________________
૩૩૦
બ્રિટિશ કા.
એના જવાબમાં એમ કહેવાય છે કે દસે નિઝામીના અભ્યાસક્રમમાં સામેલ ગ્રંથો સાધ્ય નથી, પરંતુ સાધન છે. એક વખત એની ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાથીની ગતિ માત્ર એ ગ્રંથ પૂરતી મર્યાદિત રહેતી નથી, પણ એ સમગ્ર રીતે જે તે વિષયને આવરી લે છે,
અલ્લામહ શિબ્લીએ દસે નિઝામીને એ સમયના એક અત્યંત પ્રગતિશીલ પગલા તરીકે બિરદાવતાં એની વિશિષ્ટતાઓનું નીચે પ્રમાણે નિરીક્ષણ કર્યું છે:
૧. સંક્ષિપ્તતા, અર્થાત દરેક વિષયના એક કે બે સંક્ષિપ્ત પણ સર્વગ્રાહી ગ્રંથની પસંદગી.
૨. આ જ સંક્ષેપના નિયમના અનુસંધાનમાં અભ્યાસક્રમમાં સામેલ ગ્રંથને પૂરા ભણાવવાને બદલે એમાંથી જરૂરી લાગે તેટલા ભાગનું જ અધ્યયન સ્વીકારાયું.
૩. દરેક વિષયમાં જે તે વિષયનું અઘરું મનાતું પુસ્તક અધ્યયન માટે પસંદ કરાયું, જેથી કરીને વિદ્યાર્થીઓમાં જે તે વિષયના પ્રમાણમાં રહેલા અન્ય ગ્રંથના સ્વાધ્યાયની ક્ષમતા વિકસે.
શ્રી વેલસ્મિથ એને સુન્ની મદરેસા કહે છે, એમ છતાં એને અભ્યાસક્રમ એવો છે કે જે સુની શિયા અને બિન-મુસ્લિમ માટે સર્વસ્વીકૃત છે. એ સર્વ અહીંથી સ્નાતક થતા રહ્યા છે તેથી કેટલાક એને “બિનસાંપ્રદાયિક અભ્યાસક્રમ” ગણે છે, જ્યારે કેટલાકને એમાં ધાર્મિક વિદ્યાથીઓના સમાવેશને અભાવ ખૂંચે છે, તેથી જ સૈયદ સુલેમાન નદવીએ “માસાતે સુભાનના બીજા ભાગમાં દસે નિઝામુદ્દીનની એ માટે આકરી ટીકા કરી છે કે એમાં હદીસને અભ્યાસ અપૂરતે. થાય છે, કેમકે “મિશકાત' સિવાય હદીસના કેઈ અન્ય ગ્રંથનું અધ્યયન થતું નથી. ૨૦
તફસીરમાં માત્ર જલાલેન અને બેદાવી ભણાવાતા, પરંતુ મૌલાના શિબ્લીએ કરેલ પૃથક્કરણમાં આ ટીકાને જવાબ આવી જ જાય છે.
મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હઈ સાહેબે દસે નિઝામની ખામીઓની સવિસ્તર ચર્ચા કરી છે તેમ એમાં થએલ ફેરફારો ઉપર પ્રકાશ ફેંક્યો છે. એમણે અરબીમાં લખેલ પુસ્તકનું ઉદૂમાં અબુલ ઝફર નદવીએ “ફુરામ વર્મી કુનૂન, હિન્દુસ્તાન'ના નામે ભાષાંતર કર્યું છે તેમજ મનાઝિર હસન ગોલાનીએ પણ આ વિષય ઉપર “હિન્દુસ્તાન મુઝમાને છે નિશાને તાત્રીમાં તાવિયા” નામને ગ્રંથ લખે છે.
આખાય ભારતમાં “દસે નિઝામી' નજીવા ફેરફારો સાથે આજે પણ પ્રચલિત છે. મુસલમાનમાં પ્રવર્તમાન અજ્ઞાનને નિવારવાના હેતુથી વલસાડના હજરત