________________
પત્રકારત્વ
૪૩૧
તે પરથી જણાય છે કે ૧૮૭૮ માં એ પત્ર બાજીભાઈ અમીચંદ તરફથી પ્રગટ થતુ હતુ.
ત્યારે ખબરદાર દ' અને ‘શમશેર ખડાદુર' (સ્થાપના જુલાઈ, ૧૮૫૪) નામનાં પુત્ર પ્રગટ થતાં હતાં, જેની સાથે ‘વરતમાન'ને અવારનવાર તકરારમાં ઊતરવું પડતું. ‘ખબરદાર દણુ' તેા શાંત થઇ ગયું, પણ ‘શમશેર બહાદુર' એના નામ પ્રમાણે શમશેર વીંઝતું જ રહ્યું. એને મુદ્રાલેખ પણ એવે! જ હતા :
નિત કલમ હમારી, ચાલશે એકધારી, વગર તરફદારી, લેકને લાભકારી, પણ રસમ નઠારી, દેખશે જો તમારી, કલમ ચિતારી, દેઈ દેશે ઉતારી.'
ચટ
મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ એમના માસિક ‘સુદર્શન'ના માર્ચ, ૧૮૯૬ ના અંકમાં શમશેર વીંઝવામાં રચ્યાપચ્યા રહેતા આ પત્રનુ` મૂલ્યાંકન કરતાં લખ્યુ 'હતું': એકતાલીશ વર્ષનુ થયા છતાં વધતી જતી વયથી તેણે કાંઈ ડહાપણુ પ્રાપ્ત કર્યું" જણાતું નથી. જ્યારે પ્રસિદ્ધ થયું હશે ત્યારે એક નવાઈ તરીકે સારું લાગ્યું હશે, પણ ચાલુ સમયમાં એ પત્રની કશી વિશિષ્ટતા જણાતી નથી,૧૧ ‘શમશેર બહાદુર'ને એની શમશેર મ્યાન કરવાનેા સમય પણ આવ્યા. રા.બ. મગનભાઈ કરમચંદના ગુમાસ્તા ધરમચંદ ફૂલચંદ અને ભાઉ વિશ્વનાથ વિશે એમાં વિરુદ્ધ લખાણ છપાતાં, બંનેએ પાતાની બદનક્ષી થયેલી હાવાનું જણાવી બદલા મેળવવા અદાલતમાં દાદ માંગી. આ મુકદ્દમાએ ‘શમશેર બહાદુર'નુ' પાણી ઉતારી નાખ્યુ. અને એ ૧૮૫૫માં બંધ પડયું, પણ એ પછી એ ફરી વહેલું સજીવન થયેલું અને લાંબી મુદત ચાલેલું એમ ‘સુદર્શન'માંના ઉપરના અવતરણ પરથી
સમજાય છે.
‘વરતમાન' તળ−ગુજરાતનું પહેલું ગુજરાતી વૃત્તપત્ર હેાઈ એને લગતી માહિતી થાડી વિગતે આપી છે. એનુ' આયુષ પ્રમાણમાં અલ્પ હતું. એના પછી ગુજરાતમાં બીન વમાનપત્ર, ખાસ કરી સાપ્તાહિક, નીકળ્યાં, જેમાં એક નોંધપાત્ર અને લાંખા સમય ટકી રહેલ પત્ર તે ખેડા વર્તમાન'. એની સ્થાપના સન ૧૮૫૧ માં શેઠ પાનાચંદ અને કહાનદાસે એ સમયમાં શકય એવું શિલાપ્રેસ સપાદન કરી કરેલી. ખેડા વર્તમાન' ના ઉદ્દભવ સમયે ત્રણેક મેટાં શહેર બાદ કરતાં ખીજે છાપાવાચન જેવું કશું' નહેાતું. પ્રશ્ન છાપાવાચનથી ટેવાયેલી કે રંગાયેલી નડેાતી એવે સમયે પાનાચંદ શેઠે ખેડા જેવા પ્રમાણમાં નાના સ્થળેથી સાપ્તાહિક