________________
કેળવણું
૩૩૭ હાઈસ્કૂલ ૧૮૭૩ માં અને જામનગરની હાઈસ્કૂલ ૧૮૭૯ માં શરૂ કરાઈ હતી. ભાવનગરમાં ૧૮૭૮ માં એ. વી. સ્કૂલ શરૂ કરાઈ હતી. સને ૧૮૮૧-૮૨માં સૌરાષ્ટ્રમાં કુલ ૧૫ અંગ્રેજી શાળા હતી. તેમાં ૧,૫૮૩ વિવાથી ભણતા હતા. સુરત(૭) ભરૂચ(૨) અમદાવાદ(૬) અને ખેડા(૬) જિલ્લાઓની શાળાઓમાં અનુક્રમે ૭૬૮, ૨૬૮, ૫૬૧ અને ૨૦૭ વિદ્યાથી ભણતા હતા. ૧૮૭૯ માં મહેસાણા જિલ્લામાં પાટણ અને કડીમાં અંગ્રેજી શાળાઓ શરૂ કરાઈ હતી.૩૦
૧૮૮૨ માં નિમાયેલા હન્ટર કમિશને જિલ્લાવાર એક સરકારી આદર્શ શાળાની ભલામણ કરી હતી અને માધ્યમિક શિક્ષણની જવાબદારી ખાનગી સાહસ કેળવણી મંડળ દ્વારા ઉપાડાવી જોઈએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત ખાનગી શાળાઓને ઉદારતાથી દેણગી આપવાની તથા સરકારી શાળામાં ફી વધારવાની એમણે ભલામણ કરી હતી. આથી લેકેમાં અસંતોષ ફેલાયે. પરિણામે સુરત અમદાવાદ અને ભરૂચમાં કેટલાક પરોપકારી અને દેશહિતચિંતક ગૃહસ્થાએ ખાનગી માધ્યમિક શાળાઓ શરૂ કરી. સુરતમાં ચુનીલાલ શાહે ૧૮૮૮માં દેણગી લીધા સિવાય શાળા શરૂ કરી હતી. ભરૂચમાં લેક હિતેચ્છુ શાળા શરૂ કરાઈ હતી, જેના શ્રી રતનરામ થાનકી પ્રથમ આચાર્ય હતા. ૧૮૮૦માં ઓછી ફી લઈ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા વ્રજરાય સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં શાળા શરૂ કરી હતી. ઈડર માણસા રાજપીપળા ખંભાત લીંબડી વઢવાણ ભાવનગર કર૭ જામનગર જુનાગઢ પોરબંદર વગેરે રાજ્યએ એમના રાજ્યમાં શાળાઓ શરૂ કરી હતી. લોર્ડ કર્ઝન વાઈસરૉયપદે આવતાં એને માધ્યમિક શિક્ષણના ફેલાવાને અટકાવવા પ્રયત્ન કર્યો અને એણે માન્યતા માટે કડક ધોરણ અપનાવવા સૂચન કર્યું, છતાં બંગભંગ અને ત્યારબાદ લેક–જાગૃતિને કારણે માધ્યમિક શિક્ષણને વિકાસ અટક્યો નહેાતે; ૧૯૦૦-૧૯૦૧ ના આંકડા આ બાબત સ્પષ્ટ કરે છે : માધ્યમિક શિક્ષણ ૧૯૦૦-૧૧ પ્રદેશનું નામ શાળાની સંખ્યા વિદ્યાથીઓની સંખ્યા
૧૯૦૧ ૧૯૧૧ ૧૯૦૧ ૧૯૧૧ ૧, તળગુજરાત
૧૩૧ ૯,૭૨૦ ૧૬,૦૦૨ ૨. સૌરાષ્ટ્ર
૬,૩૯૧ ૯,૦૭૯ ૩, કચ્છ
- ૫ ૭ ૩૮૦ ૭૩૧ કુલ ૧૫૧ ૨૦૬ ૧૬,૪૯૧ ૨૫,૮૧૨
૭.