________________
૨૩ -
પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ) પહેરવામાં આવે છે. ભલે કાળી બંડીથી જુદા તરી આવે છે. આમાંયે પંચમહાલના તથા દક્ષિણ ગુજરાતના ચૌધરી અને ઘેડિયાઓમાં આના બદલે અનુક્રમે. ગાંધીટોપી અને ઝભ્ભો પ્રચલિત થયેલાં જણાય છે.
અલંકારપ્રિયતા આ જાતિઓનું સર્વસામાન્ય લક્ષણ છે.
પુરુષ કાનમાં સેનાની કે પિત્તળની કડી પહેરતા હોય છે. કેટલાક શોખીન. તેમજ પહોંચતા હોય તેઓ કેડે સાંકળી તથા હાથે ચાંદીનાં કડાં પણ પહેરતા. હેય છે. બંડીનાં બટનેમાં પણ ચાંદીની સેર જોવા મળતી હોય છે. કેટલાક વીંટી. પણ પહેરતા હોય છે.
પરંતુ અલંકારની શેખીન તે સ્ત્રીઓ જણાય છે. પગથી માથા સુધી આદિમજાતિની સ્ત્રી કે ઈક ને કંઈક અલંકારથી લદાયેલી કે મંડિત જોવા મળે છે. ઉ.ત. ભીલ સ્ત્રીએ માથાના આગળના ભાગે કપાળ ઉપર દામણું, નાકમાં જડ, હાથમાં જુદાં જુદાં બહૌયાં, હાથની આંગળીઓ પર વીંટીઓ અને કાબિયાં, ગળામાં કડિયાંના રંગબેરંગી હાર, વાળમાં પણ કોડિયાંની સેરોની ગૂંથણી, પગમાં બેડી સાંકળાં કાંબી કડલાં ઇત્યાદિ પહેરેલ હોય છે. આ ઉપરાંત કેઈક વાર માથામાં અને કાનમાં જુદા જુદા પ્રકારનાં કૂલ પણ ખોસવામાં આવતાં હોય છે અને કેટલીક વાર ઘાસના સુંદર ગૂથણીવાળા અલંકાર પણ ધારણ કરવામાં આવતા. હેય છે. ચૌધરીઓની “ગંઠી' આનું ઉદાહરણ છે.
એમના પ્રત્યેક રિવાજમાં ઘણે અંશે રૂઢિગત માન્યતાઓનું જોર બહુ પ્રબળપણે વરતાય છે. મંત્રતંત્ર ભૂતપ્રેત ડાકણવંતરી ઝેડવળગાડ વગેરે જેવાં અનેક તત્વ પણ આજે એ સમાજમાં વ્યાપક્ષણે માન્ય છે અને એના અનુસંધાનરૂપ આવાં તોમાંથી છુટકારો મેળવી આપનારા ભેપાભગત પણ સ્વાભાવિક રીતે જ એટલી જ વ્યાપક રીતે માનાર્હ બને છે.
આવું જ સમસ્ત સમાજલક્ષી વ્યાપક લક્ષણ સુરાપાન છે. એમનામાં બાળક અવતરે ત્યારથી માંડીને મૃત્યુ પર્વતના અનેકવિધ સામાજિક રિવાજ સુરાયુક્ત રિવાજે છે. આ અર્થમાં સુરાપાન એ એમના સામાજિક જીવનને એક સ્વીકૃત ભાગ હેય એમ જણાય છે. ભીલ ગરાસિયાઓની બેલીમાં તે “સગાઈ કરવા જવું” એ ઉક્તિ માટે “સરે પીવા ઝાવણું” ઉક્તિ પ્રચલિત છે. ધાર્મિક જીવન
ખ્રિસ્તી ધર્મમાં લાવવાની સરળતા થાય એવા ઉદેશે આ પ્રજાના ધર્મ વિશે વિદેશી વિદ્વાનોએ વિસંવાદ ઉપજાવેલે, પરંતુ નીચે બતાવ્યું છે તે પ્રમાણેની