________________
૨૦૬
- બ્રિટિશ કા.
દાઉદી વહોરા મુખ્ય હતા. વેપાર અર્થે તેઓ ભૂજ માંડવી ભાવનગર અમદાવાદ ભરૂચ ખંભાત ગેધરા અને સુરત ઉપરાંત એડન બસરા મક્કા મસ્કત ચીન અને રંગૂનમાં સ્થિર થયા હતા. ગુજરાત અને હિંદના જુદા જુદા પ્રાંતોમાં તેઓ હાર્ડવેર કાગળ કાચ ચામડું સાબુ અને રેશમને વેપાર કરતા. પરદેશમાં એમની પેઢીઓ હતી અને દરિયાપારના એમના વેપારમાં રેશમ અફીણ ચામડું કાગળ રંગ કરિયાણું રૂ અને હાથીદાંત મુખ્ય હતાં. ૨૩ ખંભાતને અકીકને વેપાર તથા અમદાવાદ સુરત અને અંકલેશ્વરને કાગળને જથ્થાબંધ અને છૂટક વેપાર વહેરાના હસ્તક હતા.૨૪ વેપારના ક્ષેત્રમાં વહેરાઓની જેમ મેમણ અને ઈસ્માઈલી ખોજાની કેમ પણ સાહસિક અને મહેનતુ હતી. ગુજરાત ઉપરાંત બીજાઓની વસ્તી હિંદની ફિરંગી વસાહતમાં તથા ઈરાન–અરબસ્તાનમાં હતી. તેઓ રેશમ રૂ અફીણ હાથીદાંત ચામડું અને કરિયાણાને વેપાર દેશદેશાવરમાં કરતા.૨૫
હિંદુ અને મુસ્લિમોની સરખામણીમાં ગુજરાતમાં સંખ્યાબળની દૃષ્ટિએ પારસી વેપારીઓની સંખ્યા ઘણી જ જૂજ હતી. એનું એક કારણ એ હતું કે અઢાર મા સૈકામાં મુંબઈને બંદરી નગર તરીકે ઝડપી વિકાસ થતાં તેઓ ત્યાં ઊભી થતી જતી વેપારી તકને લાભ લેવા સ્થળાંતર કરતા ગયા. ગુજરાતમાં પારસીએના વેપારને મુખ્ય ઝેક રૂ સ્પિરિટ દારૂ રેશમ અફીણ તથા ઇમારતી લાકડાને હતું. ગુજરાતમાં ભરૂચ નવસારી ગણદેવી બીલીમોરા અને વલસાડ પારસીઓના વેપારનાં મુખ્ય કેંદ્ર હતાં.
વ્યવહારકુશળ ગુજરાતી વેપારીઓએ સદીઓથી અપનાવેલી સંસ્થા તે મહાજનપ્રથા. સંઘબળના સિદ્ધાંત ઉપર પાંગરેલી આ સંસ્થા વિશે એક ઇતિહાસકારે નોંધ્યું છેઃ “અતિશયોક્તિના આરોપના ભય વગર આપણે કહી શકીએ કે મહાજનેની ખિલવણી ગુજરાતમાં જેટલી થઈ છે એટલી હિંદુસ્તાનના બીજા કેઈ ભાગમાં થઈ નથી. ગુજરાતમાં અન્ય પ્રાંતની સરખામણીમાં જે સંસ્કારિતા અને વિશિષ્ટ વ્યક્તિત્વ જણાય છે તેને મોટો ભાગ મહાજને એ જ પળે છે, મહાજનેને લીધે જ ટકી રહ્યો છે. મહાજનેએ ગુજરાતના વેપારને ટકાવી રાખીને અન્ય પ્રાંતની પેઠે પરદેશીઓને એમાં હાથ ઘાલવા દીધો નથી... મહાજનેએ ગુજરાતમાં રાજસત્તાઓની સામે બાથ ભીડી છે, રાજસત્તાથી લેકસમૂહને કચડવા દીધો નથી.”૨૭
હિંદના અન્ય પ્રાંતની સરખામણીમાં ગુજરાતમાં મહાજન સંસ્થા એના શુદ્ધ સ્વરૂપમાં વિકસી એનાં મૂળ ગુજરાતના વેપારી સંસ્કાર (business culture) માં રહ્યાં છે. ઉત્તર પ્રદેશ અને બંગાળ તેમજ ગુજરાતની પડોશમાં આવેલા મહા