SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ કેળવણ દરમ્યાન અભ્યાસક્રમ ભારે બનાવાયો હતો. પ્લેઇન-ભૂમિતિ સૃષ્ટિ-જ્ઞાન બાગકામ અને ચિત્રકામને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું હતું. શિક્ષકને પગાર રૂ. ૪ થી માંડીને માસિક રૂ. ૬૦ સુધીનો હતો. નિયત પગારની જગ્યાઓની પ્રથા પણ ચાલુ થઈ હતી. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં નાણાકીય તંગીને કારણે શિક્ષણ અંગે ઉદાર દેણગી આપવાની ભારત સરકારની નીતિમાં પરિવર્તન આવ્યું હતું અને તેથી પ્રાથમિક શિક્ષણના વિકાસકાર્યક્રમમાં કાપ આવ્યો હતે. રાષ્ટ્રભાવનાના "ઉદયને કારણે રાષ્ટ્રિય શિક્ષણ માટેની વિચારણાની શરૂઆત થઈ હતી.૨૭ માધ્યમિક શિક્ષણ ગુજરાતની સર્વ પ્રથમ અંગ્રેજી શાળા દલપતરામ ભગુભાઈ નામના સમાજ-સુધારકે સુરતમાં શાહપુર મુસાફરખાના પાસે ૧૮૩૪ માં શરૂ કરી હતી. ભરૂચમાં ટકલ અને ટાઉજોડે અંગ્રેજી શીખવવાને ખાનગી વર્ગ શરૂ કર્યો હતો. આઈ. પી. મિશન હાઈસ્કૂલ સુરતમાં ૧૮૪૦માં શરૂ કરવામાં આવી હતી. પણ વટાળ પ્રવૃત્તિના ભયને કારણે લોકોએ આ શાળાને પૂરતો લાભ લીધો ન હતો. રાજકોટમાં રેવન્ડ કાર તથા ગ્લાસગોએ ૧૮૪૩ માં અંગ્રેજી શીખવવાને વર્ગ ખેલ્યો હતો. ૧૮૪૦-૪૧ માં સુરતમાં સરકારી હાઈસ્કૂલ લેકેની માગણીથી શરૂ કરવામાં આવી હતી. એના પ્રથમ આચાર્ય દાદાબા પાંડુરંગ હતા. ૧૮૪ર માં ગ્રીન એના આચાર્ય હતા. ૧૮૪૧ અને ૧૮૫૪માં આ શાળામાં ૩૫ અને ૩૮ વિદ્યાથી હતા. ૧૮૪૬ માં અમદાવાદમાં લોકોની અરજીને કારણે સરકારી શાળા અસ્તિત્વમાં આવી હતી. લેકેએ આ માટે રૂ. ૫,૦૦૦ ને ફાળો આપ્યા હતા અને કુલ વાર્ષિક ખર્ચના ૫૦ ટકા હિસ્સા પણ આપવા લેકે કબૂલ થયા હતા. ૧૮૪૭ માં ભરૂચના નાગરિક રૂ. ૨,૦૦૦ ને લેકફાળો આપીને સરકારી શાળા શરૂ કરવા મદદરૂ૫ થયા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સેન્ટ્રલ ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી; ભોગીલાલ પ્રાણવલ્લભદાસ એના પ્રથમ આચાર્ય હતા. ૨૮ આ શાળાઓ ૧૮૭૫–૭૬ સુધી અંગ્રેજી શાળા' તરીકે ઓળખાતી હતી, - કારણ કે એમાં અંગ્રેજી ભાષાના અભ્યાસને ખૂબ મહત્ત્વના વિષય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાઓ માટે હાઈસ્કૂલ શબ્દને પ્રયોગ ૧૮૫૫ સુધી થયો ન હતો. પણ ડાયરેકટર હાવડે આ શબ્દ ઇંગ્લેન્ડની “ગ્રામરકૂલ જેવી શાળાઓ માટે વાપર્યો હતે. ધ. ૧-૩ માં ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા ગણિત સંસ્કૃત ઇતિહાસ ભૂગોળ શીખવાતાં હતાં. માતૃભાષાના વિષયને પાછળથી સ્થાન આપવામાં આવ્યું હતું. ગુજરાતની અંગ્રેજી નિશાળો સુરતની -સરકારી અંગ્રેજી શાળાના આચાર્યના નિરીક્ષણ નીચે મૂકવામાં આવી હતી. આ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy