________________
આર્થિક સ્થિતિ
૨૫
પણુ આ વના શાહુકારાના ખેડૂતા સાથે પ્રત્યક્ષ સંબંધ નહિ જેવા હતા. વસ્તુતઃ મેાટા શાહુકારો અને વેપારીએ ગુજરાત અને એની બહારના પ્રદેશો સાથે એમની પેઢીની શાખાઓ મારફત સતત સંપર્ક રાખતા અને એમની અનેકવિધ વેપારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિએ દ્વારા ગુજરાતના નગર-જીવનને ધબકતું રાખતા.૧૯
આ સમયની જાણીતી પેઢીઓમાં ત્રવાડી શ્રીકૃષ્ણે નાથજી, આત્મારામ ભૂખણુ, નગરશેઠ વરજદાસ વિઠ્ઠલદાસ, મેાતીભાઈ ભગુભાઈ (સુરતમાં), હરિભક્તિ, શામળ ખેચર, નારાયણુ મૈરાળ (વડાદરામાં), તથા નગરશેઠ હેમાભાઈ વખતચંદ, હઠીસિંહ, કરમચંદ પ્રેમચંદ, ઝવેરચંદ લક્ષ્મીચંદ અને અંબાઈદાસ લશ્કરી(અમદાવાદમાં)ના સમાવેશ થતા.૨૦ હિંદના વિવિધ પ્રદેશામાં શાખા ધરાવતી આ શરાફી–વેપારી પેઢીએ સામતા રાજા-મહારાજાએ અને કેટલેક અંશે વેપારીઓને વ્યાજે નાણાં ધીરતી અને સામાન્ય રીતે અફીણુને સટ્ટો તથા લેવડદેવડ કરતી.૨૧ ઓગણીસમા સૈકાની શરૂઆતથી અફીણને વેપાર અત્યંત નફાકારક પુરવાર થતાં ભાવનગર ધાઘા સુરત અને ભરૂચ જેવાં બંદરા (આ બંદરા વત્તેઓછે અંશે નિસ્તેજ બનવા છતાં અફીણના વેપાર માટે જાણીતાં હતાં) મારફત એની નિકાસ ચીનમાં થવા લાગી હતી. હઠીમિંહ કેસરીસિંહ, હેમાભાઈ વખતચંદ અને હરિભક્તિ જેવા કેટલાય વેપારી– શાહુકારા અફીણના ધંધામાં માતબર બન્યા હતા. તેએ કઈ ચીજોના વેપાર કરતા અને કેવી પદ્ધતિથી કરતા એ સંબધી માહિતી છૂટીછવાઈ રીતે જ મળે છે, પણ જૈન સાધુ ક્ષેમવને ૧૮૧૪માં અમદાવાદમાં નગરશેઠ કુટુંબ વિશે જે રાસ રચ્યા; તે ગુજરાતના ઘણા ખરા ‘માટા શેઠિયા’એને લાગુ પાડી શકાય એમ હેાઈ અત્રે એ ઉદાહરણ–રૂપે ટાંકો છે :
આદરતી દેાકાને દેશાવર રે, ઢાકા બંગાળા દેશ, કપડ મગાવે બહુ ભાતનાં ૨, ભાર અલ્પ મૂલ વિશેષ, સુરત મુંબાઈ પુના વળી રે, જયપુર ને નાગાર, દિલ્હી આગ્રા મેડતા રે, ચિત્રાડ કાટા બુંદી એર. દક્ષિણ સારઠ મેવાડમાં રે, નવ ખડે પ્રસિદ્ધ, હુંડી સકરાય તીણે કરી રે, જરા પડા જગ લીધ વહાણવટી વેપારમાં રે, કરિયાણાં બહુ ક્રેડ,
જલવટ થલવટ ભેદથી રે, વાણાંતર બહુ જોડ,૨૨
ગુજરાતના આર્થિક જીવન અને વેપાર-રાજગારમાં મુસ્લિમાને કાળા ઘણા મહત્ત્વના હતેા. હિંદ ઉપરાંત તે દારેયાપારના દેશા સાથે નિષ્ઠ વેપારી સંબધે ધરાવતા. મુસ્લિમેામાં સહુથી આગળ પડતી વેપારી કામ વહેરાઓની હતી, જેમાં