________________
બ્રિટિશ કીધ
339
અગ્રેજી શાળાઓમાં ૪-૬ વર્ષના અભ્યાસક્રમ હતાં. ૧૮૬૫-૬૬ સુધી છ ધારણ હતાં, ૧૮૭૦-૭૧ માં પીલે સાતમું વર્ષ” ઉમેર્યું હતુ. સાતમા વર્ષના અંતે મૅટ્રિકયુલેશનની પરીક્ષા લેવાતી અને એમાં ઉત્તીણુ થનારને પ્રમાણપત્ર અપાતું.
૧-૫ ધારણા અને ૧-૩ ધેારણા શીખવતી શાળાઓને ઍગ્લા વર્નાકયુલર સ્કૂલ' કે ‘એ. વી, સ્કૂલ' એવું નામ મળ્યું હતું. પહેલા ગ્રેડની એ, વી. સ્કૂલ ‘સુપિરિયર એ. વી, સ્કૂલ' કહેવાતી હતી અને એમાં અંગ્રેજીના માધ્યમથી ૧-૫ ધારણાના અભ્યાસ કરાવાતા હતા. એના મુખ્ય ઉદ્દેશ કારકુના તૈયાર કરવાને હતા તેથી અભ્યાસક્રમમાં અંગ્રેજી વાચન-લેખન, વ્યવહારુ ગણિત, અ ંગ્રેજી પત્ર લેખન, અંગ્રેજીમાંથી સ્વભાષામાં ભાષાંતર, અને ખીજગણિતના પ્રાથમિક અભ્યાસ, ઈંગ્લૅન્ડ અને ભારતના ઇતિહાસની મઽત્ત્વની બાબતે તથા ભૌતિક શાસ્ત્રના સામાન્ય જ્ઞાનને સ્થાન અપાયેલ. એમાં ઉત્તીણું થાય તે કારકુનની પરીક્ષામાં બેસી શકતા હતા અથવા હાઈસ્કૂલનાં ઉચ્ચ ધેારણેામાં બેસી મૅટ્રિકયુલેશન સુધી ભણતા હતા. ખીજી કક્ષાની એ. વી. સ્કૂલમાં ૧-૩ ધેારણ સુધી શિક્ષણ અપાતું હતું. સ્વતંત્ર એ. વી. શાળાઓ હાઈસ્કૂલ માટેના વિદ્યાર્થી તૈયાર કરતી હતી; અંગ્રેજી મુખ્ વિષય હતા. ખીજા પ્રકારની એ. વી સ્કૂલમાં માતૃભાષા દ્વારા વિષયા શીખવાતા અને અંગ્રેજીનું શિક્ષણ મરજિયાત હતું. આ પ્રકારની શાળાઓમાં અંગ્રેજી શાળાએ કરતાં ફીનું ધારણ પણુ છુ. હતું. મુંબઈ રાજ્યના ડાયરેકટર પીલે આવી શાળાઓમાં પૂરતી સંખ્યા અને અગ્રેજી સારી રીતે શીખવી શકે તેવા શિક્ષક હાય તા જ ચાલુ રાખવી કે શરૂ કરવી એવી નીતિ અખત્યાર કરતાં આ શાળાઓની સંખ્યા ઘટી ગઈ ને આ પ્રકારના લાપ થયા હતા. છતાં હાઈસ્કૂલ સાથે ૧-૩ ધારણુ ‘એ. વી. સ્કૂલ’ કે ‘મિડલ સ્કૂલ’ તરીકે ૧૯૪૭ સુધી અસ્તિત્વમાં રહ્યાં હતાં૨૯
સને ૧૮૬૫-૬૬ માં સુરતમાં ૮, ભરૂચમાં ૩, ખેડામાં ૧૦, ૫’ચમહાલમાં ૨ અને અમદાવાદ જિલ્લામાં ૧૧ માધ્યમિક શાળા હતી. સૌરાષ્ટ્રમાં ૧૧ માધ્યમિક શાળા આ અરસામાં હતી; તેમાં ૧,૭૨૫ વિદ્યાથી ભણુતા હતા. ગુજરાતમાં કુલ ૪૫ શાળાઓમાં ૫,૫૧૪ વિદ્યાથી ભણુતા હતા.
વડાદરા રાજ્યમાં સહુથી પ્રથમ અગ્રેજી શાળા વડાદરા શહેરમાં ૧૮૦૧ માં શરૂ કરવામાં આવી હતી. સાજિત્રા અને ડભાઈમાં ૧૮૭૩ માં એ. વી. સ્કૂલ શરૂ કરાઈ હતી. ૧૮૭૯ માં વધુ ત્રણ શાળા શરૂ કરવામાં આાવી હતી. પાલનપુર અને રાધનપુરમાં ૧૮૭૮-૭૯ માં અંગ્રેજી શાળા શરૂ કરાઈ હતી. કચ્છમાં ૧૮૭૮-૭૯ માં ભૂજની એક હાઈસ્કૂલ તથા એ એ. વી. સ્કૂલ હતી. સને ૧૮૭૬માં ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ શરૂ કરાઈ હતી. જૂનાગઢની બહાદુરખાનજીઃ