________________
33
ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ બીજા કેટલાક પ્રદેશોની જેમ અહીં પણ ખાસ કરીને વેપારીવર્ગમાં એનું લેખનસુલભ રૂપ વિકસાવાયું૧૩ અને એમાંથી ગુજરાતી લિપિને જન્મ થયે. અંગ્રેજી વર્ણમાળાના લિખિત સ્વરૂપની જેમ ત્વરાથી અને સરળતાથી કલમ ઉઠાવ્યા વિના થતા દેવનાગરીના લેખનને-અંગ્રેજીમાં જેને cursive writing કહે છે તેને પરિણામે મોટા ભાગના ગુજરાતી વર્ણીનું સ્વરૂપ સોળમાં સત્તરમા સૈકામાં ઘડાયું, બાકીના વર્ણ અર્વાચીન કાળમાં મુદ્રણને આરંભ થયા પછી ગુજરાતી સ્વરૂપ પામ્યા.૧૪ દેવનાગરીમાંથી વિકસેલી પ્રાદેશિક લિપિઓમાં ગુજરાતી એ દેવનાગરીનું સૌથી વધુ નજીકનું, વફાદાર, સૌથી સરળ અને છતાં સુંદર રૂપ છે એમ પ્રાદેશિકતાના અભિમાન સિવાય કહી શકાય.૧૫
ગ્રંથલેખન માટે ગુજરાતી લિપિ સર્વથા ગ્ય હતી; સંસ્કૃત ગ્રંથ બંગાળી લિપિમાં લખાયા અને છપાયા છે એમ અહીં પણ થઈ શકયું હતું, પરંતુ જેમ લોકભાષા સામે હતા તેમ ગુજરાતી લિપિ સામે પણ વિદ્વાને વગેરેમાં એક પ્રકારને પૂર્વગ્રહ પ્રવર્તતે હેય એમ બને, નહિ તે સળમા–સત્તરમા સૈકા પછી ગુજરાતમાં લખાયેલી હજારે હસ્તપ્રતે (જેમાંની ઘણું મોટી સંખ્યા ગુજરાતી ભાષાની છે) દેવનાગરી લિપિમાં જ હેય એમ બને નહિ, સમાજના અજ્ઞાન ગણાતા વર્ગની એ લિપિ છે એ પણ ખ્યાલ પ્રવર્તતે હેાય.
ગુજરાતી મુદ્રણકલાને પ્રારંભ મુખ્યત્વે પારસીઓ અને અન્ય ધંધાદારીઓએ કરેલે હાઈ એમણે એ માટે લેકભોગ્ય લિપિ પસંદ કરી અને એથી ગુજરાતી લિપિ શિક્ષણ ઉપરાંત સાહિત્યલેખન માટે પણ સ્વીકૃત અને પ્રચલિત થઈ. -ગુજરાતી લિપિ જેમ દેવનાગરીનું સ્વરૂપાંતર છે તેમ મહારાષ્ટ્રની મોડી લિપિ પણ છે. પેશવાઓને અને વડોદરા જેવાં મરાઠી રાજ્યોને અગાઉને વહીવટ મેડી લિપિમાં લખાતી મરાઠી ભાષામાં ચાલતા હતા. મહારાષ્ટ્રમાં વિદ્યાક્ષેત્રે એ સમયે બ્રાહ્મણોનું વર્ચસ હાઈ, શ્રી પ્રિયળકર કહે છે તેમ, પ્રાદેશિક લિપિમાં ગ્રંથના લેખન સામે શાસ્ત્રીઓએ ઘણે ઊહાપોહ કર્યો હતો, આથી મેડી લિપિ વ્યવહારમાંથી ધીરે ધીરે ઘસાઈ ગઈ અને એના જાણકાર હવે મહારાષ્ટ્રમાં પણ વિરલ થઈ ગયા છે.
ગુજરાતી લિપિને સર્વ પ્રથમ ઉપલબ્ધ મુદિત નમૂને તા. ૨૯-૧-૧૭૯૭ના
ખે કુરિયરમાં એક જાહેરાતરૂપે છપાયે છે. ભારતની બીજી કોઈ પ્રાદેશિક લિપિમાં આ પહેલાં લખાણ છપાયું હેય એમ જાણવામાં નથી. પહેલાં શિલાછાપ અને પછી બીબાં–મુદ્રણના આરંભ સાથે ગુજરાતી પુસ્તકે ગુજરાતી લિપિમાં જ '