________________
ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ
ઝાલાવાડમાં વર્તમાન બીજા પુરુષ એકવચનમાં વ્યાપક રીતે પહેલા પુરુષના એકવચન જેવું રૂપ પ્રયોજાય છેઃ તું આવું છું” વગેરે.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મેર વગેરેની બોલીમાં વર્તમાન પહેલા પુરુષમાં અંતે અનુનાસિક ઉચ્ચારણ નથી; જેમકે “આવિયે” “કરિયે વગેરે, બાકી સમગ્ર સૌરાષ્ટ્રમાં ત્યાં અનુનાસિક અ ભ્યારણ છેઃ “આવિ કરિયે” વગેરે.
ત્રીજી વિભક્તિના એકવચનમાં અનુનાસિક “એ” પ્રત્યય છે, જે અકારાંત નામોને લાગતાં અંતર્ગત થાય છે, એ સિવાયમાં બહાર વળગેલો હોય તે “યં” રૂપ ધારણ કરે છે. અંતે “ઓ'—ઉં” આવતાં વિકારક નામ-વિશેષણામાં અંતર્ગત થાય તે “એ” અનુનાસિક હોય છે; જેમ કે ડે, પરંતુ અલગ રહે તે “અનુનાસિક હેય છે; જેમકે “ધેડાયે” વગેરે
પહેલી વિભક્તિના બહુવચનમાં સૌરાષ્ટ્રમાં વ્યાપક રીતે “ઉ” પ્રત્યય સાંભળવામાં આવે છે. જ્યારે સ્ત્રીલિંગ ઈ–ઈકારાત’ શબ્દોને લાગે છે ત્યારે સેરઠ અને હાલારમાં એ “ઉ” અનનુનાસિક હોય છે; જેમકે “બાઈડિયું ઘોડિયું વગેરે, પણ બાકીના પ્રદેશમાં અનુનાસિક ઉચ્ચારણ છે; જેમકે “બાઈડિયું ઘડિયું” “કરિયું” દિકરિયું વગેરે.
સૌરાષ્ટ્રમાં તે સર્વનામ માત્ર તથા ના અર્થમાં “તિ' તરીકે પ્રજાય છે, બાકી એને ઉપગ થતું જ નથી, એને બદલે સર્વત્ર “એ” વપરાય છે. જેની સામે પણ “એ જ ઃ “જે કરશે એ ભોગવશે.'
ગ્રામીણ બેલીમાં સર્વનામમાં “અમિ' “તમિ' “તી' “ઇ” “ઈમણું “કિમણું જિમણું' “ઈમ” “જિમ” “કિમ વગેરે સામાન્ય. એટલું–એટલે-કેટલું–જેટલું” ને સ્થાને “અટલું–અટલે-કટલું–જટચલું વ્યાપક રીતે સંભળાય છે. “જ્યારે– ત્યારે ક્યારે ને સ્થાને “જહેં–ત-પૅ,” તે “ત્યાંને સ્થાને મધ્ય વિભાગમાં ન્યાં અને કંઠાળના પ્રદેશમાં કરછીની અસરે “વાં' ખૂબ સામાન્ય
પ્રાદેશિક તેમજ જ્ઞાતિગત બેલીઓને આછો ખ્યાલ આવે એ દષ્ટિએ થોડા નમૂના ઠીક થઈ પડશે. અહીં પારસીઓની બલીને જેમ બાકાત રાખવામાં નથી આવી તેમ હાલ ગુજરાતના રાજકીય એકમમાંથી ભાગલા પાડતી વખતે રાજસ્થાનમાં ચાલ્યા ગયેલા ડુંગરપુર અને વાંસવાડા જિ૯લાઓની “વાગડી” બોલીને પણ સમાવેશ કરવામાં આવે છે, કારણ કે એ ગુજરાતીની જ બોલીઓ છે, છેલ્લીને નમૂને સુલભ નથી. પાકિસ્તાનમાં ગયેલા થરપારકરની પણ બોલી ગુજરાતી છે, પણ નમૂનો સુલભ નથી.