________________
૩૮૨
બ્રિટિશ મા વોરને ગેરહા માબાપ ભાઈ ને કાકા ભેગા થૈને જોવા નિકલે. જણે ગામ લાડિ ગમે તણે ગેર જાઈને પુસે, “તમારે સુરિને મારા સારા હાર સગાઈ કરવી સે” ને લાડિને માબાપ ગમે તે હાં, સગાઈ કરવી સે.” એમ કે પસે કલાલને ગેરસે હો એક રૂપિયાને ભગાવિ સગળાં પાઇને વોર ને માબાપ પાસાં અણાને ગેર આવે ને વિવા કરે. ૧૫, ડુંગરપુર-વાંસવાડાની વાગડી
અમેં ભિલ કેવું છે. ને ડોંગરમેં ર. અસલ અમારા બાપદાદા આવેલ સે તાર થકિ ડોંગરા અમારા કન્વયં ને અમારો વિવા થાય કે વરને ઘેરેયં માબાપ ભાઈને કાકા ભેગ એને લાડિ જોવા નરે. એ ગામ લાડિ ગમે એણે ઘેરે જાઈને પુસે કે તમારિ સોરિનિ મારા સારા સાતે સગાઈ કરવિ સે?' એમ કે. પસે લાલને ઘેર-ઓ દાર એક રૂપિયાનો મંગાવિ સંગળને પાઈને વર નં માબાપ પાસે એણને ઘેરે આવે ને વિવા કરેં.
૩. લિપિ જૂના ગુજરાતી સાહિત્યના ગ્રંથ ગુજરાતમાં પ્રચલિત હતી તે પ્રકારની દેવનાગરી અથવા બાળબેધ લિપિમાં–જૈન હસ્તપ્રતે બાબતમાં દેવનાગરી લિપિના જૈન મરેડમાં-લખાતા હતા. સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાના અભ્યાસ માટેના કે વિદ ભોગ્ય ગ્રંથની પ્રતની લિપિ અને ગુજરાતી ભાષાની વિવિધ કૃતિઓની લિપિ વચ્ચે કશો ભેદ ન હતું. હા, એટલું ખરું કે ઈસવી સનના સોળમા સત્તરમાં અઢારમાં સૈકામાં અને ઓગણીસમા સૈકાના આરંભમાં કેટલીક ગુજરાતી કૃતિઓ સળંગ દોરેલી લીટીઓ નીચે લખેલી ગુજરાતી લિપિમાં મળે છે. એ લિપિ વેપારીઓના ચેપડામાં લખાતી હતી અને એ ગુર્જર લિપિ, વાણિયાશાહી કે મહાજન-લિપિ તરીકે ઓળખાતી હતી. ગ્રંથસ્થ ગુજરાતી લિપિને સૌથી જૂને ઉપલબ્ધ નમૂને ભે. જે. વિદ્યાભવનના સંગ્રહમાં સચવાયેલી ગુજરાતી “આદિપર્વની સં. ૧૬૪૮ (ઈ. સ. ૧૫૯૧-૯૨)ની હસ્તપ્રતને છે.૧૨ આ બતાવે છે કે ગ્રંથલેખન માટે ગુજરાતી લિપિને ઉપયોગ, ભલે અપવાદરૂપે પણ, ઠીક જૂના સમયમાં થત હતા; આ કરતાં જૂના એના નમૂના નહિ મળે એમ માનવાને કારણ નથી,
દેવનાગરી લિપિ શાસ્ત્રીય છતાં અટપટા ખાંચા-ખચકાવાળી હેવાથી તથા પ્રત્યેક અક્ષર ઉપર માથું બાંધવાને કારણે ત્વરિત લેખનમાં અગવડભરી હેવાથી