________________
પત્રકારત્વ
પ્રત્યેક પ્રકારની સુધારણાને આધાર નિશ્ચય પ્રયત્ન જ્ઞાન અને શુબુદ્ધિ પર રહે છે. આથી પિતાના દેશબંધુઓ સર્વે બાબતનું જ્ઞાન મેળવતા થાય, એ મેળવીને નિશ્ચયવાળા ને નીડર બની પ્રયત્નશીલ થાય એ પ્રકારના લેખ આ નુતન પત્રમાં એના જક પ્રગટ કરતા રહેશે.
પ્રજાબંધુ' એના નામ પ્રમાણે પ્રજાને બાંધવ બન્યું અને વખતના વહેવા સાથે ગુજરાતી વૃત્તવિવેચનના સાપ્તાહિક વિભાગમાં એણે પ્રથમ પંક્તિનું સ્થાન મેળવ્યું. એના આરંભે અમદાવાદને સ્થાનિક સ્વરાજ્યને હક્ક મળી ચૂકયો હતો, પરંતુ પ્રજાનાં હિતેનું રક્ષણ કરે અને રચનાત્મક કાર્યો કરે તેવા સભ્યોની સંખ્યા સુધરાઈમાં મર્યાદિત હતી. મધ્યમ સ્થિતિના નિષ્ઠાવાન સમાજસેવકોને સ્થાને એમાં માલેતુજાર અને મિલમાલિકના મિત્રો ઘૂસી જતા. ચૂંટણીનું ત્યારનું ખામી-ભરેલું ધોરણુ એ માટે કારણભૂત હતું, “પ્રજાબંધુએ આ સામે શરૂથી મેરા માંડ્યો અને સમસ્ત પ્રજાને પિતાને સારો પ્રતિનિધિ ચૂંટી મોકલવાનો હકક મળે એ માટે ખંતીલું પ્રચારકાર્ય કર્યું. પ્રજા જ્ઞાની બને છે તે એને પ્રધાન ઉદ્દેશ હતો જ, એટલે કેળવણુંના ક્ષેત્રમાં ત્યારના કેળવણી ખાતાના અધિકારીએની ખફગી વહેરીને પણ એણે રચનાત્મક ચર્ચા કરી. અભ્યાસક્રમ, પાઠયપુસ્તકે, શિક્ષકે, એમના વડાઓ અને એમનું વર્તન વગેરે વિશે એણે વિચારશીલ લખાણું કર્યા અને કેળવણીખાતા તથા કેળવણી ક્ષેત્રની કેટલીક ખામી દૂર કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી.
ભગુભાઈ કારભારીએ દેઢ વર્ષ “પ્રજાબંધુ'નું સંચાલન કરી એ ઠાકોરલાલ પરમોદરાય ઠાકોરને સોંપ્યું. એમના હાથે આ સાપ્તાહિકને સારો વિકાસ થયો. ૧૯૦૫ માં એમણે “પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્કસ' સ્થાપી એમાંથી “પ્રજાબંધુ' છાપી બહાર પાડયું. ધીમે ધીમે “પ્રજાબંધુ'ની પ્રતિષ્ઠા વધી. ૧૯૧૦ થી ગ્રાહકને ભેટપુસ્તક આપવાની પ્રથા શરૂ થતાં પત્રની લેકપ્રિયતા તેમ ફેલાવામાં વધારો થયો. પ્રજાબંધુ” પ્રજા-કલ્યાણની દિશામાં નોંધપાત્ર અર્પણ કરી શક્યું એનું પ્રધાન કારણ એને સદ્ભાગ્ય સાંપડેલા નીડર અને વિદ્વાન સાથે સાથે કર્તવ્યપરાયણ લેખકમિત્રો હતા. જીવનલાલ વ્રજરાય દેસાઈ, વૈદ્ય જટાશંકર લીલાધર, ગિરધરલાલ પ્રમોદરાય, કૃષ્ણલાલ નરસિંહલાલ દેસાઈ, કૃષ્ણલાલ શેવિંદરામ દેવાશ્રયી, પ્રાણલાલ કિરપારામ દેસાઈ વગેરે એમાં મુખ્ય હતા. એમાં એ પાની અંગ્રેજી કતારો દ્વારા ત્યારના વિવિધ દિશાને સ્પર્શતા સવાલની નિખાલસ અને વિચારશીલ ચર્ચા કરી પ્રજા અને સરકાર બંનેનું બહુ સારું લક્ષ ખેંચનાર દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ આપેલ ફાળે અનુપમ હતે.