________________
ગુજરાતી ભાષા બાલીએ અને લિપિ
TG.
ભાષાઓને પેાતાની માતૃભાષા ગણાવી હતી.૧૦ આમાંની લગભગ ૯૦ ટકા વસ્તી -આ જ સંદર્ભના જણાવવા મુજબ ગુજરાતીને પેાતાની માતૃભાષા જણાવતી માલૂમ પડી હતી. આ સિવાયની માતૃભાષાઓને વિચાર કરીએ તે આદિમ 'તિઓની મુખ્ય મુખ્ય ખેાલીઓની સંખ્યા લગભગ બાર જેટલી થવા જાય છે. આનાં નામ આ પ્રમાણે આપી શકાય: ડાંગી' ભીલી' ‘ભિલેાડી' ચૌધરી' ‘ગામીત' ‘ક્’કણી' ‘વારલી' ‘ઘેડિયા' માવચી' ‘વસાવી' કોટવાળિયા' અને “નાયકડી,’
આમાંની પ્રત્યેક ખેાલી અન્ય કરતાં ભિન્ન છે, અહી તા વિસ્તારભયથી માત્ર ભીલી'ની શબ્દગત વાગ્ભદની રેખાએ આપી છે. શામળાજી–વિસ્તારની ભીલીનાં દૃષ્ટાંત આ મુજબ છે :
અદારુ' (ન.) અંધારુ ઇસૂસ (અ.) આમ જ કઈક (વિ.) ઘણું ખરાડવુ (ક્રિ.) ખાવું
જેરે (અ.) જ્યારે
ન્યાસી (સ્ત્રી.) ગાય
ડુ ંગરું (ન.) ચીભડુ...
ઢકેલી પાડવું (ક્રિ.) ધકેલી દેવું
તર (સ્ત્રી.) તરશ
પુઠે (અ.) પછી
ભાઠા (પુ.) પથ્થર મૂડ (ન.) માથું
લખરાં (ન., બ. વ.) કપડાં
વરસાં (ન., બ. વ.) વરસા સપવુ (ક્રિ.) છુપાઈ જવુ, છપવું
આમ તદ્દન અછડતી રીતે જોતાં ગુજરાતી ભાષાની પ્રાદેશિક તેમજ આદિમ જાતિઆની ખેાલીએના આવા છ મેાટા વિસ્તાર પાડી શકાય.૧૧
આ છ મેાટા વિસ્તારામાં કીને પાછા એ જ પદ્ધતિ વડે પેટા વિસ્તારા પાડી શકાય અને પ્રત્યેક પેટા વિસ્તારમાં પણ ‘જ્ઞાતિખેાલી' ‘અતિખેલી' વર્ગ ખેલી' ધ ધામેાલી’ ‘પારસીમેાલી' ઇત્યાદિ જેવા ભેદાની પણ તપાસ કરી -શકાય. આ પ્રકારના ભેદ જો વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હાય તા તેઓને પશુ
જે તે ખેાલીભેદ તરીકે ઓળખાવી શકાય.