________________
બ્રિટિશ કહ એક જ દાયકામાં શાળાઓની સંખ્યામાં ૩૬.૪ ટકા અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકા વધારો થયું હતું.'
એસ. એલ. સી. (સ્કૂલ-લીવિંગ સર્ટિફિકેટ) પરીક્ષા ૧૮૮૯ માં શરૂ કરાઈ હતી, પણ લેક પર મૅટ્રિકની પરીક્ષાની પકડને કારણે ૧૯૦૪-૦૫ માં આ પરીક્ષા રદ કરાઈ હતી, અરવિંદ ઘોષની પ્રેરણા નીચે નર્મદા કિનારે કેશવરાવ દેશપાંડેએ ગંગનાથ વિદ્યાલય શરૂ કર્યું હતું. વિદ્યાલયમાં સંસ્કૃત, વૈદિક ધર્મ, ગણિત, ચિત્ર, ભારતને રાષ્ટ્રિય ઈતિહાસ, લશ્કરી તાલીમ, રમતગમત, વણાટકામ, ધાર્મિક શિક્ષણ જેવા વિષયે સ્વામી આનંદ, જુગતરામભાઈ, કાકા કાલેલકર, બી. બી. જોશી, બી. એલ. ફડકે, નાગેશ ગુણાજી જેવા દેશસેવકે દ્વારા શીખવાતા હતા. લશ્કરી તાલીમમાં વડોદરાના સેનાપતિ શિંદે અને બીજા અધિકારીઓ રસ લેતા હતા, ૧૯૧૧ માં આ સંસ્થા બંધ કરવાની બ્રિટિશ સરકારે ફરજ પાડી હતી. દક્ષિણમૂર્તિ (૧૯૧૦) તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (૧૯૧૪) જેવી રાષ્ટ્રિય કેળવણીની હિમાયત કરતી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી, તેથી હિંદી ભાષા શારીરિક કેળવણી અને ઉદ્યોગ જેવા વિષને ચિચ્છિક ધેરણે સ્થાન મળ્યું હતું. દક્ષિણામૂર્તિ સંસ્થાએ ચિત્ર અને સંગીતને પણ સ્થાન આપ્યું હતું. હરભાઈએ ડેટન પદ્ધતિથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આમ માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે રાષ્ટ્રવાદના ઉદય સાથે અભ્યાસક્રમ તથા પરીક્ષાની પદ્ધતિ વગેરે અંગે ઠીક ઠીક પ્રયોગ શરૂ થયા હતા, છતાં મૅટ્રિક્યુલેશન પરીક્ષાની પકડ જેવી ને તેવી રહી હતી. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો પૈકી જામનગર પાલીતાણું ધ્રાંગધ્રા લીંબડી વગેરેએ માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતું. છતાં માધ્યમિક શિક્ષણ માટે ભાગે શહેરો અને દેશી રાજાઓની રાજધાની પર્યત મર્યાદિત રહ્યું હતું.૩૨ ઉચ્ચ શિક્ષણ
અર્વાચીન ઉચ્ચ શિક્ષણ માટેની પ્રથમ સંસ્થા ગુજરાત પ્રોવિશ્લેયલ કોલેજ સને ૧૮૬૧ માં અમદાવાદમાં રૂ. ૭૨,૫૦૦ની વ્યાજ સહિત લોકફાળાથી અસ્તિત્વમાં આવી હતી. કોલેજને માસિક ખર્ચ રૂ. ૪૩૦ હતા. એક યુરોપિયન અને બીજા બે હિંદીઓ અધ્યાપક તરીકે કામ કરતા હતા. કોલેજની વ્યવસ્થા સરકારી માધ્યમિક શાળાના આચાર્યને હસ્તક હતી. કાયદે પ્રમાણશાસ્ત્ર ગણિત અને ચિત્રના વિષયોનું શિક્ષણ અપાતું હતું. કાયદાના સવારના અને સાંજના વર્ગોમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને સરકારી નોકરે હાજરી આપતા હતા. ૧૮૭૨ માં આ સંસ્થા ઓછી સંખ્યાને કારણે બંધ કરવામાં આવી હતી. ૧૮૭૮ માં ફરી આ કેલેજ શરૂ કરવામાં આવી અને ૧૮૫૭માં અસ્તિત્વમાં આવેલ