________________
૨૦૪
બ્રિટિશ કાણ એક તરફ જમીનને બજાર ચીજોની જેમ લેવેચને પાત્ર બનાવી, તો બીજી તરફ એમણે મહેસૂલની આકારણી રોકડમાં વસૂલ કરવાની નીતિ અપનાવીને મહેસૂલના દર વધારે ને વધારે આકરા બનાવ્યા. આવા સંજોગોમાં ખેડૂત અને શાહુકારો વચ્ચે અદાલતી ઝઘડાઓની લાંબી અને વણથંભી ઘટમાળ શરૂ થઈ, જેમાં શાહકારએ એમની ખાતાવહીઓ અને અન્ય ચેપડાઓના પુરાવાઓને આધારે અભણ ખેડૂતોને અદાલતમાં મહાત કર્યા. બીજા શબ્દોમાં કહીએ તે ગુજરાતમાં સંખ્યાબંધ ખેતરે એવી વ્યક્તિઓના હાથમાં ગયાં કે જેમને ખેતીમાં નહિ, પણ નફે ખાવામાં રસ હતે. આવા શાહુકાર-શેઠિયા ગામડાંઓમાં નહિ, પણ શહેરમાં વસતા હતા. આ બધાં પરિબળોની વિપરીત અસર ખેતી ઉપર થઈ અને એક વ્યવસાય તરીકે ખેતી બિન-ઉત્પાદક અને બિન-ફાયદાકારક સાબિત થઈ..
૨. ઓગણીસમા સૈકાના પૂર્વાધમાં ગુજરાતમાં વેપારના ત્રણ સ્તર હતા ? (૧) ત્રણચાર હજારથી થેડી વસ્તી ધરાવતાં ગામડાંઓમાં વેપાર કૃષિજીવન સાથે સંકળાયેલું હતું. ગ્રામવિસ્તારોમાં નાના દુકાનદારો ઘરના જ એક ભાગમાં કરવામાં આવેલી દુકાનમાં કાપડ અનાજ કરિયાણું તથા બિયારણ રાખતા અને એ ખેડૂતે અને કારીગરોને (જે ઘણુ વાર ખેતી પણ કરતા) વેચતા કે ધીરતા. -સામાન્ય રીતે નાના શરાફા ખેડૂતોને ઓજારો બળદ અને બિયારણ ખરીદવા એમની સામાજિક જરૂરિયાત પૂરી પાડવા નાણાં ધીરી સારું એવું વ્યાજ લેતા. આ પ્રકારને વેપાર ગામડાંઓના ઘરાકને દેવાદાર રાખવામાં અને એમની જમીને. ધીરધાર કરનાર દુકાનદાર–શરાફના હાથમાં ફેરવવા માટે જવાબદાર હતે. આવા દુકાનદાર-શરાફ નજીકનાં ક દૂરનાં નાનાં શહેરોમાંથી આવીને ગામડામાં વસ્યા હતા; આમ છતાં પણ આસપાસનાં શહેરો સાથે એમને સંબંધ ઘનિષ્ઠ હતા. જથ્થાબંધ ! માલ ખરીદવા એમને અવારનવાર શહેરોમાં જવું પડતું. (૨) ગામડાંઓની જેમ નાનાં શહેરોમાં પણ સામાન્ય રીતે દુકાને ઘરના એક ભાગરૂપે જ હતી. આવી દુકાનમાં જીવન-જરૂરિયાતની ચીજો વેચાતી હોવા ઉપરાંત વ્યાજવટાને ધ ધ પણ ચાલત.૧૭ આ વર્ગના શરાફ-વેપારીઓ ગામડાંઓના દુકાનદારોને જથ્થાબંધ માલ વેચતા અને ઘણું વાર નાણા પણ ધીરતા. તેઓ સસ્તા બજારમાંથી માલ ખરીદવા નાનાં-મોટાં શહેરોની મુલાકાત લેતા. (૩) અમદાવાદ અને સુરત જેવાં એંશીનેવું હજારની વસ્તી ધરાવતાં શહેરોમાં સામાન્ય રીતે દુકાન અને રહેઠાણની જગા અલગ હતી. શાહુકાર (મેટા શરાફે) “શાહુકાર” તરીકે ઓળખાતા અને મેટા વેપારીઓ એમની પેઢીઓમાં ગુમાસ્તા મુનીમે તથા નેકરચાકર રાખતા.૧૮ વેપારીઓ માલનાં ખરીદી અને વેચાણ કરવા એમના દલાલને હિંદના જુદા જુદા પ્રદેશમાં મોકલતા. ઘણી વાર શાહુકારે નાના વેપારીઓ તથા શરાફેને નાણું ધીરતા,