________________
કેળવણી
૩૩૯
મુંબઈ યુનિવર્સિટી સાથે એનું જોડાણ કરાયું હતું અને ૧૮૮૭ માં કોલેજની વ્યવસ્થા ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાને સોંપવામાં આવી હતી. આ સંસ્થા પાસે પૂરતું ભંડળ ન હોવાથી એણે સરકારને કોલેજ ઑપી હતી. ૧૯૧૨ માં ચીનુભાઈ બેરોનેટે આર્ટસ કોલેજ માટે રૂ. ૨ લાખ અને વિજ્ઞાન વિભાગ માટે રૂ. ૬ લાખનું દાન આપ્યું. ત્યારબાદ કોલેજનાં હલ તથા પુસ્તકાલય માટે પણ એમણે દાન આપ્યું હતું. સને ૧૯૦૦ માં આ કોલેજમાં કુલ ૨૧૪ વિઘાથી હતા.
વડોદરામાં ૧૮૭૯ માં કોલેજ શરૂ કરવામાં આવી હતી. ૧૮૮૨ માં એમાં ૩૦ વિદ્યાર્થી હતા. ૧૮૮૭ માં વિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. ૧૮૯૦માં આર્સ અને સાયન્સ વિભાગ ઉપરાંત લો, સિવિલ એન્જિનિયરિંગ અને ખેતીવાડીના ડિપ્લેમા–કેસન વિભાગ હતા. ૧૮૮૪-૮૫ અને ૧૮૯૪-૯૫ માં અનુક્રમે ૪ર અને ૧૬૪ વિદ્યાથી હતા. કાયદે ઈજનેરી અને ખેતીવાડીના અભ્યાસક્રમ પાછળથી રદ કરાયા હતા.
સૌરાષ્ટ્રની સહુથી પ્રથમ કૅલેજ શામળદાસ કોલેજ ૧૮૮૫ માં અસ્તિત્વમાં આવી હતી. સને ૧૯૦૦ માં આ કોલેજમાં ૧૪૭ વિદ્યાથી હતા. આ કોલેજમાં મહાત્મા ગાંધી એક સત્ર ભણ્યા હતા. જૂનાગઢના નવાબ રસુલખાનજીએ એમના દીવાનના સ્મરણાર્થે બહાઉદ્દીન કોલેજ શરૂ કરી હતી અને એમાં ૧૨૫ વિદ્યાથએ ૧૯૦૧ માં હતા. સૌરાષ્ટ્રની બંને કોલેજોમાં માત્ર વિનયન વિભાગ હતે. સત્ર દીઠ વડોદરાની કોલેજમાં ફીનું ધોરણ રૂ. ૩૦ અને ભાવનગરમાં રૂ. ૨૪ હતું. શિક્ષણ લે ઍલોપથી ખેતીવાડી વગેરેના શિક્ષણ માટે ગુજરાતના વિદ્યાથી પૂના અને મુંબઈની સંસ્થાઓને લાભ લેતા હતા. ઉચ્ચ શિક્ષણને શરૂઆતમાં પારસીઓએ તથા ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓએ લાભ લીધો હતો. વિદ્યાબહેન નીલકંઠ અને એમનાં નાનાં બહેન શારદાબહેન મહેતા ગુજરાતનાં સહુ પ્રથમ સ્ત્રી–ગ્રેજ્યુએટ હતાં. આમ સમગ્ર ગુજરાત માટે ચાર કોલેજ હતી, જે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ હતી.૩૩ અધ્યાપન-તાલીમ શિક્ષણ
પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવાનું શ્રેય ઘણું વહેલું સ્વીકારવામાં આવ્યું હતું. ૧૮૨૬ માં મુંબઈની નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરી ત્યારે એને ઉદ્દેશ પશ્ચિમનાં વિજ્ઞાન અને સાહિત્યને ફેલાવો કરવાને હતા. ગામઠી શાળાના શિક્ષકે આ દષ્ટિએ નિરુપયોગી હતા. ૧૮૨૪માં શરૂ