________________
હાય
જેારામ કે જેડા ભટ્ટ (ઈ. સ. ૧૮૪૨ માં હયાત)
અમદાવાદના ઔદીચ્ય બ્રાહ્મણું, પિતાનુ નામ મૂળજી વ્યાસ, અવટંક દેરાસરી. એની એકમાત્ર રચના શીતળાદેવીનુ આખ્યાન (ઈ. સ. ૧૮૪૨, અપ્રસિદ્ધ) જાણવામાં આવી છે.
યદુરામ (ઇ,સ. ૧૮૪૪ માં હયાત)
અમદાવાદના વતની. આ ગરબાકારની એકમાત્ર રચના અખાજીને પરચે (ઈ. સ. ૧૮૪૩) જાણવામાં આવી છે. (આ ગરબામાં અમદાવાદના શ્રી હેમાભાઈ અને હુઠીભાઈ નામના શેઠોનાં નામ આપવામાં આવ્યાં છે.) ઉત્તમરામ (ઈ.સ. ૧૮૪૪ માં હયાત)
સંભવત: ડાકારના વતની. આ કવિના બે ગ્રંથ ડંકપુરમાહાત્મ્ય' (ઈ.સ. ૧૮૪૪) અને ‘રેવાજીના છ' (અપ્રસિદ્ધ) જાણવામાં આવ્યા છે. હમીર (ઈ.સ. ૧૮૪૯માં હયાત)
આ બારોટનુ એકમાત્ર કાવ્ય : ભાવનગરના ટાંકાર વિજયસિહજીની દશેરાની સવારીનું વર્ણન આપતું ‘દશરા બનાવ’ (ઈ.સ. ૧૮૩૯) જાણવામાં આવ્યુ છે. દસ્તૂર દોરાખજી રુસ્તમજી (ઈ.સ. ૧૨૫૨માં હયાત)
ભાઠા ગામના વતની દસ્તૂર દારાખજીની એકમાત્ર પારસી ખેાલીને સાચવતી રચના ‘ખાને–તેઆમત' (ઈ.સ. ૧૯૫૨) જાણવામાં આવી છે. હજી અપ્રસિદ્ધ છે. પ્રભાશકર (ઈ. સ. ૧૮૬૨-૬૩ માં હયાત)
અમદાવાદના આ ખડાયતા બ્રાહ્મણની પેાતાના હાથની કરેલી નકલમાં એનાં જ્ઞાનવિષયક ધાળ (ઈ.સ, ૧૮૬૩, અપ્રસિદ્ધ), તુલસીવિવાહ (ઈ.સ. ૧૮૬૨), પદે (અપ્રસિદ્ધ), પંદરતિથિ (અપ્રસિદ્ધ), બારમાસ (અપ્રસિદ્ધ) અને બ્રહ્મતત્ત્વ (ગદ્ય, અપ્રસિદ્ધ) સચવાઈ રહ્યાં છે.
ભવાનીશંકર (ઈ. સ. ૧૮૭૨માં હયાત)
લિથામાં છપાઈને પ્રસિદ્ધ થયેલા ‘ભવાનીકાવ્ય’ એ શીર્ષકના ગ્રંથ (ઈ. સ. -૧૨૭૨) થી જાણવામાં આવ્યા છે. એ તારંગા પાસેના હાલ ગામના વતની અને જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ હતા.
-મગળશ ક્રુર પંડિત (ઈ.સ. ૧૮૬૮માં હયાત)
જય અમદાવાદના નાગર બ્રાહ્મણ. આ કવિની એકમાત્ર રચના ‘ગુરુગીતા' (ઈ.સ. ૧૮૬૨) ભણવામાં આવી છે (અપ્રસિદ્ધ), જશવત (ઈ.સ. ૧૮૮૧માં હયાત)
તે
. બહુચરાજીના છંદ’. (અપ્રસિદ્ધ) એ કાવ્ય સ`ગ્રહથી આ કવિનું અસ્તિત્વ જાણવામાં આવ્યું છે,