________________
પત્રકારત્વ
૪૯બુધવારિયું જ કહેતા. “બુદ્ધિપ્રકાશ”ના મતે “લેકે(એ) બુધવારીઉં એટલે ઘણું હલકું નામ પાડું છે.' પત્રના સંચાલન માટે પ્રારંભમાં થયેલી ગઠવણ આજે વિચિત્ર લાગે. પત્રને પગારદાર તંત્રી ખરે, પરંતુ પત્રને વહીવટ, એની નીતિરીતિ વગેરેને લગતી સઘળી જવાબદારી સોસાયટીના મંત્રીને સંપાયેલી. ત્યારના સંજોગોમાં એમ કરવું સોસાયટીને જરૂરી લાગ્યું હશે.
કવિશ્રી નાનાલાલ ગુજરાતના આ પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વિશે કેટલીક અગત્યની માહિતી આપે છે. સં. ૧૯૦૨-૦૩(ઈ.સ. ૧૮૪૬-૪૭) ના અરસામાં બાજીભાઈ અમીચંદ અમદાવાદમાં સૌથી પહેલું શિલા છાપખાનું લઈ આવ્યા. “વરતમાન” એમાં છપાવું શરૂ થયેલું. સંસાયટીના એક કારકુન અમરેશ્વર કુબેરદાસ
એના પ્રથમ તંત્રી નિમાયેલા, ભોગીલાલ ભોળાનાથ અને ફેબ્સના શિરસ્તેદાર છોટમલાલ એમાં મુખ્યત્વે લખતા. દલપતરામ ડાહ્યાભાઈ વિદ્યા-વિસ્તરણ અને પ્રજાકેળવણુ વિશે જે વિચારતા તે એમાં આપતા. બજાર–ભાવ અને શહેરસમાચારને એમાં સ્થાન મળતું. એનું વાર્ષિક લવાજમ રૂપિયા છ હતું અને ગ્રાહક–સંખ્યા સવાસે જેટલી હતી. પત્રના આરંભકાલે ચાલતા હીરાલાલ ઉજદારના મુકદ્દમા વિશે એમાં લખાણ આવતાં, સરકારી ફરમાન નીકળ્યું કે કઈ પણ સરકારી અમલદારે જાહેરછાપામાં લખાણ કરવાં નહિ. પરિણામે ફની કલમ અને બુદ્ધિને લાભ પત્રને અને એ દ્વારા પ્રજાને મળતું બંધ થઈ ગયેલ
વરતમાનના મુખપૃષ્ઠ નમૂનો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસના ત્રીજા ભાગના ૧૦૨ મે પાને પ્રસિદ્ધ થયેલ છે. એક સદી અને ત્રણ દસક પૂવે શરૂ થયેલા આ પગે પ્રજા પર કેવી છાપ પાડેલી અને પ્રજામાનસ ઘડવામાં એણે કે ફાળો આપે એ વગેરે જાણવાને કેઈ આધારપાત્ર સાધન નથી, પરંતુ “અમદાવાદને ઈતિહાસ'ના લેખકના જણાવ્યા પ્રમાણે પ્રજાને વાંચવાનો શોખ વધે એ માટે જશ આ પત્રને ફાળે જાય છે. ૧૦ આ પત્રને લગતે એક કિસ્સે અવશ્ય નેાંધવા જેવો છે, કારણ કે એમાં અપક્ષપાતી અંગ્રેજ અફસરોએ પ્રજાલાભાર્થે અને છાપાંના સ્વાતંત્ર્ય અંગે ભજવેલ ભાગ એમને ગૌરવ આપનાર છે. પત્રના તા. ૨–૭-૧૮૫૮ ના અંકમાં અમદાવાદની ત્યારની તુરંગના વહીવટ વિશે એવી ટીકા થઈ કે “કેદખાનાને મુખ્ય કારભારી કેવી. રીતે ચેકશી રાખે છે. કેદમાં પડેલા માણસને જાળીએ હીને એનાં સગાં-સાંગવા અને પિછાનવાળા લેકે સાથે વગર હુકમે વાત કરવાની રજા મળે છે.'
અમદાવાદના ગુજરાતી વર્તમાનપત્રમાં પ્રગટ થયેલ આ ટીકા વિશે મુંબઈના અંગ્રેજી પત્ર ટેલિગ્રાફ ઍન્ડ કુરિયરે” તા. ૧૧-૭–૧૮૫૧ ના અંકમાં એવી ચર્ચા