________________
૨૯
બ્રિટિશ કાણ કહે છે. ઉ.પ્ર. બિહાર પશ્ચિમ બંગાળ તેમજ ભારતનાં અન્ય રાજ્યની મદરેસાઓના સફર દર વર્ષે શાબાનથી રમજાન સુધી શહેર અમદાવાદમાં ફાળો ઉઘરાવતા ફરે છે તેમ જુદા સ્થાનિક તેમજ ગુજરાત રાજ્યની મદરેસાઓના સફીરો પણ અન્ય રાજ્યોમાંથી કાળા લઈ આવે છે. દેશનાં અમદાવાદ અને મુંબઈ જેવા મહાનગરોમાંથી મદરેસાઓને મોટા ફાળા મળે છે. સફીર પાસે પિતાની મદરેસાને પ્રસિદ્ધ થયેલ છેટલા વર્ષને રિપોર્ટ હોય છે, જેમાં મદરેસાની પ્રગતિ ઉપરાંત પાછલા વર્ષે ફાળો આપનાર વ્યક્તિઓનાં નામ ઠેકાણું અને એમણે આપેલ ફાળાની રકમ નોંધાયેલી હોય છે. દાનવીર તરીકેની ખ્યાતિની ખેવના દંભ અને આડંબરમાં ફેરવાઈ જતી હોવાથી તેમજ ખુદાને પ્રસન્ન કરવા સિવાયના હેતુથી થતા પુણ્યના કામ અને પુણ્યોપાર્જનને નિષેધ કરતે હેવાથી મોટા ભાગે લેકે એ દાન આપતી વખતે પિતાના નામને બદલે એક મુસ્લિમ” કે “એક મોમિન' એવા શબ્દ લખાવ્યા હોય છે.
સામાન્ય રીતે ૨૫૦થી ૩૦૦ વિદ્યાર્થી દર વર્ષે કેઈ એક દારુલ ઉલુમમાં જુદા જુદા અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવતા હોય છે.
આલિમ-ફઝિલને અભ્યાસક્રમ આઠ વર્ષને હેય છે. મેટા ભાગના વિદ્યાર્થીએ ટૂંકા ગાળાને અભ્યાસક્રમ પૂરો કરીને જતા રહે છે. સતત આઠ વર્ષને અભ્યાસક્રમ પૂરો કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી પાતળી રહે છે. આવા જૂજ વિદ્યાર્થીઓ માટે જલસએ દસ્તારે ફઝીલતીને કાર્યક્રમ રાખવામાં આવે છે, જે યુનિવર્સિટીના પદવીદાન સમારંભ સમાન હોય છે. દસ્તાર એટલે પાઘડી અને ફિઝીલત' એટલે શ્રેષ્ઠતા. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માથે શ્રેષ્ઠતાની પાઘડી બધી એમને સંમાનવામાં આવે છે. દારૂલ ઉલૂમ શાહઆલમ-અમદાવાદ આવે સમારંભ ઈશા(રાત)ની નમાજ પછી રાતે જામે મસ્જિદમાં જાય છે.
આલિમ ઉપરાંત દારુલ ઉલૂમમાંથી બહાફિઝ” “કારી' “મુસ્સિર' “મુહસિ” અને “મુફતી'ની પદવી મેળવી શકાય છે.
કુરાનને ત્રીસે ત્રીસ પારહ જેને મેઢે યાદ હેય તે “હાફિઝ” કહેવાય. આ અભ્યાસક્રમ ત્રણ વર્ષને હેાય છે. થોડાં વર્ષો અગાઉ રાજસ્થાનમાં આવેલ જયપુર પાસેના ટેકના હાફિઝે અમદાવાદમાં ડગલે ને પગલે જોવા મળતા, પણ હવે
સ્થાનિક તેમજ રાજ્યનાં અન્ય સ્થળામાં બહાર પડેલ હાફિઝોએ એમનું સ્થાન લીધું છે. હાફિઝ નમાજ વખતે ઇમામત કરાવે છે તેમજ “તરાવીહ નામે જાણીતી માત્ર રમજાન મહિના પૂરતી રાતે પઢવામાં આવતી વધારાની નમાજમાં આખું કુરાન કે તિલાવત (પઠન) કરે છે. હાફિઝના અભ્યાસક્રમમાં કુરાન સિવાય