________________
બ્રિટિશ મe પરિસ્થિતિ જોતાં અનેકદેવવાદી હિંદુ ધર્મમાં આ પ્રજાના સમાવેશ વિશે શંકાને કારણ રહ્યું નથી.
એમની જીવનરીતિ જોતાં એમનું ધાર્મિક જીવન ભયશકિત એવી રૂઢિઓ અને પરંપરાઓ પર આધારિત હોય એમ જણાય છે. સ્વમનું મહત્વ, શુકન-અપશુકનનું પરંપરાગત પાલન, ભૂતપ્રેતને વળગાડ, ડાકણ-વંતરીનું ચેટવું, મૂઠ અને નજર લાગવી, દેવ તથા પિતૃઓને વાંકું પડવું, ઇત્યાદિ માન્યતાઓમાં પ્રગાઢ વિશ્વાસ એ આનાં ઉદાહરણ છે.
આમ હોવાથી એમનાં દેવદેવીઓની સૃષ્ટિ ભારે મોટી છે.
દા. ત., ચૌધરીઓ કુદરતનાં પરિબળોને દેવદેવીઓ તરીકે પૂજે છે. આવા દેવમાં સૂરજદેવ ચાંદદેવ ગગનગેટ વીજળી વતદેવ મેઘદેવ વગેરે મુખ્ય છે. તેઓના ભરણપોષણ માટે મુખ્ય વ્યવસાય ખેતી છે, આથી ખેતીને કંઈ નુકસાન ન થાય અને સારી ફસલ ઊતરે એ અર્થે પણ તેઓ જુદા જુદા દેવને માનતા હેય છે. આ અંગેના મુખ્ય દેવોમાં નાંદરવે સીમાયરે કંસરીમાતા ભેડતલાવ બણુભ કાલીકાકર વગેરે છે. એ જ રીતે પોતાનાં પશુઓનાં સુખ તેમજ સમૃદ્ધિ અર્થે તેઓ ગોવાલદેવ ગરદેવ વાઘદેવ ભેસધરો વગેરે દેવોને આરાધતા હોય છે. વળી રેગ-માંદગી અને ઝોડ-ઝપટ ઈત્યાદિ જેવાં શારીરિક દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે તે તેઓ અસંખ્ય દેવદેવીઓની પૂજા-આરાધના કરતા હોય છે. આમાં કાકાબળિયા, ભૂરી પાંડણ, મરકી માતા, ગવલીગઢ, બગને ભૂત, ગરબડ દેવી, પેટફડી માતા, ડેબરી દેવી ઇત્યાદિ મુખ્ય મુખ્ય છે.
આવું જ અન્ય જાતિઓ વિશે કહી શકાય. વળી વ્યક્તિગત હિત અર્થેનાં, સામાજિક હિત અથેનાં, સારામાઠા સામાજિક પ્રસંગે અથેનાં, સામાજિક ઉત્સવો અર્થેનાં અને કુદરતને લગતાં એમ પ્રત્યેક પ્રસંગ માટેના ખાસ દેવદેવીઓ હાય છે. જે પ્રસંગ, તે દેવ.
આ બધામાં પણ અનેકવિધ ભેદ, મુખ્ય દેવથી માંડીને સામાન્યમાં સામાન્ય દેવ સુધીની અનેકવિધ કેટિઓ ! મુખ્ય દેવની પાસે પહોંચતાં પહેલાં એને એ અનેક હજૂરિયા દેવને વીનવવા પડે, પ્રસન્ન પણ કરવા પડે!
આ માટે જેવા દેવ, તેવો એને બલિ. મેટા દેવને બકરું ચડાવવું પડે, જ્યારે નાના દેવને કૂકડું નાળિયેર અને અનાજ વગેરેથી રીઝવી શકાય. દેવોને રીઝવવા માટે વિધિ પણ જુદે જુદે હેય.
આ પ્રકારના પ્રત્યેક વિધિ પાછળ આ પ્રજાને દૃઢ રૂઢિસંસ્કાર જોવા મળે