાતમાં એણે જ કરેલી અને સૌથી પહેલે દિપોત્સવી અંક પણ ગુજરાતને એ જ પળે આપેલ. હિંદી રંઘનું અનુકરણ કરીને પ્રારંભનાં બે-અઢી વર્ષ ઠઠ્ઠાચિત્ર-વ્યંગચિત્ર, પણ પ્રથમ વાર ગુજરાતમાં એણે આપેલાં.
પત્રના રજત મહત્સવ પ્રસંગે જણાવાયેલું કે એને પ્રારંભ ત્રણ ઉદ્દેશથી થયું હતું ?
(૧) હિંદની રાજકીય પ્રવૃત્તિઓમાં સાયની નજીક પ્રજાસમૂહને જવામાં
કિંચિત પણ સાધનભૂત થવું, (૨) અમદાવાદ અને ગુજરાતને એ પ્રવૃત્તિઓમાં એનું સ્થાન અપાવવું, અને (૩) સાંસારિક કુરિવાજો દૂર કરવા, જનતાને ધર્મમાગે પ્રવૃત્ત રાખવા.
અને આપણું નૈતિક ધાર્મિક અને આધ્યાત્મિક શ્રેય સાધવામાં લેકસમૂહને સસ્તું વાચન પૂરું પાડીને કિંચિત પણ સહાયભૂત થવું.૧૯: