________________
બ્રિટિશ કરણ વ્રજલાલ કાલિદાસ શાલી (૧૯૨૫-૧૮૯૨) ,
, અર્વાચીન ગુજરાતના પહેલા ભાષાશાસ્ત્રી અને ગુજરાત વર્નાકયુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)ના ઈ.સ. ૧૮૬૫ થી સહાયક મંત્રી પણ થઈ ચૂકેલો. શાસ્ત્રીજી વ્રજલાલ કાલિદાસ પેટલાદ તાલુકાના મલાતજના વતની હતા. એમણે જૂના પદ્ધતિએ ચંદ્રહાસ આખ્યાન (ઈ.સ. ૧૮૫૮) અને મુક્તામાળા રચ્યાં છે. વૈશેષિક. તર્કસાર, રસગંગા, નાગર-પુરાવૃત્ત (અપ્રસિદ્ધ) ઇત્યાદિ ગ્રંથ પણ લખ્યા છે. અવિનાશાનંદ (ઈ.સ. ૧૯૩૪-૧૮૮૩)
સહજાનંદ સ્વામીના આ શિષ્ય ભક્તકવિએ સંતનાં લક્ષણ, સત્સંગીકુસંગીનાં લક્ષણ, સહજાનંદ સ્વામીની અનેકવિધ લીલાનાં પદ, અને સંકર ગણપતિ. હનુમાનજી વગેરેની આરતીઓ પણ રચેલ છે. સેવકરામ રૂપરામ (ઈ.સ. ૧૯૩૪-૧૮૬૮માં હયાત)
અમદાવાદ (રાયપુર)માં થયેલ ભટ્ટ મેવડા સેવકરામની બે રચના બંસી” (પ્રસિદ્ધ) અને “વ્યાજનું આખ્યાન (ઈ.સ. ૧૮૬૮ ?) (અપ્રસિદ્ધ) જાણવામાં આવી છે. એ ઈ.સ. ૧૮૩૪ માં હયાત હતો એવું પણ જાણવામાં આવ્યું છે.. કૃષ્ણ કે કૃષ્ણારામ (ઈ.સ. ૧૮૧૮ માં હયાત)
આ કવિ દયારામને સમકાલીન હતા અને કપિલદેવહૂતિસંવાદ, કલિયુગને ગરબે (ઈ.સ. ૧૮૧૮), નારીને ગરબો ઉપરાંત અનેક પદોને રચના એના મુદ્રિત કૃષ્ણારામ મહારાજને કાવ્યસંગ્રહથી જાણવામાં આવ્યા છે. ગોવર્ધન (ઈ.સ. ૧૮૨૫ માં હયાત)
આમદના એક હરિદાસ નામના વણિક માટે રચેલી એની એકમાત્ર રચના, ૧૦ કડવાંની કપિલગીતા' (૧૮૨૫), જાણવામાં આવી છે. એ હજી અપ્રસિદ્ધ છે. બાપુ (ઈ.સ. ૧૯૩૪ માં હયાત, ૧૮૪૩માં અવસાન)
મિયાગામને વતની અને ધીરાભક્તને શિષ્ય. એના જ્ઞાનને દ્વાદશ માસ છપાયા છે, થડ પદ પણ છપાયાં છે. બાપુ ગાયકવાડ (આશરે ઈ.સ. ૧૭૭૮–૧૮૪૩) - વડોદરાના ગાયકવાડને ભાયાત. પિતાનું નામ યશવંતરાવ ગાયકવાડ. એ પણ ધીરા ભક્તને શિષ્ય કહેવાય છે. એને પદપ્રહ પ્રાચીન કાવ્યમાળા (સંબે માં છપાયે છે, પણ એ રચનાઓનું કર્તવ્ય સંદિગ્ધ છે. " " ,
I
.