________________
બ્રિટિશ કાહ
પત્રોએ અનુસરણ કર્યું. પ્રાસંગિક અને હળવા વિનંદનું અંગ પણ એમણે વિકસાવ્યું. એક આખી પચીસી દરમ્યાન ગુજરાતી' સાપ્તાહિક દ્વારા ઈરછારામે રાજદ્વારી સામાજિક અને સાહિત્યનાં ક્ષેત્રોમાં દેશની અને પ્રજાની અસાધારણ સેવા કરી, એમનું વૃત્ત-વિવેચન અવનવું, કુદરતી શક્તિના પરિપાકરૂપ, દીધું. દષ્ટિવાળું અને સર્વગ્રાહી હતું.
ઈચ્છારામ તા. ૫-૧૨-૧૯૧૨ને દિને ૫૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. એમના પછી એમના મોટા પુત્ર મણિલાલ અને એમના પછી બીજા પુત્ર નટવરલાલ એના તંત્રી થયા. પત્રનું મહત્વનું સ્થાન વખતના વહેવા સાથે નષ્ટ થયું. ગુજરાતી” જુનવાણી દષ્ટિવાળાનું વકીલ બનીને રહ્યું. સનાતની હિંદુઓમાં એનું આકર્ષણ રહ્યું, પણ પ્રગતિવાદી જુવાન વર્ગમાં એની કશી અસર ન રહી. નવા જમાનાને નો પ્રવાહ એના લેખમાં કે એના ઉઠાવમાં ક્યાંયે નજરે ન આવ્યો. એક વેળા રાજકારણને ક્ષેત્રે ગર્જના કરનાર અને પ્રજાને પાને ચડાવનાર આ પત્ર વહેલું આથમી ગયું, પણ એટલું અવશ્ય નંધીએ કે એક કાલે ગુજરાતી વાચકેમાં એણે મરાઠી કેસરી' જેવું ઉચ્ચ પદ ભોગવેલું અને ગુજરાતી વૃત્ત–વિવેચનમાં બીજા યુગને આરંભ એનાથી થયેલો.
તળ ગુજરાતના ગુજરાતી વૃત્તવિવેચન વિશે વિચારતાં સ્થાપનાની દષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે ‘વરતમાન'. એણે ગુજરાતમાં વૃત્ત-વિવેચનનું બીજે ૧૮૪૯ માં વાવ્યું. એને પ્રથમ અંક પ્રાપ્ત ન હાઈ એને લગતી વિસ્તૃત વિગત જાણવી શક્ય નથી, પરંતુ મગનલાલ વખતચંદે ૧૮૫૧ માં પ્રગટ કરેલ “અમદાવાદને ઈતિહાસ, નાનાલાલ દલપતરામ-રચિત “કવીશ્વર દલપતરામ, બુદ્ધિપ્રકાશ' અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઇતિહાસમાંથી ગુજરાતના એ સૌ પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વિશે ઠીક માહિતી મળે છે. | ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ આ પત્ર પ્રગટ કરવાનું માથે લીધું ત્યારે પરિસ્થિતિ આજ કરતાં ઘણી જુદી હતી. એક બાજુ પ્રજાને સમાચાર વાંચ‘વાન મહાવરો નહિ જેવો અને બીજી બાજુ સમાચાર મેળવવાના સત્તાવાર સાધન પણ નહિ. આમ આ પ્રગટાવવું એ ત્યારે સાહસ હતું અને એ સંસ્થાના
સ્થાપક ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સને આભારી હતું. એને પ્રથમ અંક તા. ૨-૫-૧૮૪૯ ને દિને બહાર પડયો હતો. નાનાલાલ દલપતરામના જણાવ્યા મુજબ એ તા. ૪-૪-૧૮૪૯ને દિને પ્રગટ થયો હતો. આ તારીખે વચ્ચે માંડ એક માસને ફેર છે. બુધવારે એ પ્રગટ થતું એટલે કે એને “બુધવારિયું” કહેતા. એ પછીથી શરૂ થયેલાં બીજાં છાપાંઓને પણ લેકે કેટલોક સમય