________________
કેળવણી
૩રહ અન્ય ગ્રંથને સમાવેશ થતો નથી, જ્યારે બીજી પદવીઓ માટેના અભ્યાસક્રમમાં જુદાં જુદાં પાઠ્યપુસ્તક હેાય છે.
આવો અભ્યાસક્રમ દસે નિઝામીના નામે સદીઓથી જાણીતું છે. આ અભ્યાસક્રમ તૈયાર કરનાર વિદ્વાન હતા ઉસ્તાઝુલ-હિન્દ મુલ્લાં નિઝામુદ્દીન ફિરંગી મહલી.
એમના પિતા મુલાં કુતુબુદ્દીનને હિ. સ. ૧૧૦૩ (ઈ.સ. ૧૬૯૨)માં ઉ.પ્ર.ના ગામમાં બારાબંકી જિલ્લાના સિંહાલી નામના ગામમાં અમુક લેકેએ એ વખતે શહીદ કર્યા કે જ્યારે તેઓ મદરેસામાં સબક આપી રહ્યા હતા. મુલ્લાં કુતુબુદ્દીનની ખ્યાતિ અને વિદ્વત્તાથી ઔરંગઝેબ અંજા હતો.
મુલ્લાં નિઝામુદ્દીન ૧૪ વર્ષના હતા ત્યારે લખનૌમાં આવતા રહ્યા અને સાત આઠ વર્ષ પછી મદરેસા શરૂ કરી. ઔરંગઝેબે લખનૌમાં એક સનદ મારત આ વંશના લોકોને રહેવા માટે એક કેઠી આપી, જેમાં અગાઉ કેઈ ડચ વેપારી રહેતું હતું. આ મકાન “ફિરંગી મહલ'ના નામે જાણીતું છે. એ જ ફિરંગી મહલ ઇસ્લામી યુનિવર્સિટી સમાન થઈ ગયે. મુલ્લાં નિઝામુદ્દીન જ્યાં રહેતા હતા ત્યાં જ મદરેસા શરૂ કરી અને અહીં “દ નિઝામી” (નિઝામુદ્દીને તૈયાર કરેલ અભ્યાસક્રમ) ઘડવામાં આવ્યું.૧૯ ત્યાંના સ્નાતકે “ફિરંગી મહલી” કહેવાય છે. મુકેલાં નિઝામુદ્દીનનું અવસાન હિસ. ૧૧૬૧(ઈ.સ. ૧૭૪૮)માં થયું. આજે બસો અઢીસો વર્ષથી એમણે ફિરંગી મહલમાં તૈયાર કરેલ અભ્યાસક્રમ આખા દેશમાં પ્રચલિત છે. અલબત્ત એમાં ચેડા સુધારા-વધારા થયા છે, પણ બુનિયાદી રીતે આજે પણ એ અભ્યાસક્રમ દસે નિઝામી' કે “દસે નિઝામિય્યહ' કહેવાય છે.
દસે નિઝામી' અપૂર્વ ઍથેના સંચયનું નહિ, પણ એક ખાસ પ્રકારની ત્તાલીમની પદ્ધતિનું નામ છે. એ એક અભિગમ છે. શરૂઆતમાં મુલ્લાં નિઝામુદ્દીને કે એમના શિષ્યોએ લખેલ ગ્રંથ એમાં ભવાતા. એમાંના અમુક ગ્રંથ એમને જીવનમાં લખાયા. અમુક એમના મરણ બાદ એમના શિષ્યોએ લખેલાં પુસ્તક હતાં, પરંતુ મોટા ભાગના ગ્રંથ તે એ જ હતા કે જે પ્રાચીન કાલથી શીખવાતા હતા. અદલામહ શિબ્લીના મંતવ્ય અનુસાર જો કે આ અભ્યાસક્રમ નિઝામુદ્દીનના નામ સાથે જોડી દેવામાં આવ્યો છે, છતાં એનો આરંભ એમના પિતા મુલ્લાં કુતુબુદ્દીનના સમયથી થયેલે અને ખુદ એમના અનુગામીઓએ પિતાની સૂઝ પ્રમાણે એમાં ફેરફાર કર્યા હતા.
“દસે નિઝામી” સામે અમુક લેકેને વાંધે છે કે એમાં “માફલાત ઉપર સવિશેષ લય અપાય છે, જ્યારે “મનકૂલાત’(પરંપરાગત)ની ઉપેક્ષા થાય છે.