SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ બ્રિટિશ કાળ સેંપવાથી શિક્ષણના વિકાસમાં ઓટ આવી હતી. ૧૮૯૧-૯૨ થી ૧૯૦૧ દરમ્યાન દુકાળ પ્લેગ વગેરેની અસરને કારણે પણ શિક્ષણના વિકાસ-દરમાં સહેજ ઘટાડો થયો હતે. - વડોદરા રાજ્યમાં ૧૮૯૧ માં એક જ દસકામાં શાળાની સંખ્યા ૧૮૦ થી વધીને ૫૫૦ થઈ હતી. એ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી હતી. ૧૮૯૩ માં મહારાજા સયાજીરાવે અમરેલી જિલ્લાનાં ૧૦ ગામમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરવાનો પ્રયોગ કર્યો હતો. સને ૧૮૯૪ માં ચુનીલાલ સેતલવાડે નગર. પાલિકા વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા સૂચન કર્યું હતું. ૧૮૯૯માં લોર્ડ કર્ઝન વાઈસરેય બનતાં એણે શિક્ષણની ગુણવત્તા તથા પ્રાથમિક શિક્ષણ અંગે રાજ્યને તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ ખર્ચ કરવા સૂચના આપી હતી. શિક્ષકનું પગાર–ધોરણ એની ઉદાર દેણગીનીતિને કારણે સુધર્યું હતું. શિક્ષણ પદ્ધતિ અને કાભિમુખ અભ્યાસક્રમ અંગે એણે આવકારદાયક સૂચને કરેલ, પણ કડક અંકુશનીતિને કારણે એની શિક્ષણ નીતિ અપ્રિય બની હતી. ૧૯૦૬-૧૯૦૭ માં વડોદરા રાજયે એના સમગ્ર વિસ્તાર માં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. બંગભંગની ચળવળે લોકોમાં જાગૃતિ આણી હતી અને શિક્ષણની ભૂખ ઊઘડી હતી. ૧૯૧૦–૧૯૧૧ દરમ્યાન શિક્ષણની પ્રગતિ નીચેના કોઠા ઉપરથી સ્પષ્ટ થશે? પ્રાથમિક શિક્ષણની પ્રગતિ ૧૯૦૦-૧૦૧૧ પ્રદેશનું નામ શાળાઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯૦૦-૧૯૦૧, ૧૯૧૧-૧૯૧૨ ૧૯૦૦-૧૯૦૧ ૧૯૧૧-૧૨ ૧. મૂળ ગુજરાત ૨,૮૬૨ ૫૩૪૭ ૧,૮૮,૩૧૦ ૩,૯૪,૬૪૫ ૨. સૌરાષ્ટ્ર ૧,૦૮૭ ૬૫,૩૭૫ ૭૦,૫૮૧ ૩. કરછ ૧૧૦ ૧૧૩ ૫,૩૭૮ ૬,૫૪૦ કુલ ૩,૮૯૯ ૬,૫૪૭ ૨,૬૦,૦૬૩ ૪,૭૧,૭૬૬ એક દસકામાં શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યામાં ૭૫ ટકાથી વધુ વધારે થયું હતું. ૧૯૦૬ માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અને મુંબઈ સરકારે એક સમિતિ નીમી હતી. એણે આ પ્રયોગ માટે સમય પાળ્યો નથી એવી પ્રત્યાઘાતી ભલામણ કરી હતી. ૧૯૧૦-૧૧ દરમ્યાન ગોખલેજીએ દિલ્હીમાં ધારાસભામાં આ માટે ઝુંબેશ ઉઠાવી હતી, પણ એ નિષ્ફળ ગયા હતા. ૧૯૦૧-૧૯૧૯ના ગાળા
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy