________________
બ્રિટિશ કાલ કરી કે જેલને નાજર એની ફરજમાં ચૂક કરે છે. એ માટે એ શિક્ષાને પાત્ર ઠરે. આ નાજરને ઉપરી હેરિસન નામને અંગ્રેજ હતા. એ સંસાયટીની કાર્યવાહક સમિતિને સભ્ય પણ હતું. એણે “વરતમાનમાં અપાયેલી માહિતી ખોટી છે એવી વિગત પત્રના બીજા અંકમાં પ્રગટ થાય એ માટે સીધી કે આડકતરી રીતે ખટપટ શરૂ કરી. સંસાયટીના અંગ્રેજ સભ્યોને મત હત કે પત્રમાં છપાયેલી વિગત અસત્ય છે એમ સ્પષ્ટ ન થાય ત્યાંસુધી આવી મતલબનું લખાણ આપવું અયોગ્ય ગણાય, આમ દબાણને વશ થઈ ખુલાસા છપાય તે પત્ર સ્વતંત્રપણે કામ ન કરી શકે અને એની સ્થાપનાને ઉદ્દેશ જ માર્યો જાય.
પિતાના સૂચનને અસ્વીકાર થતાં ગુસ્સે થયેલા હેરિસને સમિતિને પત્ર લખી જણાવ્યું કે આવી બાબત પત્રમાં પ્રસિદ્ધ કરવાનું પગલું અયોગ્ય હતું. સમિતિએ હેરિસનને એને આ આક્ષેપ ખેંચી લેવા જણાવ્યું, એણે એમ ન કરતાં સમિતિએ આ બાબતને લગતાં પત્ર વગેરે પ્રસિદ્ધ કર્યા. એની પ્રસ્તાવનાને અંતે તેણે જણાવ્યું: “........એ બાબતના સઘળા કાગળ પર છપાયા છે અને ગુજરાત વર્નાકયુલર સોસાયટીની કમિટીએ મી, હારીસનના કહીઆ મુજબ કહી એ નીધા વિશેની દાદ સંભળાવવાની ના પાડી છે કે મી. હારીસને જે લેકે ઉપર કશી રીતે ને ફાવતાં હલ્લે કર્યો હતો તે લેકેની નોંધ કરી ખશી ગયે. એહવી જે ચાલ ચાલ્યા તેમાં પિતાની અક્કલ તથા વીચાર કાંઈજ નહીં ચલાવી. એહને વિચાર કરવાની બાબતોએ સોસાયટીના મેમબર તથા દુનીઆના લેકે આગળ મેલી છે.”
આ ઉપર સહી કરનાર સમિતિના સઘળા પાંચ સભ્ય અંગ્રેજ હતા, (એમાં ફોર્બ્સને સમાવેશ થાય છે.) એમણે પિતાના ભાઈબંધ અને જાતભાઈની સહેજે તરફદારી ન કરી. ચર્ચાસ્પદ લખાણ “વરતમાન'ની સ્વીકારાયેલ નીતિ અનુસાર હોવાનું જણાવ્યું અને સમગ્ર ચર્ચાની વિગતો પ્રજાની માહિતી માટે પ્રસિદ્ધ કરી, પત્રકારત્વના સ્વાતંત્ર્ય અને પ્રજાલાભના વિષય જાહેરમાં છણવાના અધિકાર માટે આ અંગ્રેજ સજજનેએ દાખવેલ હિંમત મક્કમતા અને અપક્ષપાતી વલણે આપણું વૃત્તવિવેચનને યોગ્ય દિશામાં આગળ વધવા સરળતા કરી આપી.
સમિતિએ અખત્યાર કરેલ વલણ મુંબઈ સરકારને ન ગમ્યું. ફર્સની બદલી અમદાવાદથી સુરત થઈ અને “વરતમાન” પણ સોસાયટીના હાથમાંથી સરકી ગયું. બુદ્ધિપ્રકાશ'ના એપ્રિલ, ૧૮૭૮ ના અંકમાં કવિ દલપતરામને અમદાવાદના ત્યારના નગરશેઠ હિમાભાઈ વખતચંદ સાથે સંવાદ પ્રગટ થયે છે