________________
પત્રકારત્વ
:
ગુજરાતી પંચે આ ઉદ્દેશ કેટલે અંશે અમલમાં મૂક્યો હતે એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવું રહે છે કે વીસમી સદીની શરૂઆતે ગુજરાતની પ્રજાને રાજદ્વારી વિષયોમાં જાગ્રત કરવા જે પ્રયાસ થયા તેમાં આ પત્રો સાથે સહકાર આપેલ. કેંગ્રેસના એક શુભેચ્છક અને એનું સમર્થન કરનાર પત્ર તરીકે જ એને જન્મ થયેલ. કેંગ્રેસના અધિવેશન ગુજરાતમાં પણ ભરાવાં જોઈએ એવો પિકાર એણે પાડતાં મહાસભાનું સન ૧૯૦૨નું અધિવેશન ગુજરાતમાં ભરવા કલકત્તા કેંગ્રેસમાં ફીરોજશાહ મહેતાએ સૂચના કરી એ અનુસાર અમદાવાદમાં એનું અધિવેશન ભરાયું પણ ખરું, પરંતુ એ જ કારણે સરકારની ખફગી એના પર ઊતરી અને એને મળતી સરકારી જાહેરખબરો બંધ થઈ ગઈ. સરકારની ઇતરાજી, નાણાકીય મુશ્કેલી, છાપખાનામાં આગ, માંદગીની મુસીબતે, બીજ પત્રોની હરીફાઈ વગેરે મુશ્કેલીઓએ સેમાલાલ પર હલે કર્યો, પરંતુ એ સામે ત્યારે એ ટકી રહ્યા.
પ્રમાણમાં ઓછા મહત્વનાં અને અલ્પ સમય ચાલી આથમી ગયેલાં ગુજરાતનાં કેટલાંક પત્રો વિશે ઊડતે ઉલ્લેખ કરીએ. ૧૮૫૦માં એ. ફૉર્બ્સની અમદાવાદથી સુરત બદલી થતાં એ વર્ષમાં કેટલાક વર્ગોને સહકાર મેળવી એમણે “સૂરત સમાચાર” નામે પત્ર શરૂ કર્યું.૨૦
એના વિશે “પારસી પ્રકાશમાં એવો ઉલ્લેખ છે કે “બેજનજીએ (સુરતના ત્યારના કોટવાળ બેજનજી પાલણજીએ) સુરતવાલા જાણીતા મહેતાજી દુરગારામ મંછારામની સાથે મળી “સુરત સમાચાર' નામે અઠવાડિયામાં બે વાર નીકળતું એક વર્તમાનપત્ર સ્થાપવાની ગોઠવણ કીધી હતી, અને તેને પહેલો અંક તા. ૧૦ મી અકબર, ૧૮૫૦ ને દિને નીકળ્યું હતું, પણ તે પત્ર શૈડુંક ચાલી બંધ પડયું હતું.”
બીજે વર્ષે કવિ નર્મદાશંકરે “સ્વદેશ હિતેષુ' નામની મંડળી સ્થાપી અને એના આશ્રયે એકાદ વર્ષ “જ્ઞાનસાગર' સાપ્તાહિક પ્રસિદ્ધિ પામ્યું. એને લગતી વિગત કવિના જ શબ્દોમાં ટાંકવી રસિક બનશેઃ “મેં મારી ગમતને સારું એક મંડળી ઊભી કરવી ધારી, તે પછી તે વાત મેં મારા સગા દેલતરામને કહી. એણે મંડળીની સાથે એક છાપખાનું કહાડવાનું કહ્યું. અને પછી અમે ભાગીદારી કરી “સ્વદેશ–હિતેર” એ નામની મંડળી ઊભી કરી. એક માસથી છાપખાનામાં “જ્ઞાનસાગર” નામનું ન્યુસ પેપર અઠવાડિયે એક વાર નીકળવા માંડયું ને બીજી પાસેથી ભાષણ થવા માંડ્યાં. જ્ઞાનસાગર કહાડવાની લતરામની મતલબ દુર્ગારામ મહેતાજીની કેટલીક નરસી ચાલ જાહેરમાં આણવાની હતી. પણ તે મારા જાણવામાં પછવાડેથી આવી. પહેલું ભાષણ “મંડળી મળવાથી થતા લાભ” વિશે લખીને તા. ૪થી