________________
છે . બ્રિટિશ કાશ સામાજિક જીવન
આ જાતિઓમાં વ્યક્તિ કરતાં સમાજનું મહત્વ વધુ જોવા મળે છે.
આ પ્રજાને વસવાટ એક એક એવાં છૂટાં છૂટાં ઝૂંપડાંવાળા, ડાંક ઘરનાં ઝૂમખાંવાળે તેમજ સમસ્ત ગામ જે તે જાતિ કે જાતિઓના વસવાટવાળું હોય તે, એમ ભિન્ન ભિન્ન પ્રકારને માલૂમ પડે છે. સાબરકાંઠા બનાસકાંઠા તથા પંચમહાલના ભીલો અને ભીલ ગરાસિયાઓના વસવાટમાં પહેલા પ્રકારનાં, દક્ષિણ ગુજરાતના ચૌધરી ગામીત તેમજ કેટવાળિયા ઇત્યાદિ જાતિઓના વસવાટમાં બીજા પ્રકારના અને જૂનાગઢ જિલ્લાના તલાળા તાલુકાના જબૂર ગામમાં વસતા સીદીએના વસવાટમાં ત્રીજા પ્રકારનાં ઉદાહરણ જોવા મળે છે.
આહારની બાબતમાં આ પ્રજા માંસાહારી-શાકાહારી છે.
એમના વસવાટ-વિસ્તારમાં આવેલી જમીને હલકા પ્રકારની પથરાળ, ખાડાટેકરાવાળી અને ઘણી વાર ટેકરીઓ પરની હાઈ એમાં પેદા થતા પાક મુખ્યત્વે હલકા પ્રકારનાં ધા ના જ હોય છે. તેઓ મકાઈ જુવાર નાગલી કાદરી વગેરે જેવાં હલકાં ધાન્ય પકવે છે. એ તેઓને મુખ્ય ખોરાક બની રહે છે.
વારતહેવારે તેઓ મુખ્યત્વે બકરાં કૂકડાં તેમજ ઉપલબ્ધ અન્ય પશુપક્ષીઓના માંસને ઉપયોગ કરતા હોય છે. નદીનાળાંમાંથી માછલાં મળી શકતાં હેય તે ક્યારેક એને ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. આ સિવાય ઘણી વાર કિશોર-કિશોરીઓ ગલેલ વડે ચકલાં-ખિસકોલીને નાને શિકાર કરીને તથા જંગલમાંથી ફળની વીણ કરીને પણ રાકમાં પૂર્તિ કરતાં હોય છે.
જંગલમાંથી મળતી અનેક પ્રકારની વનસ્પતિઓના ભાજીપાલા તથા ફૂલે પણ એમના ખેરાકમાં શાકભાજી તરીકે વપરાતાં હોય છે. ઉ.ત. “ખેટ ભાજે નામની ભાજી ચૌધરીઓની અત્યંત પ્રિય ભાજી છે.
વાહનવ્યવહારની સવલતે, શિક્ષણને પ્રસાર અને બિન-આદિમ સાથેના સંબંધે, વગેરે વધવાને કારણે મેદાની વિસ્તારના આદિમાં એમના પડોશના બિન-આદિમેનાં ખાનપાનની અસર હવે શરૂ થઈ ગયેલી જોવા મળે છે.
પહેરવેશમાં પુરુષમાં લંગોટથી માંડી છેતી સુધીને શાક જુદી જુદી જાતિઓમાં પ્રચલિત છે. માત્ર લંગોટી તે હવે ડાંગના ભીલોમાં ઊંડાણવાળા વિસ્તારોમાં જ જોવા મળે છે, બાકી બધે તે બહુધા જુદી જુદી રીતે પહેરાતી નાનીમેટી છેતી જોવા મળે છે. ભીલેમાં માથે ફાળિયું અને કમર ઉપરના ભાગે બંડી